તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી સંદેશ:બ્રિટનના PM બોરિસ જોન્સને કહ્યું શ્રીરામે રાવણને હરાવેલો તેમ કોરોના સામે જીતીશું

લંડન10 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રિટિશ વડાપ્રધાને પોતાના દિવાળી સંદેશમાં કહ્યું કે અંધકાર પર પ્રકાશના વિજયનું આ પર્વ છે. અધર્મ પર ધર્મની જીતનું આ પર્વ છે. - Divya Bhaskar
બ્રિટિશ વડાપ્રધાને પોતાના દિવાળી સંદેશમાં કહ્યું કે અંધકાર પર પ્રકાશના વિજયનું આ પર્વ છે. અધર્મ પર ધર્મની જીતનું આ પર્વ છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે જે રીતે ભગવાન શ્રીરામ અને તેમનાં પત્ની સીતા બુરાઈના પ્રતીક સમાન રાવણને હરાવી પરત ફર્યા અને લાખો દીવાથી તેમનું સ્વાગત કરાયું હતું એવી જ રીતે આપણે પણ આ દિવાળીએ કોરોના વાઈરસને હરાવીને જીત મેળવીશું.

બ્રિટિશ વડાપ્રધાને પોતાના દિવાળી સંદેશમાં કહ્યું કે અંધકાર પર પ્રકાશના વિજયનું આ પર્વ છે. અધર્મ પર ધર્મની જીતનું આ પર્વ છે. પોતાના વર્ચ્યુઅલ દિવાળી સંદેશામાં જોન્સને આશા વ્યક્ત કરી હતી કે આપણે પણ કોરોના રોગચાળા સામે વિજય મેળવીશું. તેમણે લોકોને સહયોગ આપવા અપીલ કરી હતી. વાઈરસના વધી રહેલા સંક્રમણને કાબૂમાં લેવા ચાલુ સપ્તાહના પ્રારંભથી ઇંગ્લેન્ડમાં બીજા લૉકડાઉનની જાહેરાત કરાઈ છે જે 2 ડિસેમ્બર સુધી ચાલશે. લંડનમાં પોતાના નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી દિવાળી તહેવારની ઉજવણીનો તેમણે પ્રારંભ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...