તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમુદ્રમાં વ્હેલનું હિંસક સ્વરૂપ:બ્રિટનના જહાજનો સમુદ્રમાં 30 જેટલી હિંસક વ્હેલે આશરે બે કલાક સુધી પીછો કર્યો, વીડિયો વાઇરલ થયો

3 મહિનો પહેલા
  • નિષ્ણાતોનું કહેવું છે કે ભૂતકાળમાં કોઈ બોટને લીધે કેટલીક વ્હેલ પૈકી એક વ્હેલને ઈજા પહોંચી હશે અથવા ભોગ લેવાયો હશે

બ્રિટિશ યાટ ક્રૂ પર જિબ્રાલ્ટર નજીક તેમના જહાજ પર 30 જેટલી હિંસક વ્હેલે હુમલો કર્યો હતો. આ હિંસક વ્હેલના વીડિયો-ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એ જહાજનો સતત પીછો કરી રહી છે અને સમુદ્રના પાણીની સપાટી ઉપરથી અંદર સતત છલાંગ લગાવી રહી છે. આ માછલી બોટથી એક મીટર કરતાં પણ ઓછા અંતરે પાણીની ઉપર બન્ને બાજુએ હુમલો કરી રહી હોય એ રીતે જહાજનો પીછો કરી રહી હતી. હિંસક વ્હેલના આ ઝુંડે આશરે બે કલાક સુધી એની આજુબાજુ સતત હુમલા કર્યા હતા.

આ સંજોગોમાં જર્મનીની માલિકીની લક્ઝરી યાટના રડારને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, આ સંજોગોમાં જિબ્રાલ્ટર પર સુરક્ષા માગવાની ત્રણ ક્રૂ-સભ્યોને ફરજ પડી હતી. કેન્ટના રેમ્સગેટથી મેઈનલેન્ડ ગ્રીક જઈ રહેલા લક્ઝરી સેઈલિંગ જહાજની ડિલિવરી પર કામ કરી રહેલા ત્રણ બ્રિટિશ નાગરિક પૈકી એક 45 વર્ષીય માર્ટિન ઈવાન્સે આ લડાઈનો વીડિયો બનાવ્યો હતો.

કમનસીબે આ તેની મંજિલ સુધી પહોંચી શકી ન હતી, કારણ કે એ ગિબ્રલતારમાં ફસાઈ ગઈ હતી. વીડિયો-ક્લિપ અંગે માહિતી આપતાં ઈવાન્સે વિગતવાર માહિતી આપી હતી કે આ હુમલો થયો ત્યારે આ ક્રૂ સ્પેનના કાંઠા વિસ્તારથી આશરે 25 કિમીના અંતરે સમુદ્રમાં હતી. વ્હેલે જ્યારે હુમલો કર્યો ત્યારે એન્જિનને બંધ કરવામાં આવ્યું હતું અને ધાતુથી બનેલા દોરડામાં વીજપ્રવાહ વહેતો કરવામાં આવ્યો હતો, જેથી વ્હેલનું આ ટોળાથી પીછો છોડાવી શકાય.

પરંતુ આ વ્હેલ માછલીઓ પર એની કોઈ જ અસર થઈ ન હતી. 27 વર્ષના નાથન જોન્સે જણાવ્યું હતું કે હું વિચાર કરતો હતો કે આ વ્હેલનો પીછો કેવી રીતે છોડાવું. જો બોટ ડૂબવા લાગશે તો અમારા જીવન પર જોખમ સર્જાઈ શકે છે અને અમે તેમનો શિકાર બની શકીએ છીએ.

અલબત્ત, અમને એ બાબત સમજી શક્યા નહીં કે શા માટે આ વ્હેલ અમારી પાછળ પડી હતી, પણ નિષ્ણાતોનું કહેવું છે કે ભૂતકાળમાં કોઈ બોટને લીધે કેટલીક વ્હેલ પૈકી એક વ્હેલને ઈજા પહોંચી હશે અથવા ભોગ લેવાયો હશે. આ સંજોગોમાં તમામ વ્હેલ દ્વારા આ પ્રકારે બદલો લેવાની યોજના કરી હતી અને એ ખૂબ જ ગુસ્સામાં હોઈ શકે છે. એ ડોલ્ફિન જેવી દેખાતી ન હતી, જે બોટની બાજુમાં આવી રહી હતી.