ભાસ્કર વિશેષ:કમ્બોડિયા : 1000 કલાકૃતિઓ ચોરનાર પોલીસનો સહયોગી બન્યો, સ્કંદ-શિવ સહિત 45 મૂર્તિઓ સોંપી

વોશિંગ્ટન5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂર્તિઓનો લુટારો કેન્સરપીડિત ટિક ખમેર વારસો પરત આપવા માગે છે

દક્ષિણ પૂર્વ દેશ કમ્બોડિયાનાં ગીચ જંગલોમાં પુરાતત્વવાદીઓની સાથે લગભગ 70 વર્ષીય ટોઈક ટિક વારસાની શોધમાં લાગેલો છે. 70ના દાયકામાં ટિકે કમ્બોડિયાનાં જંગલોમાં બનેલા હજારો વર્ષ જૂના મંદિરમાંથી લગભગ 1000 મૂર્તિઓ ચોરી હતી.

આ મૂર્તિઓ ટિકે અમુક ડોલરોમાં દલાલોને વેચી મારી હતી. 90ના દાયકામાં મૂર્તિ ચોરીનો ધંધો છોડ્યા બાદ ટિકને કેન્સર થઇ ગયું. હવે ટિકે કમ્બોડિયાના આ વારસાને પરત આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે તે પુરાતત્વવાદીઓ સાથે એ સ્થળોએ જાય છે જ્યાંથી તેણે મૂર્તિઓ ચોરી હતી.

ટિકની યાદશક્તિ એટલી તેજ છે કે તેને આજે પણ એ જગ્યા યાદ છે જ્યાંથી તેણે ચોરી કરી હતી. ટિકની મદદથી અત્યાર સુધીમાં 100 મૂર્તિઓની ઓળખ થઇ ચૂકી છે જે તેણે ચોરી હતી અને હવે તે દુનિયાભરના પ્રસિદ્ધ મ્યુઝિયમમાં છે. તેમાં ન્યુયોર્કનું મેટ્રોપોલિટન મ્યુઝિયમ પણ સામેલ છે.

ટિકની સાક્ષીથી કમ્બોડિયા સરકારે અત્યાર સુધી દુનિયાભરના મ્યુઝિયમોમાંથી 45 મૂર્તિઓને દેશ પરત લાવવામાં સફળતા મેળવી છે. તેમાં સ્કંદ-શિવની પ્રસિદ્ધ મૂર્તિઓ સામેલ છે.

ખમેર સંસ્કૃતિનો પ્રસિદ્ધ નિષ્ણાત લેચફોર્ડ તેના પાસે ચોરીઓ કરાવતો હતો
ટિકે એક સનસનાટી મચાવતો ખુલાસો કર્યો છે. દુનિયાભરમાં કમ્બોડિયાની ખમેર સંસ્કૃતિનો નિષ્ણાત મનાતો ડગલસ લેચફોર્ડ ખરેખર ચોરીની મૂર્તિઓને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચનાર દલાલ હતો. ટિક જંગલોમાંથી મંદિરોના ફોટા પાડી લાવતો હતો.

આ તસવીરો જોયા બાદ લેચફોર્ડ નક્કી કરતો હતો કે કઈ મૂર્તિ ચોરી કરવી છે. 70ના દાયકામાં ગેરિલા સંગઠન ખમેર રુઝ સાથે જોડાયેલા રહેલા ટિકને અમુક ડોલર મળતા હતા. જોકે લેચફોર્ડ લાખો ડોલર કમાતો હતો.

અન્ય સમાચારો પણ છે...