તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Brazil: Smugglers Shot Dead In Encounter, Angry Comrades Threaten To Burn Buses, Shut Down Entire City, Including Schools

ભાસ્કર વિશેષ:બ્રાઝિલ: એન્કાઉન્ટરમાં તસ્કર ઠાર, રોષે ભરાયેલા સાથીઓએ બસો સળગાવી ધમકી આપતાં સ્કૂલો સહિત આખું શહેર બંધ

મનૌસ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માફિયાઓના ડરથી અમેજોનસ રાજ્યની રાજધાની મનૌસમાં સન્નાટો

બ્રાઝિલમાં ડ્રગ માફિયાઓના ઉત્પાતના કારણે એક શહેર બંધ કરવાની નોબત આવી છે. સ્કૂલો પણ બંધ કરવી પડી છે. માફિયાઓએ ઘણી ઇમારતો, બેન્કો તથા વાહનોને આગ પણ ચાંપી. શનિવારે પોલીસે એન્કાઉન્ટરમાં ડ્રગ તસ્કર એરિક બતિસ્તા કોસ્ટાને ઠાર કર્યો હતો. તે ‘દાદિન્હો’ નામથી કુખ્યાત હતો.

જેલમાં કેદ તેના સાથીઓને એન્કાઉન્ટરની જાણ થતાં તેમણે પોતાના સાગરીતોને એન્કાઉન્ટરનો જડબાતોડ જવાબ આપવા પોલીસ પર હુમલા કરવાનો આદેશ કર્યો. ત્યાર બાદ મનૌસમાં માફિયાઓનો આતંક શરૂ થઇ ગયો. મોટી સંખ્યામાં શસ્ત્રો લઇને પહોંચેલા હુમલાખોરોએ બસ સ્ટેશનો તથા બેન્કો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને ટાયર પણ સળગાવ્યાં. તેમના ડરથી બજારો પણ બંધ થઇ ગયાં.

સત્તાવાળાઓના જણાવ્યાનુસાર ડ્રગ તસ્કરોએ ડઝનબંધ બસો, જાહેર ઇમારતો, બેન્કો તથા ખાનગી વાહનોને નિશાન બનાવ્યાં. કુલ 21 વાહનને આગ ચાંપવામાં આવી. હિંસાના કારણે શહેરમાં કોરોના વેક્સિનેશન સેન્ટર્સ બંધ કરાતાં રસીકરણ પણ અટકી ગયું છે.

માફિયાઓએ મનૌસ પોલીસ સ્ટેશનના ગેટ પર ગોળીઓ ચલાવી, ગ્રેનેડ પણ ફેંક્યો પરંતુ તે ફૂટ્યો નહીં. હિંસા મામલે 29 લોકોની ધરપકડ કરાઇ છે. ગવર્નર વિલ્સન લીમાએ કેન્દ્ર સરકારને નેશનલ ગાર્ડ્સ તહેનાત કરવા કહ્યું છે.

ભયભીત લોકો ઘરમાં બંધકની જેમ રહેવા મજબૂર
મનૌસના લોકો કહે છે કે માફિયાઓના આતંકના કારણે તેઓ ઘરની બહાર નીકળી શકતા નથી. તેમને એવું લાગી રહ્યું છે કે જાણે માફિયાઓએ તેમને બંધક બનાવી રાખ્યા છે. બહાર ન નીકળવા સોશિયલ મીડિયા પર ધમકી અપાઇ રહી છે. તેથી તેઓ ઘરની બહાર નીકળતા ડરે છે.

અન્ય સમાચારો પણ છે...