તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝીલેન્ડના યુ-ટ્યૂબરની ભારતમાં નો-એન્ટ્રી:કાર્લ રોકે વીડિયો બનાવી કહ્યું- 269 દિવસથી પત્નીને નથી મળ્યો, કેન્દ્રએ કહ્યું- ટૂરિસ્ટ વિઝા પર ધંધો કરતો હતો

21 દિવસ પહેલા
  • વીડિયો બનાવી મોદી, કેજરીવાલને મદદ માટે વિનંતી કરી
  • એક વર્ષનો પ્રતિબંધ લગાવાયો

ન્યૂઝીલેન્ડના પ્રખ્યાત બ્લોગર કાર્લ રોકે ભારતમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. ANI અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કાર્લ પર વિઝાના નિયમોના ઉલ્લંધન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાર્યવાહી પછી કાર્લે સરકાર પર ઘણા આરોપ લગાવ્યા છે.

તેણે કહ્યું હતું કે તેઓ 2020માં ભારતથી દુબઇ અને પાકિસ્તાનની યાત્રા પર ગયેલા. એ પછી કેન્દ્ર સરકારે વિઝા રદ કરી દીધા હતા. તેણે દુબઇથી નવા વિઝા માટે અરજી કરી હતી. ત્યાર બાદ કાર્લને મળવા બોલાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમના વિઝા રદ કરી તેમને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવ્યો છે. કાર્લે હરિયાણાની મનીષા મલિક સાથે લગ્ન કર્યા છે.

એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવાયો છે
કેન્દ્ર સરકારના અધિકારીઓએ PTIને જણાવ્યું હતું કે કાર્લ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને અહીં ધંધો કરી રહ્યા હતા. તેમણે કેટલીય વાર નિયમોનો ભંગ કર્યો છે. આ જ કારણથી તેના વિઝા રદ કરી તેને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

પત્નીથી દૂર કરવાનો આરોપ લગાવ્યો
કાર્લે ભારત સરકાર પર પોતાની પત્નીથી તેમને દૂર કરવાનો આરોપ મૂક્યો છે. તેણે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા આર્ડેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સહિત કેટલાક નેતાઓ પાસે સોશિયલ મીડિયા દ્વારા મદદ માગી છે. કાર્લની મદદ માટે સોશિયલ મીડિયા પર એક સિગ્નેચર ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. બ્લેકલિસ્ટ થયા પછી કાર્લે યુ-ટ્યૂબ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં કાર્લે દાવો કર્યો છે કે તેઓ તેની પત્નીથી 269 દિવસથી નથી મળ્યા.

કાર્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મદદ માગી હતી.
કાર્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મદદ માગી હતી.

પ્લાઝમા ડોનેટ કરવા પર કેજરીવાલે પ્રશંસા કરી હતી
કાર્લ રોક આ પહેલાં ભારતમાં હતા. અહીં તેને કોરોના થયો હતો. સાજા થયા બાદ તેણે પ્લાઝમા ડોનેટ કર્યા હતા. આ કારણોસર અરવિંદ કેજરીવાલે તેની પ્રશંસા કરી હતી

સંપૂર્ણ ભારત ફરવાનો દાવો
કાર્લ રોકના યુ-ટ્યૂબ પર 18 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર છે. તેનો દાવો છે કે ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરી ચૂક્યા છે. તેણે પોતાના વીડિયોમાં વિદેશી પર્યટકો સાથે થતા અન્યાયની પણ વાત કહી છે.

અન્ય સમાચારો પણ છે...