સાઉદી અરેબિયાનો નિર્ણય:હવે મક્કાથી પવિત્ર જળ આબ-એ-જમજમ લાવવા પર પ્રતિબંધ, અગાઉ 5 લીટર માટે મંજૂરી હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉદી અરેબિયાની સરકારે હજ યાત્રીઓના લગેજમાં આબ-એ-જમજમ લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. બુધવારે આ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે નોટિફિકેશનમાં એ નથી જણાવવામાં આવ્યું કે આ પવિત્ર જળ પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એરલાઈન કંપનીઓને આબ-એ-જમજમ પર પ્રતિબંધના નિર્ણયનું કડકાઈથી પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જો તેમ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ દરેક હજયાત્રીને 10 લિટર અબ-એ-જમજમ માટે છૂટ હતી. બાદમાં સાઉદી સરકારે તેને ઘટાડીને 5 લિટર કરી દીધો હતી. હવે તેના લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શું આદેશ છે
સાઉદી જનરલ એવિએશન ઓથોરિટી (SGAA) એ આ અંગે સત્તાવાર નોટિફિકેશન ઈશ્યુ કર્યું છે. તેમા જણાવવામાં આવ્યું છે જણાવે છે કે શ્રદ્ધાળુઓ અને મુસાફરો એરપોર્ટથી પ્રસ્થાન સમયે આ પવિત્ર જળને તેમના ચેક-ઇન સામાનમાં લઈ જઈ શકશે નહીં.

આ ઓર્ડર પર આર્થિક નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટેના કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ નિયમનું પાલન તમામ કોમર્શિયલ અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓએ કરવાનું રહેશે. ઓર્ડર મુજબ, સામાનમાં કોઈપણ પ્રવાહી (આબ-એ-જમજમ સહિત) લઈ જઈ શકાશે નહીં.

કડક તપાસ થશે
જેદ્દા અને સાઉદી અરેબિયાના અન્ય તમામ એરપોર્ટ પર સ્ટાફ કડક રીતે તપાસ કરશે કે કોઈ યાત્રીના સામાનમાં આ પવિત્ર પાણીની બોટલ તો નથીને. આ સંબંધમાં એરલાઇન્સને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOPs) પણ ઈશ્યુ કરવામાં આવેલ છે.

સાઉદી સરકારના જૂના નિયમો પ્રમાણે દરેક મુસાફરને 10 લીટર જમજમ લઈ જવાની છૂટ હતી. ત્યારબાદ તે ઘટાડી 5 લિટર કરવામાં આવેલ. હવે સરકારે તેના પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

શું છે અબ-એ-જમજમ

મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમથી લગભગ 66 ફૂટના અંતરે એક કૂવો છે. તેને જમજમ કહેવામાં આવે છે. અરબીમાં એબનો અર્થ પાણી થાય છે. આ કૂવામાંથી જે પાણી નીકળે છે તેને આબ-એ-જમજમ કહે છે. મુસ્લિમો તેને સૌથી પવિત્ર પાણી માને છે. કહેવાય છે કે આ કૂવો લગભગ ચાર હજાર વર્ષ જૂનો છે. ઉમરાહ અને હજ કરવા જતા યાત્રીઓ આ પાણી સાથે લઈ જાય છે. ઘરે પરત ફર્યા પછી લોકો તેને તેમના સંબંધીઓમાં વહેંચે છે. તેને એક પવિત્ર ભેટ પણ માનવામાં આવે છે.