તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Caucasus Scandal In Brazil People Take To The Streets Against President Zaire Bolsonaro, Chanting 'Leave Bolsonaro's Throne'

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:બ્રાઝિલમાં કોવેક્સિન ગોટાળો - રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો વિરુદ્ધ લોકો રસ્તા પર ઊતર્યાં, લોકોએ ‘બોલસોનારો ગાદી છોડો’ના નારા લગાવ્યાં

ન્યૂયોર્ક25 દિવસ પહેલાલેખક: અર્નેસ્ટો લોન્ડોનો, ફ્લેવિયા મિલહોરેન્સ
  • કૉપી લિંક
આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા - Divya Bhaskar
આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો વિરુદ્ધ મોટા પાયે દેખાવો થઈ રહ્યા છે. રિયો દ જેનેરિયોમાં હજારો લોકો ઢોલની થાપ પર માર્ચ કરતા ‘બોલસોનારો ગાદી છોડો’ના નારા લગાવી રહ્યા હતા. તેનું કારણ છે કોરોનાને લઈને બોલસોનારોની નીતિ અને કોરોના રસીની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ.

રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોની તસવીર
રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોની તસવીર

પહેલા તો બોલસોનારો કોરોનાને ફ્લૂ જેવી એક સામાન્ય બિમારી કહેતા હતા. તેના કારણે દેશમાં કોરોના રોકવાના પૂરતા ઉપાયો જ ના કરી શકાયા. આ પ્રકારની ભૂલોના કારણે પણ લોકોમાં આક્રોશ હતો. બોલસોનારોની આવી બેજવાબદાર નીતિઓના કારણે બ્રાઝિલમાં અત્યાર સુધી કોરોનાના કારણે પાંચ લાખના મોત થઈ ચૂક્યા છે. હવે તેમની સરકારનો તાજો વિવાદ રસીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો છે. સુપ્રીમ કોર્ટે તેની તપાસના પણ આદેશ આપ્યા છે.

મહાભિયોગના સમર્થમાં સાંસદોની સંખ્યા વધી
બીજી તરફ, વિપક્ષના 100 નેતા બોલસોનારો પર મહાભિયોગ ચલાવવાનો ડ્રાફ્ટ પણ રજૂ કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે, 2016માં જે રીતે આક્રોશિત લોકોના દેખાવો પછી રાષ્ટ્રપતિ ડિલ્મા રુસેફને હટાવાયા હતા. એ‌વા જ દેખાવો ફરી એકવાર થઈ રહ્યા છે.​​​​​​​ સાઓ પાઉલોના કોંગ્રેસ સભ્ય જોઈસ હેસલમેને થોડા સમય પહેલા બોલસોનારોના કટ્ટર સમર્થક હતા. હવે તેઓ પણ કહે છે કે, કોરોનાને લઈને બોલસોનારોએ અનેક ભૂલો કરી છે, અનેક ગુના કર્યા છે, જે માફ કરવા લાયક નથી. બ્રાઝિલ બોલસોનારોએ વધુ એક વર્ષ સહન ના કરી શકે. બોલસોનારો વિરુદ્ધ મહાભિયોગનું સમર્થન કરતા સાંસદોની સંખ્યા સતત વધી રહી છે.

15 મહિનામાં લોકો બરબાદ થયા
​​​​​​​બીજી તરફ, બોલસોનારોએ ઓક્ટોબર 2022માં થનારી ચૂંટણીમાં છેતરપિંડીનું પત્તું ફેંક્યું છે. તેમનું કહેવું છે કે, આગામી વર્ષે ઈવીએમથી ચૂંટણીઓ યોજાશે, જેમાં સરળતાથી છેતરપિંડી થઈ શકે છે. મારી હાર છેતરપિંડીના કારણે થશે. આ ઉપરાંત કોરોના સામે લડવા બનાવેલી વિશેષ સમિતિના સભ્ય સેનેટર હમ્બર્ટો કોસ્ટાના મતે, ‘અગાઉ બોલસોનારોની છબિ પ્રામાણિક રાજકારણીની હતી, પરંતુ રસી ખરીદીના કૌભાંડ પછી તેમની છબિ ખરડાઈ છે.’ ​​​​​​​બ્રાઝિલમાં થયેલા તાજા સરવે પ્રમાણે, છેલ્લા 15 મહિનામાં મહામારીથી મોટી સંખ્યામાં લોકો બરબાદ થઈ ગયા છે, જેના કારણે બોલસોનારોના સમર્થકો ઝડપથી ઘટ્યા છે. આવો સરવે કરનારી એક એજન્સી ઈપેકના મતે, જો હાલ બ્રાઝિલમાં ચૂંટણી થાય, તો બોલસોનારો તેમના મુખ્ય રાજકીય હરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ ઈનાસિયો લૂલા ડા સિલ્વા સામે હારી જાય.

શું છે રસી ખરીદી કૌભાંડ?
બ્રાઝિલ સરકારે ભારત બાયોટેકના બ્રાઝિલ સ્થિત પ્રતિનિધિ પ્રેસિસા મેડિકેમેંટોસ સાથે કોવેક્સિન ખરીદવા ફેબ્રુઆરીમાં ડીલ કરી હતી. આ ડીલમાં પ્રતિ ડોઝની કિંમત 15 ડૉલર (આશરે રૂ. 1117) નક્કી કરાઈ હતી. તે પ્રમાણે 32 કરોડ ડૉલરની ચૂકવણી થવાની હતી. આ ડીલમાં ભ્રષ્ટાચાર થયાના અહેવાલ છે. આ ખરીદીના થોડા સમય પછી એક દવા કંપનીના પ્રતિનિધિએ આરોપ લગાવ્યો હતો કે, આરોગ્ય મંત્રાલયમાં લોજિસ્ટિક્સના વડા રોબર્ટો ફરેરા ડાયસે એસ્ટ્રાજેનેકાની રસી ખરીદીમાં પ્રતિ ડોઝ એક ડૉલરની લાંચ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...