તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • British Queen's Granddaughter Zara Tyndall Could Not Reach The Hospital For Delivery; Gave Birth To Son In Bathroom

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિટનના શાહી પરિવારમાં નવા મહેમાન:ડિલીવરી માટે હોસ્પિટલ ના પહોંચી શકી મહારાણીની પૌત્રી, બાથરૂમમાં આપ્યો દીકરાને જન્મ

2 મહિનો પહેલા
જારા ટિંડલ મહારાણી એલિઝાબેથની દીકરી રાજકુમારી એન અને ઈંગ્લેન્ડના પૂર્વ રગ્બી ખેલાડી માઈકલ ટિંડલની દીકરી છે- ફાઈલ ફોટો
  • શાહી પરિવારના નવા મહેમાન લુકાસ ઉત્તરાધિકારીની લાઈનમાં 22માં નંબરે છે

બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેઠ-2ની પૌત્રી જારા ટિંડલે દીકરાને જન્મ આપ્યો છે. જારા સમયસર હોસ્પિટલ ના પહોંચી શકી તેથી તેણે ઘરે બાથરુમમાં જ ડિલીવરી કરવી પડી હતી. દીકરાનું નામ લુકાસ ફિલિપ ટિંડલ રાખવામાં આવ્યું છે. જારા ટિંડલ 94 વર્ષના મહારાણી એલિઝાબેથનીદીકરી રાજકુમારી એન અને ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માઈકલ ટિંડલની દીકરી છે.

મહારાણીને દસમાં ગ્રેટ ગ્રાન્ડ ચાઈલ્ડને મળવાની રાહ
બંકિધમ પેલેસના સ્પીકરે જણાવ્યું કે, મહારાણી અને ડ્યૂટ ઓફ એડિનબર્ગ બાળકના જન્મના ન્યૂઝ મળતા ખુબ ખુશ છે. તેઓ તેમના દસમાં ગ્રાન્ડ ચાઈલ્ડને મળવાની રાહ જોઈ રહ્યા છે.

ઉત્તરાધિકારીની લાઈનમાં 22માં છે લુકાસ
શાહી પરિવારના નવા મહેમાન લુકાસ ફિલિપ ટિંડલનું મિડલ નામ તેમની માતા જારાના દાદા રાજકુમાર ફિલિપ અને માઈકના પિતાના નામ પર રાખવામાં આવ્યું ચે. લુકાસ, બ્રિટેનના સિંહાસનના ઉત્તરાધિકારીની લાઈનમાં 22માં નંબરે છે. તે જારા ટિંડલનું ત્રીજુ સંતાન છે. લુકાની બે બહેનો મિયા અને લીન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો