ભાસ્કર વિશેષ:સાવધાન! બાળકોમાં પુખ્તો કરતાં 15 ગણું વધારે માઇક્રોપ્લાસ્ટિક, તેમને ડૉલ્સ, ટીથર્સ ચાવવા ન આપો

લંડન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચમાં ખુલાસો: તે શરીરમાંથી નીકળતું નથી, પાચનતંત્ર પર અસર

નાના બાળકને દાંત આવતા હોય તો તેમને ચાવવા માટે ટીથર્સ કે પછી પ્લાસ્ટિકની ડૉલ આપી દો. જી હા, મોટા ભાગનાં ઘરોમાં આ વાત સંભળાતી હોય છે. પણ સાવધાન! આમ કરવું ઘણું જોખમી સાબિત થઇ શકે છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે બાળકોના શરીરમાં પુખ્તો કરતાં 15 ગણું વધારે માઇક્રોપ્લાસ્ટિક હોય છે.

માઇક્રોપ્લાસ્ટિક પ્લાસ્ટિકના 5 મિ.મી.થી નાના કણ હોય છે. તે ઘરેલુ સિન્થેટિક કારપેટ કે પછી સિન્થેટિક વસ્ત્રોમાંથી પણ નીકળે છે. કેટલાક કણ તો એટલા નાના હોય છે કે દેખાતા પણ નથી. બાળકોના શરીરમાં તે વધુ હોય છે કેમ કે તેમને વસ્તુઓ મોંઢામાં નાખવાની ટેવ હોય છે.

સાથે જ આપણે પણ બાળકોને પ્લાસ્ટિકની વસ્તુઓ રમવા આપીએ છીએ, પ્લાસ્ટિકની નીપલ ચૂસવા આપી દઇએ છીએ. ઘરેલુ માઇક્રોપ્લાસ્ટિક પોલિથિન ટેરાફ્લેટ (પીઇટી) અને પોલિકાર્બોનેટ (પીસી) હોય છે. અમેરિકામાં દર 10માંથી 6 બાળકોમાં માઇક્રોપ્લાસ્ટિકનું પ્રમાણ વધુ જણાયું.

માઇક્રોપ્લાસ્ટિકથી મુક્તિ કેવી રીતે મળે?
ડ્યૂક યુનિ.ના રિસર્ચ મુજબ, માઇક્રોપ્લાસ્ટિકના અંશ માછલીઓમાં પણ જણાયા છે. તે માછલીઓ પર ખરાબ અસર કરે છે. માઇક્રોપ્લાસ્ટિકનું ઉત્પાદન ઘટાડીને જ તેનાથી છુટકારો મળી શકે છે. સિન્થેટિક ફાઇબરના ઉપયોગમાં અને તેની ખરીદીમાં પણ ઘટાડો થવો જોઇએ.

માઇક્રોપ્લાસ્ટિકથી સ્વાસ્થ્ય પર જોખમ કેવી રીતે વધે?
વિજ્ઞાનીઓ માને છે કે માઇક્રોપ્લાસ્ટિક શરીરમાંથી નીકળી જાય છે પણ હવે રિસર્ચમાં સામે આવ્યું છે કે તે નથી નીકળતા. તેનાથી શરીરમાં બળતરા થાય છે અને પાચનતંત્ર પણ કથળે છે. લેબમાં પ્રાણીઓ પર પ્રયોગોથી માલૂમ પડ્યું કે અમુક કિસ્સામાં તો સંક્રમણથી મોત પણ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...