તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેનેડામાં હવે એક રહસ્યમય મગજની બીમારીના 40થી વધારે કેસ સામે આવ્યા છે. સીબીસી રિપોર્ટ પ્રમાણે આ બીમારીના કારણે અત્યાર સુધી દેશમાં 5 લોકોના મોત થયા છે. આ બીમારીની ખતરનાક બ્રેન ડિસઓર્ડર ક્રૂજફેલ્ડ-જેકબ (સીજેડી) નામની બીમારીથી મળતી દર્શાવવામાં આવી છે.
નોંધનીય છે કે, હમણાંથી અહીં ગાયમાં બોવાઈન સ્પોજીફોર્મ ઈનસેફેલોપેથી (બીએસઈ)ની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. આ મગજની બીમારી ગાયની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે. આ બીમારી પ્રાયોન નામના પ્રોટીનથી ફેલાય છે. તેના કારણે ગાય નર્વસ અથવા હિંસક બની જાય છે. તેને સરળ ભાષામાં ગાયને પાગલ કરતી બીમારી પણ કહેવામાં આવે છે. સીજેડી આ બીમારીનું જ વેરિયન્ટ છે.
એટલે કે કોઈ વ્યક્તિ બોવાઈન સ્પોજીફોર્મ ઈનસેફેલોપેથી (બીએસઈ) પીડિત ગાયનું માસ ખાય છે તો તેનામાં સીજેડી વેરિયન્ટ આવી શકે છે. સીબીસીના રિપોર્ટ પ્રમાણે આ રહસ્યમય બીમારીનો પહેલો કેસ 2015માં નોંધાયો હતો. ત્યારપછીથી હવે આ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020માં આ બીમારીથી 24 લોકો પીડિત થયા છે. જ્યારે આ વર્ષના પહેલાં ત્રણ મહિનામાં જ 6 નવા કેસ નોંધાઈ ચૂક્યા છે.
કેનેડાના શહેર હર્ટરેન્ડના મેયર વોન ગોડિને આ બીમારી વિશે વાત કરતાં જણાવ્યું છે કે, કોરોના પછીથી લોકો આ બીમારી વિશે વધારે ચીંતીત છે. લોકો પુછી રહ્યા છે કે, શું આ રોગ ઉંદરથી ફેલાય છે? અથવા હરણથી? અથવા અન્ય કોઈ પ્રાણીથી? શું કોરોનાની જેમ આ બીમારીમાં પણ ઘણાં ઉપાય કરવા પડશે? આવા ઘણાં સવાલો લોકોના મનમાં છે.
કેનેડાના ન્યૂ બ્રૂનસ્વીક શહેરના હેલ્થ અધિકારીઓ આ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે 43 લોકોને આ બીમારી કેવી રીતે થઈ. નોંધનીય છે કે, સીજેડી વેરિયન્ટની હાલ કોઈ સારવાર નથી. 1996માં સૌ પ્રથમ સીજેડીનો કેસ એક બ્રિટિશ બાળકમાં આવ્યો હતો. આ બાળકનું મોત બીફ બર્ગર ખાવાના કારણે થયું હતું.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.