કેન્સરના દર્દીઓ માટે વૈજ્ઞાનિકોએ નવી ટ્રીટમેન્ટ શોધી હોવાનો દાવો કર્યો છે. તેઓએ કેન્સર માટે ફોટો ઇમ્યૂનોથેરપીમાં સફળતા પ્રાપ્ત કરી છે. જો તે મનુષ્યો પર સફળ રહી તો સર્જરી, કીમોથેરપી, રેડિયોથેરપી અને ઇમ્યૂનોથેરપી બાદ તે કેન્સરની પાંચમી ટ્રીટમેન્ટ હશે. તેમાં એ નાના-નાના સેલ્સને પણ ખતમ કરી શકાશે જે પહેલાની થેરપીમાં રહી જતા હતા.
લંડનની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ થેરપીનો ઉંદરો પર સફળતાપૂર્વક પ્રયોગ કરી દીધો છે. પ્રયોગ ગ્લિયોબ્લાસ્ટોમા કેન્સરથી પીડિત ઉંદરો પર કરવામાં આવ્યા. ગ્લિયોબ્લાસ્ટોમા બ્રેન કેન્સરમાં સૌથી કૉમન છે. આ ટ્રીટમેન્ટમાં ખૂબ નાના કેન્સરના સેલ્સ પણ સરળતાથી જોવા મળ્યા. ડૉક્ટરોએ તેને સરળતાથી કાઢી દીધા. જે ન નીકળી શક્યા, તે પણ સારવારના થોડા સમય બાદ જાતે જ ખતમ થઈ ગયા.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રીટમેન્ટ બાદ પણ દર્દીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત હશે. દર્દીમાં ફરી ગ્લિયોબ્લાસ્ટોમાના લક્ષણો દેખાતાં જ તેને રોકી શકાશે. અધ્યયનકર્તા ડૉ. ગેબ્રિએલા ક્રેમર-મરેકીએ કહ્યું, આ પ્રકારની ટ્રીટમેન્ટ જટિલ છે.
ટ્રીટમેન્ટમાં કેન્સરના ખૂબ નાના સેલ્સ પણ ઓળખી શકાશે
અધ્યયનકર્તાઓનું કહેવું છે કે થેરપીમાં કેન્સરના નાના સેલ્સ અંધારામાં ઝડપથી ચમકશે. ડૉક્ટર તેમને જોઈને સરળતાથી કાઢી શકશે. એક્સપર્ટનું કહેવું છે કે, અત્યાર સુધી જે થેરપી હતી, તેમાં કેન્સર સેલ્સ બોડીમાં રહી જતા હતા. તેના કારણે દર્દીનો ઓછા સમયમાં મરવાનો ખતરો રહેતો. પરંતુ ફોટો ઇમ્યૂનોથેરપીમાં દર્દી લાંબા સમય સુધી જીવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.