તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂરું થશે સૌથી લાંબું લોકડાઉન:બ્રિટન 97 દિવસ પછી અનલોક, પરંતુ ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ અને લોકડાઉન જેવી સ્થિતિ

એક મહિનો પહેલા
  • બ્રિટનમાં રોજના નવા દર્દી 4 હજારથી નીચે આવી રહ્યા છે, 48% વસતિને કોવિશીલ્ડ આપી દેવામાં આવી

બ્રિટનમાં 97 દિવસ પછી ફરી લોકડાઉન હટાવવામાં આવ્યું છે. દુનિયાનું સૌથી લાંબું અને સખત લોકડાઉન સોમવારે અનલોક થઈ ગયું છે. કોરોના બેકાબૂ થતાં અહીં 5 જાન્યુઆરીથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. જોકે ડિસેમ્બરથી જ બ્રિટનમાં ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. હવે મહિનાઓ પછી અહીં ફરી જિમ, હેરસલૂન અને રિટેલ સ્ટોર ખૂલવાનાં શરૂ થઈ ગયાં છે. પૂર્વ નિર્ધારિત યોજના પ્રમાણે 21 જૂનથી સંપૂર્ણ રીતે લોકડાઉન હટાવી દેવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 4 જાન્યુઆરીએ જ્યારે બ્રિટિશ પીએમ બોરિસ જોહન્સને નવા પ્રતિબંધોની જાહેરાત કરી તો દરેક વાત સ્પષ્ટ થઈ ગઈ, એટલે કે કયું સેક્ટર ક્યારે બંધ રહેશે ને ક્યારે ખૂલશે. એને કારણે લોકોમાં બહુ પેનિક ના થયું. એક બાજુ, લોકડાઉન અને બીજી બાજુ ફાસ્ટ વેક્સિનેશન ચલાવીને બ્રિટને કોરોનાની સ્પીડને કંટ્રોલમાં કરી લીધી હતી, જ્યારે યુરોપ ધીમું વેક્સિનેશન અને લોકડાઉનમાં રાહ જોવાના કારણે કોરોનાની ત્રીજી લહેર સામે લડી રહ્યું છે. જાન્યુઆરીમાં બ્રિટનમાં રોજના 55 હજારથી વધારે નવા કેસ આવતા હતા. હવે નવા દર્દીઓની સંખ્યા 4 હજાર કરતાં નીચે આવી ગઈ છે. એ ઉપરાંત બ્રિટને તેની 48 ટકા જનતાને કોવિશીલ્ડ વેક્સિન આપી દીધી છે.

દુનિયાના ટોપ 5 સંક્રમિત દેશોમાં અત્યારસુધી શું-શું થયું?

1. અમેરિકા
સ્ટેટ્સ: ક્યારેય ટોટલ લોકડાઉન નથી લાગ્યું
પહેલો કેસ: 23 જાન્યુઆરી 2020
કુલ કોરોના સંક્રમિત: 3.20 કરોડ+ કુલ મોત: 5.77 લાખ+

અત્યારસુધી શું થયું?
આખા દેશમાં ક્યારેય સંપૂર્ણ લોકડાઉન લાગ્યું નથી. સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યોને તેમને યોગ્ય લાગે એ રીતે પ્રતિબંધો લાદવા કહ્યું હતું. હવે લગભગ મોટા ભાગના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. અહીં કોરોનાની પહેલી પીક ગયા વર્ષે 24 જુલાઈએ જોવા મળી હતી. ત્યારે એક દિવસમાં 80 હજારથી વધારે કેસ નોંધાયા હતા. બીજી પીક આ વર્ષે 8 જાન્યુઆરીએ જોવા મળી હતી. એ દિવસે એક દિવસમાં 3.09 લાખ સંક્રમિતો નોંધાયા હતા.

2. ભારત
સ્ટેટ્સ: અમુક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અને અમુક જગ્યાએ ટોટલ લોકડાઉન
પહેલો કેસ: 30 જાન્યુઆરી 2020
કુલ કોરોના સંક્રમિત: 1.38 કરોડ+ કુલ મોત 1.72 લાખ

અત્યારસુધી શું થયું?
ગયા વર્ષે સમગ્ર દેશમાં 23 માર્ચથી 30 જૂન સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમાં ધીમે ધીમે છૂટ આપવામાં આવી. આ દરમિયાન દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ ગયો. 11 સપ્ટેમ્બરે કોરોનાની પહેલી પીક જોવા મળી હતી. ત્યારે એક જ દિવસમાં 97 હજાર કેસ નોંધાયા હતા. 17 ડિસેમ્બરે દેશમાં 10.17 લાખ એક્ટિવ કેસ હતા. ત્યાર પછી તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ વર્ષે માર્ચમાં ફરી નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી 1.60 લાખથી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. હવે રાજ્ય સરકારે અમુક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અને અમુક શહેરોમાં ટોટલ લોકડાઉન લગાવી રહી છે.

3. બ્રાઝિલ
સ્ટેટ્સ: કોઈ પ્રતિબંધ નહીં
પહેલો કેસ: 26 જાન્યુઆરી 2020
કુલ કોરોના સંક્રમિત: 1.36 કરોડ+ કુલ મોત: 3.58 લાખ

અત્યારસુધી શું થયું?
દેશમાં ક્યારેય ટોટલ લોકડાઉન લગાવવામાં આવ્યું નથી. અમુક રાજ્યો અને શહેરમાં જરૂર પડી ત્યારે તે પ્રમાણે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. સ્કૂલ-કોલેજ લાંબા સમય સુધી બંધ રહી હતી. હવે ફરી ત્યાં એકવાર બધું સામાન્ય થવા લાગ્યું છે. જોકે હજી પણ અહીં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
19 જૂને અહીં કોરોનાની પહેલી પીક જોવા મળી હતી. ત્યારે એક દિવસમાં 55 હજારથી વધારે કેસ નોંધાયા હતા. ત્યાર પછી તેમાં ઘટાડો શરૂ થયો હતો. જોકે તેના પછીના જ મહિને 29 જુલાઈએ ફરી 79 હજાર કેસ નોંધાયા હતા. આ બીજી પીક હતી. ત્રીજી પીક 9 જાન્યુઆરીએ આવી હતી. ત્યારે એક જ દિવસમાં 89 હજારથી વધારે લોકો સંક્રમિત નોંધાયા હતા. 25 માર્ચ ચોથી પીક આવી, જ્યારે એક જ દિવસમાં 97 હજાર કેસ નોંધાયા હતા. અત્યારે દેશમાં કોઈ પ્રકારના પ્રતિબંધો નથી.

4. ફ્રાન્સ
સ્ટેટ્સ: ઘણાં શહેરોમાં લોકડાઉન
પહેલો કેસ: 24 જાન્યુઆરી 2020
કુલ કોરોના સંક્રમિત: 51 લાખ, કુલ મોત- 99 હજાર

અત્યારસુધી શું થયું?
ઘણા યુરોપીય દેશોએ કોરોના સંક્રમણની નવી લહેરને ટક્કર આપવા ફરી પ્રતિબંધો લાગુ કર્યા છે. ફ્રાન્સમાં પેરિસ સહિત 16 શહેરોના 2.1 કરોડ લોકો અંદાજે એક મહિનાથી લોકડાઉનનો સામનો કરી રહ્યા છે. અહીં સંક્રમણની ત્રીજી લહેર ચાલી રહી છે. વડાપ્રધાન જીન કાસ્ટેક્સે કહ્યું છે કે દેશમાં કોરોનાને વધતો અટકાવવા લોકડાઉન એકમાત્ર ઉપાય છે.
રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને બુધવારે દેશવ્યાપી લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે સ્કૂલોને ત્રણ સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવે. જેથી કોવિડ-19 સંક્રમણની ત્રીજી લહેરને પાછી ધકેલી શકાય. નહીં તો ત્રીજી લહેર હોસ્પિટલો પર ભારે પડી શકે છે. મેક્રોને કહ્યું કે જો આપણે ચોક્કસ પગલાં નહીં લઈએ તો કોરોના પર નિયંત્રણ ગુમાવી દઈશું.

5. રશિયા
સ્ટેટ્સ: અમુક શહેરોમાં અલગ-અલગ પ્રકારના પ્રતિબંધો
પહેલો કેસ: 31 જાન્યુઆરી 2020
કુલ કોરોના સંક્રમિત: 46.57 લાખ, કુલ મોત- 1.03 લાખ

અત્યારસુધી શું થયું?
ગયા વર્ષે કોરોના આવ્યા પછી ઘણા દેશોની જેમ અહીં પણ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમાં ધીમે ધીમે રાહત આપવામાં આવી હતી.અત્યારે અમુક શહેરોમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અહીં વેક્સિનેશન ખૂબ વધારી દેવામાં આવ્યું છે. એની અસર એ જોવા મળી કે કોરોનાના કેસમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો