તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Cases Re emerging In Britain; Yesterday, 6,238 New Cases Were Reported Here, The Highest In The Last Two Months

કોરોના દુનિયામાં:બ્રિટનમાં ફરીથી વધી રહ્યા છે કેસો; ગઈકાલે 6,238 નવા કેસ નોંધાયા, એ છેલ્લા 2 મહિનામાં સૌથી વધુ

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • બ્રિટનમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસનો આંકડો 6 હજારને પાર થઈ ગયો
  • કોરોનાવાયરસનો ડેલ્ટા વેરિયન્ટ બ્રિટનમાં ફેલાઈ રહ્યો છે

બ્રિટન પર કોરોનાની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. ગઇકાલે અહીં 6,238 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા અને 11 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા 2 મહિનામાં આ પ્રથમ વખત છે, જ્યારે અહીં એક જ દિવસમાં નોંધાયેલા કેસનો આંકડો 6 હજારને પાર થઈ ગયો છે. આ પહેલાં 25 માર્ચે અહીં 6,118 દર્દી નોંધાયા હતા.

નિષ્ણાતોને મત છે કે કેસમાં વધારો થવા પાછળ કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) હોઇ શકે છે. આ ડેલ્ટા વેરિયન્ટ સૌપ્રથમ ભારતમાં મળી આવ્યો હતો. આને કારણે જ ભારતમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો હતો. હવે આ ડેલ્ટા વેરિયન્ટ ઈંગ્લેન્ડમાં ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોએ આ બાબતે સરકારને અનલોકને અટકાવવા માટે પણ અપીલ કરી છે.

મે મહિનાના અંતમાં કેસમાં વધારો થયો
બ્રિટનમાં ગયા મહિનાના છેલ્લા સપ્તાહમાં કોરોનાના નવા કેસમાં ફરી એક વખત સામાન્ય વધારો જોવા મળ્યો છે. અહીં મે મહિનાના શરૂઆતમાં દરરોજ 2થી અઢી હજાર કેસ નોંધાઈ રહ્યા હતા. આ આંકડા 28 મેના રોજ 4 હજારને પાર (4,182) થઈ ગયા. ત્યાર બાદ કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને બાદમાં 4 જૂને 4330, 3 જૂને 5374 કેસ નોંધાયા હતા.

બ્રિટનમાં કોરોનાના નવા કેસમાં ફરી એક વખત સામાન્ય વધારો જોવા મળ્યો છે.
બ્રિટનમાં કોરોનાના નવા કેસમાં ફરી એક વખત સામાન્ય વધારો જોવા મળ્યો છે.

સૌથી વધુ કેસ ભારતમાં નોંધાઈ રહ્યા
છેલ્લા ઘણા દિવસોથી દુનિયામાં દરરોજ નોંધાતા કેસો બાબતે ભારત નંબર-1 છે. જોકે હવે અહીં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. ગઇકાલે અહીં 1.21 લાખ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 3,382 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ બ્રાઝિલમાં 38,482 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને 1,184 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ગઈકાલે બ્રાઝિલમાં 38,482 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગઈકાલે બ્રાઝિલમાં 38,482 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આર્જેંન્ટીના-કોલમ્બિયામાં કેસમાં વધારો થયો
ભારત-બ્રાઝિલ ઉપરાંત સૌથી વધુ કેસ આર્જેંન્ટીના અને કોલમ્બિયામાં નોંધાયા હતા.આર્જેંન્ટીનામાં છેલ્લા 24 કલાકમાં 30,950 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 538 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે કોલમ્બિયામાં શુક્રવારે 30 હજાર નવા કેસ નોંધાયા હતા અને 537 લોકો મૃત્યુ પામ્યા હતા.

અત્યારસુધીમાં 17.33 કરોડ કેસ
ગઇકાલે દુનિયામાં 4.16 લાખ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આ દરમિયાન 10,237 લોકો સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતા. દુનિયામાં અત્યારસુધીમાં 17.33 કરોડથી વધુ લોકોને કોરોનાવાયરસથી સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 37.27 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 15.60 કરોડ લોકો સાજા થયા છે. જોકે 1.35 કરોડ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેમાંથી 1.34 કરોડ લોકોમાં કોરોનાનાં હળવાં લક્ષણ છે અને 88,173 લોકોની સ્થિતિ ગંભીર છે.

કોરોના અપડેટ્સ

  • અમેરિકાના રાષ્ટ્રપતિના હેલ્થ એડવાઇઝર ડોકટર એન્થની ફૌચીએ આપેલા એક નિવેદનના કારણે ચીનની ચિંતા વધારી છે. ડો. ફૌચીએ કહ્યું હતું, જો અમે એ જાણવા માગીએ છીએ કે કોરોનાવાયરસ ક્યાંથી શરૂ થયો અને કેવી રીતે ફેલાયો તો આ કામ ખૂબ જરૂરી છે. ચીને 2019માં બીમાર પડેલા તે 9 લોકોનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવો પડશે, જેમનામાં બિલકુલ કોરોના જેવાં જ લક્ષણો મળી આવ્યાં હતાં.
  • અમેરિકાની યુનિવર્સિટીની કોવેક્સિન અને સ્પુતનિક-V સંબંધિત એક શરતે ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધારી છે. 400થી વધુ યુનિવર્સિટીએ કોરોના વેક્સિન લેનારા વિદ્યાર્થીઓને જ કેમ્પસમાં પ્રવેશ આપવાની મંજૂરી આપી છે. શરત એ છે કે એ વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ફરજિયાત મંજૂરી આપી છે, આ જ શરતના કારણે વિદ્યાર્થીઓની ચિંતા વધારી છે, કારણ કે કોવેક્સિનને WHOએ મંજૂરી આપી નથી. આવું જ ચીન અને રશિયાના વિદ્યાર્થીઓની સાથે પણ કરાયું છે.