તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૈજ્ઞાનિકોએ કોવિડ-19નો વધુ એક નવો સ્ટ્રેન પ્રકાશમાં આવ્યો હોવોનો ખુલાસો કર્યો છે. આ નવો સ્ટ્રેન ફિનલેન્ડમાં મળ્યો છે. ફિનલેન્ડના વૈજ્ઞાનિકો આ સ્ટ્રેનનું અસ્થાઈ નામ ફિન-796 એચ આપ્યું છે અને આ સ્ટ્રેનનો માત્ર એક મામલો પ્રકાશમાં આવ્યો છે. વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 11.08 કરોડને પાર પહોંચી ગઈ છે. 8 કરોડ 57 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 24 લાખ 51 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.
બોરિસ જોનસનને ગરીબ દેશોની ચિંતા
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને વિશ્વાસ આપ્યો છે કે તેમના દેશમાં જો સરપ્લસ વેક્સિન થઈ તો તેઓ તેને ગરીબ દેશોને જરૂરથી આપશે. જોનસનની આ નિવેદન આરી મહત્વપૂર્ણનું છે. ફ્ક્ત બે દિવસ પહેલા UN ચીફ એંટોનિયા ગુટેરેસે સ્પષ્ટ કહ્યું હતું કે શ્રીમંત દેશો પાસે વેક્સિનનો જરૂરિયાત કારના પણ વધુના ડોઝ ઉપલબ્ધ છે અને આ બાકીની દુનિયા ખાસ કરીને ગરીબ દેશો માટે જોખમભરેલો સંકેત છે. આ નિવેદનનું ડિપ્લોમેટિક અર્થ પણ છે. રશિયા અને ચીન વેક્સિન ડિપ્લોમેસી દ્વારા કેટલાક દેશોમાં દબદબો બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ચીન તો ગરીબ આફ્રીકી દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે.
જોનસને G7 દેશોના સમેંલેનમાં પણ આજ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે ગરીબ દેશોને વેક્સિન અપાવવી જોઈએ. આ બેઠકમાં જો બાઈડેન પણ હાજર હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ કહ્યું કે શ્રીમંત દેશોએ વેક્સિનના સ્ટોકનો પાંચ ટકા ભાગ ગરીબ દેશોને આપવો જોઈએ.
ગ્રીસમાં વેક્સિન પાસપોર્ટ
ગ્રીસ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો બ્રિટનના નાગરિકો તેમના દેશમાં આવવા માંગે છે તો તેમણે કોઈ જ વાંધો નથી, પરંતુ આ માટે તેમની પાસે વેક્સિન પાસપોર્ટ હોવો જરૂરી છે. વેક્સિન પાસપોર્ટનો અર્થ છે કેપ્રવાસીઓને ગ્રીસ પહોચતા પહેલા ઓનલાઈન ડૉક્યુમેન્ટ દ્વારા જણાવવું પડશે કે તેમણે વેક્સિનેશન કરાવી લીધું છે. તેમાં વેક્સિનના ડોઝ બાબતની જાણકારી પણ જનાવવી પડશે. આ પહેલા ડેન્માર્ક અને સ્વીડન પણ આ પગલું ભરી રહ્યું છે.
ઓકટોબર બાદ સૌથી ઓછા કેસ
ન્યૂઝ એજન્સી મુજબ, દુનિયામાં ઓકટોબર બાદ ગત મહિને સૌથી ઓછા કેસ સામે આવ્યા હતા. જો કે, આ સાથે ક એક એલર્ટ પણ સામે આવ્યું છે. WHOની ટેકનિકલ હેડ મારિયા વેણ કેરખોવે કહ્યું હતું કે- એવું બિલકુલ ન માનો કે આપણે સારા સમયમાં પહોંચી ગયા છીએ કે ખૂબ જ જલ્દીથી પહોંચીશું. આ સામાન્ય રાહત ભરેલું જ છે, તેનાથી વધુ બીજું કંઇ જ નથી. સંક્રમણ કોઈપણ સમયે ફરીથી વેગ પકડી શકે છે, અને એટલા માટે વેક્સિનેશન સાથે સતર્ક રહેવું પણ ખૂબ જ જરૂરી છે.
દુનિયાના આંકડાઓ પર નજર નાંખીએ તો મંગળવારે 3 લાખ 51 હજાર 335 કેસ સામે આવ્યા છે. આ છેલ્લા સેટ દિવસની સરેરાશ પણ છે. અમેરિકામા સંક્રમણની ગતિ ઓછી થતી જોવા મળી રહી છે. આ આંકડા બે લાખથી ઘટીને લગભગ 77 હજાર દરરોજ રહી ગયું છે. જેનું સૌથી મોટું કારણ ઝડપી વેક્સિનેશન છે.
વેક્સિન ફ્ક્ત 10 દેશોની પાસે
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ (UN secretary general) એંટોનિયો ગુટેરેસના જણાવ્યુ અમુસર દુનિયામાં 130 દેશ છે, જેમની પાસે કોરોનાની વેક્સિનનો સિંગલ ડોઝ પણ પહોંચ્યો નથી. જે ખૂબ જ અન્યાયભર્યું કહેવાય. સિક્યોરિટી કાઉન્સીલની બેઠક દરમિયાન ગુટેરેસે કહ્યું હતું કે, ખૂબ જ દુખ અને ગુસ્સો છે કે અમે દુનિયાના 130 દેશોને મહામારી સામે લડવા માટે વેક્સિનનો એક પણ દોખ આપી શક્યા નથી. જ્યારે, 10 દેશ એવા છે જ્યાં 75% વેક્સિનેશન અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે વેક્સિન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કેટલું અયોગ્ય ભરેલું છે. જો આપણે મહામારીથી બહાર આવવું હશે તો કોઈપણ પરિસ્થિતીમાં અને કોઈપણ કિંમત પર વેક્સિન ઉપલબ્ધ કરાવવી પડશે.
ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 28,523,524 | 505,309 | 18,703,421 |
ભારત | 10,962,189 | 156,123 | 10,665,068 |
બ્રાઝિલ | 10,030,626 | 243,610 | 8,995,246 |
રશિયા | 4,125,598 | 81,926 | 3,661,312 |
યૂકે | 4,083,242 | 119,387 | 2,331,001 |
ફ્રાન્સ | 3,514,147 | 83,122 | 245,737 |
સ્પેન | 3,107,172 | 66,316 | 2,410,846 |
ઈટલી | 2,751,657 | 94,540 | 2,268,253 |
તુર્કી | 2,609,359 | 27,738 | 2,496,833 |
જર્મની | 2,362,352 | 67,074 | 2,154,600 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.