તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી:બ્રિટનમાં ઓગસ્ટ સુધીમાં રોજ 1 લાખ કેસ મળવાની શક્યતા

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનલૉકની તૈયારી, પરંતુ ભવિષ્યમાં ફરી પ્રતિબંધોની ચિંતા

બ્રિટનમાં ઝડપથી રોજના એક લાખથી વધુ કોરોના દર્દી મળી શકે છે. બ્રિટનના નવા આરોગ્યમંત્રી સાજિદ જાવિદે મંગળવારે આ દાવો કરતા કહ્યું કે, હજુ અહીં રોજ 27 હજાર નવા દર્દી મળી રહ્યા છે. મેટ હેનકોકના રાજીનામા પછી જાવિદ 10 દિવસ પહેલાં જ આરોગ્યમંત્રી બન્યા છે. તેમણે કહ્યું કે, નવા કોરોના વેરિયેન્ટના કારણે ગરમીની ઋતુમાં એટલે કે જુલાઈ, ઓગસ્ટમાં બ્રિટનમાં કોરોના સંક્રમણની સ્થિતિ વણસી શકે છે. આ નિવેદન એવા સમયે આ‌વ્યું છે, જ્યારે વડાપ્રધાન બોરિસ જોનસને દેશમાં 19 જુલાઈથી અનલૉક કરવાની જાહેરાત કરી છે.

અમેરિકા: ગેરકાયદે પ્રવાસી અટકાયત કેન્દ્રોમાં રસીકરણ ઓછું
અમેરિકાના ગેરકાયદે પ્રવાસી અટકાયત કેન્દ્રોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ કેન્દ્રોમાં કેટલાક લોકોને જ રસી અપાઈ છે, જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં અહીં લવાયેલા ગેરકાયદે પ્રવાસીઓની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે, જે એપ્રિલમાં 14 હજાર હતા. આ કેન્દ્રોમાં આ એપ્રિલથી જૂન સુધી 7,500 નવા કોરોના દર્દી મળ્યા છે. જે પહેલાની તુલનામાં 40% વધુ છે.

ઈટાલી: આરોગ્યકર્મીઓએ રસી લેવાનો ઈનકાર કર્યો
ઈટાલીમાં સેંકડો આરોગ્યકર્મીઓએ રસી લેવાનો ઈનકાર કરી દીધો છે. આ મુદ્દે આરોગ્ય વિભાગે તેમને હાંકી કાઢવાની પણ ધમકી આપી છે. તેની વિરુદ્ધ આરોગ્યકર્મીઓએ આરોગ્ય વિભાગ સામે કેસ દાખલ કર્યો છે. ઉત્તર અને મધ્ય ઈટાલીમાં આ પ્રકારના અનેક કોર્ટ કેસ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...