તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:બ્રાઝિલમાં વધતાં મૃત્યુ બાદ લાપરવાહી, 41 લાખે વેક્સિનનો બીજો ડોઝ ન લીધો

ન્યૂયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા બાદ જ્યાં કોરોનાથી સૌથી વધુ મોત ત્યાંની સ્થિતિ
  • નિષ્ણાતોએ કહ્યું - લોકો નિરાશ છે, તેમનામાં ઈચ્છાશક્તિનો અભાવ, સપ્લાયમાં ભ્રષ્ટાચાર પણ કારણ

અમેરિકા બાદ કોરોનાથી સૌથી વધુ મૃત્યુ 5,13,544 મૃત્યુ બ્રાઝિલમાં થયા છે. બ્રાઝિલ કોરોનાના વેક્સિનેશનમાં પાછળ થઈ રહ્યું છે. 41 લાખ લોકો નક્કી મુદ્દત સમાપ્ત થયા બાદ બીજો ડોઝ લેવા નથી આવી રહ્યા. પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 16% છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના દસ્તાવેજો અનુસાર લોકો બીજો ડોઝ લેવાનું ભૂલી રહ્યાં છે. ખાસ કરીને વૃદ્ધોને તેમના પરિજનો બીજો ડોઝ લેવા માટે કેન્દ્રો સુધી પહોંચાડી રહ્યા નથી. જોકે સરકારનું માનવું છે કે અનેક ક્ષેત્રોમાં ઈન્ટરનેટ જેવી સુવિધાઓના અભાવે પણ તકલીફ પડી રહી છે. સ્થાનિક લોકોએ કહ્યું કે લોકો ખૂબ જ નિરાશ છે. તેમનામાં વેક્સિનનો બીજો ડોઝ લેવાની ઈચ્છાશક્તિ ઘટી ગઈ છે. જોકે અનેક લોકોએ વેક્સિનની સપ્લાયમાં પણ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. જાહેર સ્વાસ્થ્ય નિષ્ણાંત ડૉ.લિગિયા બાહિયાએ કહ્યું કે બ્રાઝિલ કોરોનાથી મૃત્યુના ભારણ હેઠળ દટાયેલું છે. એવામાં વેક્સિનેશનના અભાવથી ત્યાં સંકટ વધુ ઘેરાઈ શકે છે.

બ્રિટનમાં નવા કેસ 18 હજારને પાર, લૉકડાઉન વિરુદ્ધ દેખાવ
બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ચૂક્યું છે. રવિવારે અહીં કોરોનાના 18 હજાર કેસ થઈ ગયા હતા. આ સંખ્યા 5 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. રિપોર્ટ મુજબ બ્રિટનમાં ગત 5 દિવસમાં કોરોનાના 15 હજારથી વધુ કેસ મળી રહ્યાં છે. તેનાથી બ્રિટિશ સરકારની ચિંતા વધી ગઈ છે. બ્રિટનમાં ગત અઠવાડિયે લૉકડાઉનમાં રાહત બાદ અંકુશોને વધારી દેવાયા હતા. જેને લઈને દેશભરમાં દેખાવો શરૂ થઇ ગયા છે.

ઈટાલી: માસ્ક વિના ઘરની બહાર જવાની છૂટ અપાઈ
ઈટાલીમાં સોમવારથી માસ્ક વિના ઘરેથી બહાર જવાની મંજૂરી અપાઈ. દેશના દક્ષિણ ભાગોમાં વધારે તાપમાનને કારણે આ નિર્ણય લેવાયો હતો. આ ક્ષેત્રોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ઈટાલીમાં 12 વર્ષથી વધુ વયના 1.75 કરોડ લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે.

ન્યૂઝીલેન્ડ: ક્યૂઆર કોડ સ્કેન ફરજિયાત થઈ શકે
ન્યૂઝીલેન્ડમાં બાર અને રેસ્ટોરાં જેવા વધુ જોખમી સ્થાને ક્યૂઆર કોડ સ્કેનિંગ અને માસ્ક ફરજિયાત કરવા અંગે વિચારણાં થઈ રહી છે. અધિકારીઓ અનુસાર વડાપ્રધાન જેસિન્ડા આડર્ને આ મામલે કેબિનેટની બેઠક બોલાવી છે. તેમણે સ્વાસ્થ્ય નિષ્ણાતોથી તેમની સરકારના આ પ્રસ્તાવ પર સલાહ પણ માગી છે.

જર્મની: બ્રિટનના યાત્રીઓ પર પ્રતિબંધની માગણી કરાઈ
જર્મનીએ યુરોપિયન યુનિયન સમક્ષ માગ કરી છે કે બ્રિટનના લોકોની વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે. મીડિયા અહેવાલો અનુસાર બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટના ફેલાવાને ધ્યાનમાં રાખી આ પગલું ભરવું જરૂરી છે. બીજી બાજુ પોર્ટુગલે વેક્સિન નહીં લેનારા બ્રિટિશ યાત્રીઓ માટે બે અઠવાડિયાનું ક્વૉરન્ટાઈન ફરજિયાત કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...