• Gujarati News
  • International
  • India Is Buying Oil From Russia, Giving Relief To The People, Not Bowing To US Pressure; Mary Said Stay There

ઇમરાન ખાને ભારતની પ્રશંસા કરી:કહ્યું-ભારત રશિયા પાસે ઓઇલ ખરીદી પ્રજાને રાહત આપી રહ્યું છે, અમેરિકાના દબાણ સામે ઝૂક્યું નહીં; મરિયમે કહ્યું, ત્યાં જતા રહો

3 મહિનો પહેલા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતની પ્રશંસા કરી છે. ઈમરાને કહ્યું હતું કે ભારતે ફરી એકવાર વિશ્વને દેખાડી દીધું છે કે તે કોઈના દબાણ સામે ઝૂકતું નથી. દુનિયામાં ઈંધણ મોંઘું થઈ રહ્યું છે તેમ છતાં ભારત સરકારે પોતાના નાગરિકોને મોટી રાહત આપી છે. ભારત ક્વાડનો સભ્ય દેશ છે અને એમ છતાં તે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે.

આ પ્રથમ વખત નથી, જ્યારે ઈમરાને મોદી સરકારના નિર્ણયોની પ્રશંસા કરી હોય. સત્તામાં આવ્યા બાદ ઇમરાને અનેક રેલીઓમાં ભારતની સ્વતંત્ર વિદેશનીતિનાં વખાણ કર્યા હતા. ખાને તો ત્યાં સુધી કહ્યું કે ભારત ભલે આપણો દુશ્મન દેશ હોય, પરંતુ આપણે તેની સારી નીતિઓથી શીખવું જ જોઈએ.

ખાને શું કહ્યું હતું
કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. આ સાથે પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે.

આ અંગે ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. કહ્યું- ભારત ક્વાડનું સભ્ય છે. તેના પર અમેરિકાનું દબાણ છે. તેમ છતાં તે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યો છે અને પોતાના નાગરિકોને રાહત આપી રહ્યો છે. મારી સરકાર પણ ભારતની તર્જ પર સ્વતંત્ર વિદેશનીતિ ઇચ્છતી હતી અને તેના પર કામ કરી રહી હતી. આજે જે સરકાર છે તે ખોટા દાવા કરીને ફરે છે. અર્થતંત્ર બરબાદ થઈ ગયું છે.

મરિયમ નવાઝે ઈમરાનને જવાબ આપ્યો
ઇમરાને ભારતના વખાણ કર્યા તો શાસક ગઠબંધન સરકારના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની દીકરી મરિયમે ખાન પર નિશાન સાધ્યું હતું. મરિયમે કહ્યું- ખાન સાહેબ, આ દિવસોમાં ભારતની પ્રશંસા કરતા ફરે છે. હું તેમને એટલું જ કહીશ કે જો તેમને ભારત એટલું જ ગમે છે તો તેમણે ત્યાં જવું જોઈએ.