તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • California's 4 Million Population Will Be Imprisoned At Home Over Christmas, Preparing For The Toughest Lockdown From The Rising Corona

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કેલિફોર્નિયામાં ક્રિસમસ પર 4 કરોડની વસતી ઘરમાં કેદ રહેશે, વધતા કોરોનાથી સૌથી કડક લૉકડાઉનની તૈયારી

ન્યૂયોર્ક4 મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • બહાર જવાનું, ખાવા-પીવાનું, રમત-ગમત બધું જ બંધ

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 4 કરોડની વસતી ક્રિસમસ દરમિયાન ઘરમાં બંધ થઈ શકે છે. અહીં સૌથી કડક લૉકડાઉનની તૈયારી ચાલી રહી છે. અમેરિકામાં 3 ડિસેમ્બરે સૌથી વધુ 2.18 લાખ કોરોના દર્દી મળ્યાં હતાં. એ દિવસે સૌથી વધુ 2918 લોકોના મોત પણ થયા હતા. કોરોના સંક્રમિત મામલે સૌથી પ્રભાવિત ટોચના 5 રાજ્યોમાં કેલિફોર્નિયા પણ સામેલ છે.

પશ્ચિમના દેશોમાં સૌથી મોટો તહેવાર
ગુરુવારે કેલિફોર્નિયામાં એક જ દિવસે 21825 કેસ નોંધાયા હતા. અન્ય રાજ્યની સરખામણીએ તે ઘણા વધુ છે. 145 મોતની સાથે કેલિફોર્નિયા દેશમાં 5મા ક્રમે હતું. લૉકડાઉન દરમિયાન બહાર હરવા-ફરવાનું, ખાવા-પીવાનું, રમત-ગમત બધુ જ બંધ કરાશે. સલૂન, બ્યુટીપાર્લર પણ બંધ રહેશે. પશ્ચિમના દેશોના સૌથી મોટા તહેવાર ક્રિસમસ અને નવા વર્ષ સમયે જ લૉકડાઉન જાહેર કરાય તેવી શક્યતા છે. લોસએન્જેલસમાં તો 3 સપ્તાહના લૉકડાઉનની શરૂઆત પણ થઈ ચૂકી છે. અમેરિકા કોરોના સંક્રમિતોની સંખ્યાની દૃષ્ટિએ ટોચ પર છે. બીજા ક્રમે ભારત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો