• Gujarati News
  • International
  • By Recording Voice Companies Will Know Your Mood, Personality feelings, All This Data Will Open A New Way Of Earning Them.

ભાસ્કર વિશેષ:અવાજ રેકોર્ડ કરી કંપનીઓ તમારો મૂડ, વ્યક્તિત્વ-લાગણીઓ જાણી લેશે, આ બધા ડેટાથી તેમની કમાણીનો નવો રસ્તો ખોલશે

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું નેક્સ્ટ લેવલ, જોકે, પ્રાઈવસી સામે સવાલ ઉઠ્યા

તમે કોઈ માહિતી કે ફરિયાદ માટે જ્યારે કોલ સેન્ટરમાં ફોન કરો છો તો કોલ સેન્ટરનો કર્મચારી તમને કહે છે કે, ટ્રેનિંગ અને ક્વોલિટી કન્ટ્રોલના ઉદ્દેશ્યથી આ કોલ રેકોર્ડ કરાઈ રહ્યો છે. હકીકતમાં તમારા અવાજથી કંપનીઓ ભવિષ્યમાં નફો રળી શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને નવા મુકામો પહોંચાડવામાં પણ તેની મહત્ત્વની ભૂમિકા છે.

કોલ સેન્ટર જ નહીં સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટફોન જેવા ડિવાઈસ પણ તમારા અવાજ અને તેના આરોહ-અવરોહને કેપ્ચ કરવા મથી રહ્યા છે. ભવિષ્યમાં તમારો અવાજ પણ તમારી બાયોમેટ્રિક ઓળખ બનશે. પર્સનલાઈઝ્ડ સેલિંગથી સંકળાયેલા વ્યવસાય જેમાં કેટલીક મોટી બ્રાન્ડ પણ સામેલ છે, એ દિશામાં કામ કરી રહ્યા છે કે તમારા અવાજ દ્વારા કેવી રીતે તમારી લાગણીઓ ઓળખી શકાય અને તેના અનુસાર ડીલ કરી શકાય. ઉદાહરણ તરીકે, તમે કોઈ મોટી રેસ્ટોરન્ટમાં સીટ રિઝર્વ કરવા ફોન કરો છો, પરંતુ તેની વોઈસ એનાલિસિસ સિસ્ટમ તમારા અવાજ દ્વારા નિષ્કર્ષ કાઢે છેકે, તમે તેના રેસ્ટોરન્ટમાં ડિનર કરનારા લોકોની શ્રેણીમાં આવો છો કે નહીં. એ જ રીતે કોઈ સ્કૂલ કોઈ વિદ્યાર્થીને સ્પેશિયલ કોર્સમાં પ્રવેશ આપવાનો એટલા માટે ઈનકાર કરી દે છે, કેમકે વોઈસ એનાલિસિસમં ખબર પડે છે કે, એ વિદ્યાર્થી તે વિષય માટે ગંભીર નથી. કસ્ટમર એજન્ટ સાથેની વાતચીતમાં આ બાયોમેટ્રિક ટેક્નોલોજી તમને તણાવગ્રસ્ત બતાવે છે તો બની શકે કે, ખરીદી પર થોડું વધારાનું ડિસ્કાઉન્ટ મળી જાય, ખાસ કરીને ત્યારે જ્યારે કંપનીના રિકોર્ડમાં તમે વધુ ખર્ચ કરનારા તરીકે નોંધાયેલા છો. ટૂંકમાં જ કંપનીઓ તમારા અવાજ દ્વારા વજન, ઊંચાઈ, જાતિ, વર્ણ જેવી અનેક બાબતો જાણી લેવા સક્ષમ હશે.

ગૂગલની નવી ટેક્નોલોજી ઉંમર અને લિંગનું પણ અનુમાન લગાવી લે છે
વોઈસ સિગ્નેચરના આધારે પેટન્ટ થયેલી ગૂગલની સર્કિટરી ઉંમર અને લિંગનું અનુમાન લગાવે છે. માતા-પિતા પોતાનાં બાળકોની ગતિવિધિઓ પર નિયંત્રણ માટે તેનો ઉપયોગ કરી શકે છે. એમેઝોનનો દાવો છે કે, તેનો હેલો રિસ્ટ બેન્ડ બીજા સાથે વાતચીત દરમિયાન તમારી ભાવનાત્મક સ્થિતિને ઓળખી શકે છે. અનેક હોટલોએ પોતાના રૂમમાં એમેઝોન અને ગૂગલ ડિવાઈસ ફીટ કર્યા છે. કન્સ્ટ્રક્શન કંપનીઓ પણ નવા ઘરોમાં એમેઝોનની એલેક્સા અને ગુગલ આસિસ્ટન્ટને દીવાલોમાં ફીટ કરી રહી છે. જોકે, તેમાં અનેક સામાજિક અને પ્રાઈવસી સાથે સંકળાયેલા સવાલ ઊભા થઈ શકે છે, જેનો જવાબ પહેલા શોધવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...