તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિમ જોંગની કમાલ:ઉત્તર કોરિયામાં 10 દિવસમાં આધુનિક ગામ ઊભું કરી દીધું

પ્યોંગયાંગ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડામાં નષ્ટ થયેલ ગામ ફરી બેઠું કર્યું. - Divya Bhaskar
વાવાઝોડામાં નષ્ટ થયેલ ગામ ફરી બેઠું કર્યું.

ઉત્તર કોરિયાની કુમચોન કાઉન્ટીમાં મોડર્ન સોશિયાલિસ્ટ ફોર્મ વિલેજ બનાવાયું હતું. ચાલુ મહિનાની શરૂઆતમાં આ કાઉન્ટીના કંગબુક રિ કસ્બામાં ભીષણ વાવાઝોડાને લીધે 100થી વધુ ઘર ખેદાનમેદાન થઈ ગયાં હતાં તેના લીધે હજારો લોકો વિસ્થાપિત થયા હતા. ત્યારે દેશના શાસક કિમ જોંગ ઉને સેનાના એન્જિનિયર વિભાગને બેઘરો માટે કંગબુક રિમાં આધુનિક ગામ વસાવવાનો આદેશ આપ્યો.

લોકો રહેવા પણ આવી ગયા.
લોકો રહેવા પણ આવી ગયા.

સેનાના એન્જિનિયરોએ આ ગામનાં તૂટેલાં મકાનોનું 10 જ દિવસમાં પુન:નિર્માણ કરી દીધું. આટલું જ નહીં તેને આધુનિક સ્વરૂપ પણ આપ્યું. આ દરમિયાન કિમ જોંગ ઉન કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. હ્યાંગે પ્રાંતના પ્રશાસક પાક ચાંગ હોએ ગુરુવારે ગામનું ઉદઘાટન કર્યુ હતું જેમાં સેંકડો લોકો પહોંચ્યા હતા. સરકારી મીડિયાએ પહેલી વખત સંપૂર્ણ ગામની તસવીરો જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...