તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • By The End Of The Century, More Than 30% Of The Local Dialects Will Be Extinct, Putting The Knowledge Of Medicinal Plants At Risk.

ઝ્યૂરિચ યુનિવર્સિટીનું રિસર્ચ:સદીના અંત સુધીમાં 30%થી વધુ સ્થાનિક બોલીઓ લુપ્ત થશે, જેથી ઔષધીય છોડનું જ્ઞાન જોખમમાં

ઝ્યૂરિચ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદીઓ જૂના ઉપચારો ગાયબ થઇ જવાનું સંકટ

વિશ્વમાં ઔષધીય છોડ ટૂંક સમયમાં ગાયબ થવાનું જોખમ તોળાઇ રહ્યું છે, જેના કારણે સદીઓ જૂના કેટલાય ઉપચારનું જ્ઞાન સંકટમાં છે, કેમ કે વિશ્વના જુદા-જુદા ભાગોમાં સ્થાનિક બોલીઓ લુપ્ત થઇ જશે. આ કારણથી ઘણાં ઔષધીય છોડની માહિતી ફરી ક્યારેય નહીં મળી શકે. ઝ્યૂરિચ યુનિવર્સિટીના રિસર્ચમાં આ માહિતી સામે આવી છે.

સંશોધન માટે ટીમે ભાષાકીય તથા જૈવિક વિવિધતાના આધારે ઉત્તર અમેરિકા, ઉત્તર-પશ્ચિમ અમેઝોનિયા અને ન્યૂ ગિનીમાં 230 સ્થાનિક બોલી સાથે જોડાયેલા 12 હજાર ઔષધીય છોડનો અભ્યાસ કર્યો. ટીમને જણાયું કે ઉત્તર અમેરિકામાં 73% ઔષધીય જ્ઞાન માત્ર એક ભાષામાં, ઉત્તર-પશ્ચિમ અમેઝોનિયામાં 91% અને ન્યૂ ગિનીમાં 84% જ્ઞાન માત્ર એક જ ભાષામાં જોવા મળે છે.

ડૉ. રોડ્રિગો કહે છે કે બોલીઓ લુપ્ત થવાથી ઔષધીય છોડનું પરંપરાગત જ્ઞાન ખતમ થવા ઉપરાંત આખી સિસ્ટમને પણ અસર થશે, કેમ કે આપણે તેના સંરક્ષણ માટે કંઇ ખાસ નહીં કરી શકીએ. બોલીઓમાં પ્રકૃતિમાં મળતા ઔષધીય છોડનું જ્ઞાન મોટા પ્રમાણમાં હોય છે.

તેથી સ્થાનિક બોલીઓ લુપ્ત થવાથી કયા છોડને શું કહે છે અને તેની વિશેષતા શું છે તે જણાવનારું કોઇ નહીં મળે. યુએનના જણાવ્યા મુજબ વિશ્વમાં 7,400 ભાષામાંથી 30%થી વધુ આ સદીના અંત સુધીમાં લુપ્ત થઇ જવાની આશંકા છે.

2022થી 32 સ્વદેશી બોલીઓનો આંતરરાષ્ટ્રીય દાયકો
હાલ બોલાતી 1,900થી વધુ સ્થાનિક બોલીઓના ઓછામાં ઓછા 10 હજાર વક્તા છે. યુએને 2022થી 32ને સ્વદેશી બોલીઓનો આંતરરાષ્ટ્રીય દાયકો જાહેર કર્યો છે. કેન્ટ યુનિ.ના માનવવિજ્ઞાની અને સંરક્ષણવાદી ડૉ. જોનાથન લોહ કહે છે કે સ્થાનિક બોલીઓમાં અજ્ઞાત ઔષધિઓનું મૂલ્યવાન જ્ઞાન હોઇ શકે છે. દેશી બોલી એકવાર ખોવાઇ જાય તો ફરી ક્યારેય પાછી નથી મળતી.

અન્ય સમાચારો પણ છે...