સારા સમાચાર:બ્રિટને મર્ક ફાર્માની મોલ્નુપિરાવિર ટેબલેટને મંજૂરી આપી, કોવિડ-19ની સારવારમાં મદદરૂપ બનશે

લંડનએક મહિનો પહેલા
  • મોલ્નુપિરાવિર ખૂબ જ જલદી કોવિડ-19ના લક્ષણોને ઘટાડશે. તેના ઉપયોગથી દર્દી જલ્દીથી સાજા થઈ શકે છે

બ્રિટન સરકારે કોવિડ-19 એટલે કે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી મોલ્નુપિરાવિર પિલ (ગોળી અથવા ટેબલેટ)ને કેટલીક શરતો સાથે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ બ્રિટન પ્રથમ દેશ બની ગયો છે કે જેણે કોરોનાની સારવા માટે કોઈ દવાને મંજૂરી આપી છે. મર્ક ફાર્મ જર્મનીની કંપની છે. કેટલાક દિવસ અગાઉ જર્મન ફાર્મા કંપનીએ કહ્યું હતું કે તે પોતાની કોવિડ-19 પિલ (ટેબલેટ) અન્ય કંપનીઓને પણ તૈયાર કરવા માટે મંજૂરી આપશે. કંપનીના આ નિર્ણયથી સૌથી વધારે લાભ એવા ગરીબ દેશોને થશે કે જે કોવિડ-19ની મોઘી વેક્સિન ખરીદી કરવા સક્ષમ નથી.

ટેસ્ટમાં સફળતા મળી
મર્કના ટ્રાયલ જર્મની સહિત અનેક દેશોમાં ચાલી રહ્યા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ટ્રાયલમાં એવું સાબિત થયું કે કોવિડ-19ની સારવારમાં આ પિલ અસરકારક સાબિત થઈ છે. ત્યારબાદ બ્રિટન સરકારે તેને ઔપચારિક, પણ કેટલીક શરતોને આધિન મંજૂરી આપી છે.

પિલને મંજૂરી ભલે મંજૂરી મળી ગઈ હોય, પણ અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે બજારમાં અથવા હોસ્પિટલોમાં આ દવા અથવા ટેબલેટ ક્યારથી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ બનશે. આ અંગે બાદમાં માહિતી મળે તેવી શક્યતા છે. આ દવાને મોલ્નુપિરાવિર વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યું છે.

શુ ફાયદો થશે
મોલ્નુપિરાવિર ખૂબ જ જલદી કોવિડ-19ના લક્ષણોને ઘટાડશે. તેના ઉપયોગથી દર્દી જલ્દીથી સાજા થઈ શકે છે. કોરોનાની સારવારમાં આ ટેબલેટને ઐતિહાસિક સફળતા મળે તેવી શક્યતા છે. તેનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ શકશે, આ ઉપરાંત મોટાભાગના દર્દીઓને હોસ્પિટલ જવાને બદલે ઘરે જ સારા થવાની શક્યતા વધી જશે.

અત્યારે અમેરિકા અને યુરોપમાં પણ આ દવાના ટ્રાયલ ચાલી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે બ્રિટન બાદ અન્ય દેશો પણ તેને મંજૂરી આપી શકે છે.

અત્યાર સુધીમાં સારા પરિણામ જોવા મળ્યા
મોલ્નુપિરાવિર અંગે મેડિસન પેટન્ટ પૂલના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ચાર્લ્સ ગોરે કહ્યું છે કે આ દવાના શરૂઆતી પરિણામો ખૂબ જ સારા રહ્યા છે. અત્યાર સુધી તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે કે વેક્સિનની માફક કોઈ પ્રકારની સમજૂતી થઈ જાય. પણ કોઈ પણ દેશ અથવા કંપની આ માટે તૈયાર ન હતી. મર્કને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તથા યુરોપિયન મેડિશન એજન્સીને અપીલમાં કહ્યું છે કે આ દવાને મંજૂરી આપવામાં આવે. જોકે, બન્ને એજન્સીઓએ આ અંગે હજુ કોઈ જવાબ આપ્યો નથી.