ભાસ્કર એક્સપ્લેઇનર:ટિ્વટર પોઇઝન પિલથી મસ્કને રોકવામાં વ્યસ્ત, તેનાથી અનેક કેસનો સામનો કરવો પડી શકે છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મસ્કના પ્રસ્તાવથી કંપની બેચેન, ડીલ રોકવા પ્રયાસરત

વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઇલોન મસ્ક ટિ્વટરને ખરીદવાની ઓફર કરી ચૂક્યા છે. થોડાક દિવસ પહેલાં મસ્કે તેમાં 9.2% હિસ્સેદારી ખરીદી હતી, જે ટિ્વટરની સૌથી મોટી ખાનગી ભાગીદારી છે. મસ્કને ટિ્વટરની ખરીદી કરતા રોકવા માટે ટિ્વટર પોઇઝન પિલનો ઉપયોગ કરી રહી છે. ચાલો પોઇઝન પિલ અને તેનાથી જોડાયેલા સવાલોના જવાબ વાંચીએ...

પ્રશ્નઃ શું છે પોઇઝન પિલ, તે શું કરે છે?
જવાબઃ આ કોઇ ટાર્ગેટ કંપની દ્વારા ઉપયોગમાં લેવાતી રક્ષા રણનીતિ છે, જેથી કોઇ કંપની દ્વારા અન્ય કંપનીના દુર્ભાવનાપૂર્ણ ટેકઓવરને રોકી શકાય. આ પદ્વતિનો ઉપયોગ કંપની સમક્ષ ટેકઓવર થનારી કંપનીને ઓછી આકર્ષક પ્રસ્તુત કરવા માટે થાય છે. પોઇઝન પિલ હાલના શેરધારકોને ડિસ્કાઉન્ટ પર વધુ શેર ખરીદવાનો અધિકાર આપે છે, જેનાથી નવી કંપનીની માલિકીનાં હિતોને પ્રભાવી રૂપે ઓછા કરી શકાય.

પ્રશ્નઃ પોઇઝન પિલનો સૌથી પહેલા ક્યારે ઉપયોગ થયો?
જવાબઃ પોઇઝન પિલનો વિકલ્પ 80ના દાયકામાં સામે આવ્યો હતો. એ સમયે પબ્લિક કંપનીઓને કબજે કરવાના પ્રયાસો કરાતા હતા.

પ્રશ્નઃ શું આ વાટાઘાટો માટે પણ બહેતર ટૂલ છે?
જવાબઃ પોઇઝન પિલ્સનો ઉપયોગ નેગોશિયેશન માટે પણ કરી શકાય છે, જેનાથી બિડર્સને ડીલને વધુ હળવી કરવા માટે પણ તૈયાર કરવામાં આવી શકે છે. બોર્ડ વધુ કિંમત લગાવવા ઇચ્છે છે તો પોઇઝન પિલ્સથી આવું શક્ય બને છે.

પ્રશ્નઃ પિલના ઉપયોગનું કોઇ શ્રેષ્ઠ ઉદાહરણ?
જવાબઃ સોફ્ટવેર કંપની ઓરેકલ અને પીપલ સોફ્ટની વચ્ચેની તકરાર. ઓરેકલે પીપલ સોફ્ટને જૂન 2003માં 510 કરોડ ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી. બંને કંપનીઓ વચ્ચે 18 મહિના સુધી તકરાર ચાલી હતી. પીપલ સોફ્ટે ટેકઓવરથી બચવા માટે પોઇઝન પિલ્સના ઉપયોગની સાથે એક કસ્ટમર એશ્યોરન્સ પ્રોગ્રામ પણ તૈયાર કર્યો.

પ્રશ્નઃ પોઇઝન પિલથી કાનૂની અડચણો વધી શકે , મસ્ક પાસે શું વિકલ્પ છે?
જવાબઃ હા, તેનાથી અનેક કેસનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. શેરધારકો દ્વારા પણ આ કેસ કરવામાં આવી શકે છે. મસ્ક પહેલાં જ સંકેત આપી ચૂક્યા છે કે જો પ્રસ્તાવને ફગાવાશે તો તે કેસ દાખલ કરશે.

અન્ય સમાચારો પણ છે...