તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઈલન્ટ વોરિયર:બ્રિટિશ યુવક રમઝાન મહિનાના ઉપવાસમાં પણ ચેરિટી માટે એક મહિનામાં 260 કિમી દોડશે

લંડન10 મહિનો પહેલા
 • તેણે રોજ 10 કિલોમીટર દોડવાનો ટાર્ગેટ રાખ્યો છે
 • હરૂને થોડા જ દિવસોમાં અડધું ફંડ ભેગું કરી લીધું
 • ફંડમાં મળેલી રકમ તે બ્રિટિશ મુસ્લિમ ચેરિટીને દાન કરશે
 • હરૂન ચાર દેશની મેરેથોનમાં ભાગ લેવાનો હતો

હાલ પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન બ્રિટનમાં કોવેન્ટ્રી શહેરના યુવકે ચેરિટી માટે 260 કિલોમીટર દોડવાનું નક્કી કર્યું છે. હરૂન મોટા નામનો યુવક ફંડમાં આવેલા રૂપિયા બ્રિટિશ મુસ્લિમ ચેરિટીને દાન કરશે. આ મદદ કોરોના કાળમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મળશે. તેનો ટાર્ગેટ 25 હજાર યુરો ભેગા કરવાનો છે, પણ થોડા સમયમાં જ તેણે અડધા યુરો તો ભેગા કરી લીધા છે. 

હરૂને 5 અઠવાડિયાંમાં ચાર દેશની મેરેથોનમાં ભાગ લેવા માટે પ્લાન બનાવ્યો હતો. કોરોના વાઇરસ અને લોકડાઉનને લીધે તેની આ મેરેથોન કેન્સલ થઇ. ત્યારબાદ તેનું ધ્યાન ફંડ રેઝિંગ ચેલેન્જ પર ગયું. હરૂને કોરોના ટાઈમમાં દોડીને લોકો માટે ફંડ ભેગું કરવાનું નક્કી કર્યું

‘રમઝાન મહિનામાં દોડવું એ એક મોટું ચેલેન્જ છે’
હરૂનને  એક મહિનામાં 260 કિલોમીટરનું અંતર કાપવાનો ટાર્ગેટ આપ્યો છે. આ માટે રોજ તેને 8.7 કિલોમીટરનું અંતર કાપવું પડશે, પણ તે હાલ 10 કિમીની ગણતરી કરીને દોડી રહ્યો છે.  હરૂને કહ્યું કે, રમઝાન મહિનામાં દોડવું એ એક મોટું ચેલેન્જ છે, કારણ કે આ સમયે તમારે રોજ 16 કલાકનો ઉપવાસ કરવાનો હોય છે.  હું જ્યારે દોડું છું ત્યારે મને ઘણી તરસ લાગે છે, પણ તે સમયે હું એક જ વસ્તુ વિચારું છું કે આ દુનિયામાં લાખો લોકો એવા છે જેમને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. જરૂરિયાતમંદ લોકોને યાદ કરું છું તો મારી હિંમત વધી જાય છે. 

મેરેથોનની પ્રેક્ટિસ માટે હરૂન ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધી 800થી વધારે કિલોમીટર દોડી ચૂક્યો છે. હાલ તેણે ઉપવાસની સાથે પોતાની ટ્રેનિંગ ચાલુ રાખી છે. તેને આશા છે કે, ફંડથી તે જરૂરિયાતમંદ લોકોની ચોક્કસથી મદદ કરી શકશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો