કોરોના:બ્રિટન : ઈનડોર ક્રિસમસની આશંકા, હોટેલ-રેસ્ટોરાંમાં 83 ટકા બુકિંગ રદ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સલાહકાર સમિતિની 10 દિવસના સર્કિટ બ્રેકરની ભલામણ
  • ફ્રાન્સે બ્રિટનના પર્યટકોની એન્ટ્રી પર બૅન મૂક્યો

બ્રિટનમાં કોરોના બ્લાસ્ટની સ્થિતિ સર્જાઈ છે. સાથે જ નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો પણ વધી ગયો છે. સરકારી સલાહકાર સમિતિએ આગામી 10 દિવસના સર્કિટ બ્રેકરના ઉપાયોની ભલામણ કરી છે. સમિતિએ કહ્યું કે કોરોના પાસનું કડક રીતે પાલન કરવામાં આવે. સમિતિની ભલામણોને કારણે બ્રિટનમાં ચાલુ વર્ષે ઈનડોર ક્રિસમસની આશંકા પેદા થઈ છે. બ્રિટનમાં હોટેલ-રેસ્ટોરાંમાં લગભગ 83 ટકા બુકિંગ રદ થઈ ગયું છે.

બ્રિટનના રાજપરિવારે પરંપરાગત પ્રી-ક્રિસમસ લંચનું આયોજન પણ રદ કરી દીધું છે. આ દરમિયાન ફ્રાન્સે શુક્રવારથી બ્રિટનથી આવનારા લોકો પર યાત્રા પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. બ્રિટિશ પર્યટક ક્રિસમસ અને ન્યુ યર પર ફ્રાન્સ નહીં જઇ શકે.

ગુરુવારે લંડનમાં માર્ગો સૂના દેખાયા હતા. લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. માર્ગો પર 49 ટકા જ ભીડ રહી. સરકારના રોગવિજ્ઞાન મોડલ અનુસાર આવનારા સમયમાં બ્રિટનમાં દરરોજ 4 લાખ દર્દીઓનો આંકડો સામે આવી શકે છે.

અભ્યાસ : જે દેશોમાં માસ્ક જરૂરી નહી ત્યાં મૃત્યુદર 288 ટકા
અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિન તરફથી 44 દેશોમાં કરાયેલા એક અભ્યાસમાં કોરોનાથી બચાવમાં ફેસમાસ્કની મહત્ત્વપૂર્ણ ભૂમિકા સામે આવી છે. જે દેશોમાં ફેસમાસ્ક જરૂરી નહોતા ત્યાં 12,53,757 લોકોનાં મૃત્યુ થયાં. જોકે જે દેશોમાં માસ્ક ફરજિયાત હતું ત્યાં 9,13,907 લોકો મૃત્યુ પામ્યા. પ્રતિ દસ લાખની સરેરાશ અનુસાર માસ્ક ફરજિયાત કરનારા દેશોમાં આ મૃત્યુદર 48 ટકા, જોકે માસ્ક ફરજિયાત ન ધરાવતા દેશોમાં મૃત્યુદર 288 ટકા રહ્યો. અભ્યાસ કરનારા દળનું નેતૃત્વ કરનારા ડૉ. મોટાલેબી અનુસાર કોરોનાથી બચાવમાં ફેસમાસ્ક અત્યંત જરૂરી છે. જે દેશોમાં મહામારીની શરૂઆતમાં માસ્ક ફરજિયાત નહોતું ત્યાં પહેલાં તો મૃત્યુદર ઓછો હતો પણ જેવી મહામારી વિકરાળ બની તો મૃત્યુદર ઝડપથી વધ્યો હતો.

ઈયુ : મોડર્ના સાથે 3.50 કરોડ એક્સ્ટ્રા ડૉઝનો કરાર
ઈયુએ ઓમિક્રોનના વધતા ખતરાને કારણે મોડર્ના સાથે સાડા ત્રણ કરોડ વધારાના ડૉઝ માટે કરાર કર્યો છે. તેમાં એક કરોડ ડૉઝ ચાલુ મહિને જર્મનીને અને અઢી કરોડ ડૉઝ આગામી મહિને જારી કરાશે. બીજી બાજુ પોર્ટુગલે ગુરુવારે સીમા પ્રતિબંધોને 9 જાન્યુઆરી સુધી વધારવાની જાહેરાત કરી છે. સાથે જ જરૂરી કામ માટે પોર્ટુગલ આવનારા તમામ યાત્રીઓ માટે નેગેટિવ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે. તેના પહેલાં વેક્સિનના ડબલ ડૉઝ લઈ ચૂકેલા લોકો માટે ટેસ્ટ જરૂરી નહોતું. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...