તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૈન્ય અભિયાન પૂર્ણ:અંતિમ ફ્લાઈટ સાથે બ્રિટિશ સૈનિકોએ કાબુલ છોડ્યું, બે દાયકા ચાલેલુ મિશન સમાપ્ત થયું

કાબુલએક મહિનો પહેલા
  • વડાપ્રધાન બોરિસ જોનસને નીકળવમાં સફળ લોકોને વીર કહીને સંબોધિત કર્યા
  • છેલ્લા બે સપ્તાહમાં લગભગ 15000 લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા

યુનાઈટેડ કિંગડમ(UK)એ અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા સૈન્ય અભિયાન સમાપ્ત કર્યું છે. તેના ભાગરૂપે આજે અંતિમ બ્રિટિશ સૈનિકોને કાબુલ એરપોર્ટ પરથી બહાર કાઢવામાં આવ્યા છે. UKના વડાપ્રધાન બોરિસ જોનસને નીકળવમાં સફળ લોકોને વીર કહીને સંબોધિત કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે દેશમાંથી બ્રિટિશ સૈનિકોનો અંતિમ કાફલો નીકળવો તે એક એવી પળ છે, જે આપણને બતાવે છે કે છેલ્લા બે દાયકામાં આપણે શું બલિદાન આપ્યું અને શું પ્રાપ્ત કર્યું. એવો અંદાજ ન હતો કે બ્રિટન આટલી મોટી સંખ્યામાં લોકોને બહાર કાઢશે.

લગભગ 15000 લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા
બ્રિટને છેલ્લા બે સપ્તાહમાં લગભગ 15000 બ્રિટન અને અફઘાન નાગરિકોને કાઢ્યા છે. આ અભિયાનમાં બ્રિટને એક હજાર સૈનિકો, રાજદૂત અને અન્ય કર્મચારીઓ સાથે કામ કર્યું છે. અફઘાનિસ્તાનમાં બ્રિટનના રાજદૂત લોરી બ્રિસ્ટોએ શનિવારે જણાવ્યું કે ઓપરેશન પિટિંગ શરૂ થયા પછીથી લગભગ 15000 બ્રિટિશ નાગરિકો, અફઘાની કર્મચારીઓ અને અન્ય જોખમવાળા લોકોને કાબુલમાંથી કાઢવામાં આવ્યા છે.

અમેરિકાએ 1 લાખથી વધુ લોકોને નીકળવામાં મદદ કરી
વ્હાઈટહાઉસે શુક્રવારે જણાવ્યું કે 26 ઓગસ્ટની સવારે લગભગ 3 વાગ્યે કાબુલમાંથી લગભગ 12500 લોકોને કાઢવામાં આવ્યા છે. 35 અમેરિકન સૈન્ય વિમાન દ્વારા લગભગ 8500 લોકોને કાઢવામાં આવ્યા અને સહયોગી ઉડાનોના માધ્યમથી લગભગ 4000 લોકોને કાઢવામાં આવ્યા. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે 14 ઓગસ્ટથી અમેરિકા લગભગ એક લાખ પાંચ હજાર લોકોને કાઢી ચૂક્યું છે અથવા તો નીકળવામાં મદદ કરી છે. જુલાઈના અંત સુધીમાં અમે લગભગ એક લાખ 10 હજાર 600 લોકોને બીજી જગ્યાએ પહોંચાડી ચુક્યા છે.

કાબુલ હુમલામાં ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃત્યુ
ગુરુવારે કાબુલ એરપોર્ટ પર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા 100થી વધુ લોકોમાં ત્રણ બ્રિટનના નાગરિક પણ સામેલ હતા, તેમાં બાળક પણ હતું. યુકેના વિદેશ સચિવ ડોમિનિક રાબે શુક્રવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે બે બ્રિટિશ નાગરિકો અને એક બ્રિટિશ બાળકના મૃત્યુના સામાચાર સાંભળીને ખુબ દુઃખી છું.

અન્ય સમાચારો પણ છે...