તુર્કીમાં ભયંકર અકસ્માત:કાર ક્રેશમાં ઘાયલ લોકોને બચાવી રહેલી ટીમ પર બસ ફરી વળી, 34ના મોત

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તુર્કીમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો છે. અહીંના ગાઝિયનતાપ શહેરમાં શનિવારે એક કાર પલટી ગઈ હતી. તેમા ચાર લોકો સવાર હતા અને તેઓને ઈજા થઈ હતી. ઘટનાસ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી હતી. તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. કારમાં રહેલા ઘાયલ લોકોને પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

આ સમયે આવી રહેલી બસ બેકાબૂ બની ગઈ અને તે ત્યાં હાજર લોકો ઉપર ફરી વળી હતી. થોડાવાર તો કોઈને સમજાયું નહીં કે આ શું થયું. આ બસે લોકો સાથે અનેક વાહનોને પણ હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 34 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે.