સીઇએસ-2023ની શરૂઆત અમેરિકાના લાસ વેગાસમાં ગુરુવારે થઇ ગઇ. સીઇએસ 2023 આઠમી જાન્યુઆરી સુધી ચાલશે. આ આયોજન બે વર્ષ બાદ કોઇ પણ પ્રકારના અંકુશો વગર થયું છે. કોરોના સંક્રમણના કારણે 2021માં તેનું વર્ચ્યુઅલી આયોજન કરાયું હતું. ગયા વર્ષે આનું આયોજન ખૂબ નાના સ્તરે કરાયું હતું. આમાં દુનિયાના 174 દેશોની 3200 કરતાં વધુ કંપનીઓ આધુનિક ઇલેક્ટ્રિક ઉપકરણો રજૂ કરી રહી છે. તેમાં સામેલ થઇ રહેલી 35 ટકા કંપનીઓ અમેરિકાની જ છે. આ શો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ઉપયોગી છે.
રોબોટની માનવી મદદ વગર ડિલિવરી
ઓટોનોમી કંપની દ્વારા તૈયાર આ રોબોટ ભોજન સહિતની ચીજોની ડિલિવરી માનવીય સહાય વગર કરી શકે છે. એરપોર્ટ પર ભોજન પહોંચાડી શકે છે. કંપની હાલમાં રોબોટથી 6.4 કિ.મી. સુધી ડિલિવરીની વાત કરી રહી છે.
સેનિડર ઇલેક્ટ્રિક સ્માર્ટ હોમ-રોશનીનું ધ્યાન
સ્માર્ટ હોમ એપ્લાઇન્સ છે, જેની સાથે ઘરના તમામ ઇલેક્ટ્રિકલ સાધન જોડાયેલા રહેશે. સૂર્યોદય થતા જ લાઇટો બંધ થઇ જશે. ઇલેક્ટ્રિક કાર-સ્કૂટર પણ ચાર્જ થશે. એપથી બેટરી બેકએપ રહેશે અને વીજ ખપત ઘટશે.
કાર ધ BMX આઇ વિઝન ડી વાતો કરશે
બોલી શકે એવી બીએમડબ્લ્યુ ઇવી ફ્યુચર કાર છે. ઓગમેન્ટેડ રિયાલિટી, અવાજથી રેગ્યુલેટ થતી વર્ચ્યુઅલ આસિસ્ટન્સ છે. મેટાવર્સના માધ્યમથી તે ખુશી જેવા ભાવ પણ દર્શાવશે. આમાં ઓટોમેશન ફીચર રહેશે.
ઓએલઇડી ટીવીમાં તારની જરૂર નથી
એલજીએ 97 ઇંચનું વાયરલેસ ટીવી રજૂ કર્યું છે. આ ઝીરો કનેક્ટ બોક્સથી જોડાશે, જે ટીવીની નવ મીટર જગ્યામાં મૂકી શકાશે. કંપનીએ કિંમત જાહેર નથી કરી. આ વર્ષે એપ્રિલથી બજારમાં તે ઉપલબ્ધ થશે.
આ પણ આકર્ષણનાં કેન્દ્ર
ઓડિયો સનગ્લાસઃ ગાયક પૌલા અબ્દુલે આઇડલ આઇઝ ઓડિયો સનગ્લાસ લોન્ચ કર્યા. તેમાં સંગીતની સાથે ફોન પર વાત પણ કરી શકાય છે. તેની કિંમત રૂ. 16 હજાર છે.
રાયઝન 7000 સીરિઝ સેમિકન્ડક્ટર
એએમડી દ્વારા રાયઝન 7000 સીરિઝના પ્રોસેસર લોન્ચ કર્યા છે. તે 16 કોર, 32 થ્રેડ્સ જેન-4 આર્કિટેક્ચર પર નિર્મિત છે.
અફીલા ઇવી : સોનીએ હોન્ડા સાથે મળીને ઇવી અફીલા રજૂ કરી છે. ક્વૉલકમ ટેકનિકની સાથે 2026માં તે લોન્ચ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.