હથિયારનો વેપાર:પાકિસ્તાન - અફઘાનિસ્તાન બોર્ડર પર હથિયારોનું ‘બુશ બજાર’ ફરી શરૂ

પેશાવર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાટો સેનાઓની વાપસી બાદ તેજી આવવાની આશા
  • અમેરિકી હથિયારોની કોપી પણ સરળતાથી મળી રહે છે, દર્રા આદમ ખેલમાં ઘેર-ઘેર ફેક્ટરી

અફઘાનથી અમેરિકી નેતૃત્વ હેઠળની નાટો સેનાની વાપસી બાદ હથિયારોનો બિઝનેસ ફરી શરૂ થઈ ગયો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 2600 કિ.મી. લાંબી સરહદની બંને બાજુ હથિયારના વેપારીઓએ તેમના કોન્ટેક્ટનો ફરી સંપર્ક સાધવાની શરૂઆત કરી છે.

ખૈબરપખ્તૂનખ્વાં સાથે સંકળાયેલા આ વિસ્તારમાં અમેરિકી એમ-4 પિસ્તોલ હોય કે પછી અન્ય કોઈ હથિયાર, ઓર્ડર આપતા જ હાથો-હાથ ડિલિવરી મળી જાય છે. અહીંના સોદાગરો પાસે ચીનથી આવનારાં હથિયાર અને દર્રા આદમ ખેલમાં પોતાની ફેક્ટરીમાં બનતાં હથિયારો પણ છે.

તેને પાક.-અફઘાન બોર્ડર પર બુશ બજારમાં વેચવામાં આવે છે. 2001માં જ્યારે અમેરિકાએ અફઘાનમાં સેના મોકલી હતી ત્યારથી તેનું નામ ‘બુશ બજાર’ પડી ગયું હતું. હવે તેને સિતારા-જહાંગીર બજારના નામે ઓળખાય છે.

વીડિયો કોલ પર બુકિંગ, ખૂબ જ ઓછા સમયમાં ડિલિવરી
પાક.-અફઘાન બોર્ડર પ હથિયાર વેચનારા અહેમદ આજકાલ તેમના સ્માર્ટફોન પર વીડિયો કોલ કરી બુકિંગ કરે છે. અહેમદ કહે છે કે જે પણ હથિયારની ડિમાન્ડ થાય તેને અમે ગ્રાહકને ખૂબ જ ઓછા સમયમાં ઉપલબ્ધ કરાવીએ છીએ. લગભગ બે દાયકાથી હથિયારોના બિઝનેસ સાથે સંકળાયેલા અહેમદ કહે છે કે આવનારા દિવસોમાં વધુ તેજી આવવાની આશા છે.

મેડ ઈન ચાઈના હથિયાર પણ બજારમાં, સસ્તા પણ એ વિશ્વસનીય નથી
હથિયારોના એક સપ્લાયર ખાલિદ કહે છે કે બુશ બજારમાં અમેરિકી હથિયારો સહિત ચીનનાં હથિયારો પણ ઉપલબ્ધ છે. તે કહે છે કે લગભગ બે દાયકા અગાઉ સુધી સોવિયેત હથિયારો પણ વેચવામાં આવતા હતાં પણ હવે તે મળતાં નથી. હવે ચીનનાં હથિયાર બુશ બજારમાં સરળતાથી મળી રહી છે અને તે સસ્તા છે પણ વિશ્વસનીય નથી.

કરાચીથી અફઘાન આવતાં કન્ટેનરો પર્વતીય વિસ્તારોમાં લૂંટી લેવાતા હતાં
નાટો સેનાઓ અફઘાનમાં તહેનાત હતી તે સમયમાં હથિયારોનો જથ્થો કરાચીમાં પહોંચાડાતો હતો. અહીંથી કન્ટેનરોમાં ભરીને રોડથી ખૈબરપખ્તૂનખ્વાં થઈને અફઘાનના નાટો બેઝ પર પહોંચાડાતાં હતાં. આ માર્ગ પર ઘાત લગાવી કન્ટેનરોને લૂંટી લેવાતા હતા. અનેકવાર તો નાટો બેઝ પર પહોંચનારાં કન્ટેનર અડધા હોય કે પહોંચે જ નહીં.

અન્ય સમાચારો પણ છે...