તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Brazil Is Like An Uncontrollable Nuclear Reactor: Expert, PM Says No Lockdown, Even More Deadly Than A Virus

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:બ્રાઝિલ બેકાબૂ પરમાણુ રિએક્ટર જેવું : નિષ્ણાત, PMએ કહ્યું - લૉકડાઉન નહીં, એ તો વાઈરસ કરતાં પણ ઘાતક

બ્રાઝિલિયા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
બ્રાઝિલ : સાઉ પાઉલોમાં એક સ્પોર્ટ્સ જિમમાં બનાવેલ ફિલ્ડ હોસ્પિટલમાં દર્દી. મોટા ભાગની હોસ્પિટલો પહેલાથી ભરાઈ ચૂકી છે અને નવી બનાવેલી હંગામી હોસ્પિટલોમાં જગ્યા જ નથી. - Divya Bhaskar
બ્રાઝિલ : સાઉ પાઉલોમાં એક સ્પોર્ટ્સ જિમમાં બનાવેલ ફિલ્ડ હોસ્પિટલમાં દર્દી. મોટા ભાગની હોસ્પિટલો પહેલાથી ભરાઈ ચૂકી છે અને નવી બનાવેલી હંગામી હોસ્પિટલોમાં જગ્યા જ નથી.
 • બ્રાઝિલમાં 24 કલાકમાં 4000થી વધુ મૃત્યુ, 80 હજારથી વધુ કેસ
 • અહીં કુલ મૃત્યુ 3.37 લાખને પાર, કોરોના દર્દી સારવાર વિના જ મૃત્યુ પામી રહ્યા છે, હોસ્પિટલો ભરાઈ

બ્રાઝિલમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. બ્રાઝિલમાં અત્યાર સુધીનો એક દિવસમાં મૃત્યુનો આ સૌથી મોટો આંકડો છે. અગાઉ ફક્ત અમેરિકા અને પેરુએ એક દિવસમાં આટલાં મૃત્યુ જોયાં હતાં. અહીં કુલ મૃત્યુ પણ 3.37 લાખથી વધુ થઈ ચૂક્યાં છે જે અમેરિકા બાદ સૌથી મોટો આંકડો છે. દરરોજ 80 હજારથી વધુ નવા દર્દી મળી રહ્યા છે. સારવારની રાહ જોતા કોરોના દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે.

ડ્યૂક યુનિવર્સિટીના પ્રોફેસર અને બ્રાઝિલિયન ડૉક્ટર મિગુએલ નિકોલેલિસ કહે છે કે બ્રાઝિલ એક પરમાણુ રિએક્ટર જેવું થઈ ગયું છે. અહીં ચેન રિએક્શન થઈ રહ્યું છે. જે બેકાબૂ થઈ ગયું છે અને દેશ બાયોલોજિકલ ફુકુશિમા બની ગયું છે. આ સ્થિતિ છતાં દેશના વડાપ્રધાન બોલસોનારો લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને જે નુકસાન થશે તે આ વાઈરસથી થતાં નુકસાનથી અનેકગણું વધારે હશે પણ અનેક શહેરોમાં સ્થાનિક તંત્ર તરફથી લગાવાયેલા અમુક પ્રતિબંધને તે કોર્ટના માધ્યમથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુરોપ : પ્રતિબંધો અને જૂની ભૂલો સુધારી એટલે નવા દર્દીઓની સંખ્યા અડધાથી વધુ ઘટી ગઈ
યુરોપના ટોચના સંક્રમિત મોટા દેશોમાં દરરોજના નવા દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે. ફ્રાન્સ, ઈટાલી, જર્મની, સ્પેન, પોલેન્ડ સહિત બ્રિટનમાં ગત એક અઠવાડિયામાં દરરોજના નવા દર્દીઓની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ ચૂકી છે. ફ્રાન્સમાં 6 એપ્રિલે 8054 કેસ મળ્યા જ્યારે ફ્રાન્સમાં 50 હજારની આજુબાજુ કેસ મળ્યા હતા. 90 ટકાથી વધુ આઈસીયુ બેડ ફૂલ થઈ ગયા હતા. એટલા માટે ગત અઠવાડિયે ત્યાં 4 અઠવાડિયાનું નેશનલ લૉકડાઉન લગાવાયું. હવે ત્રણ દિવસથી નવા કેસોમાં 5 ગણાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

બ્રિટનમાં ઝડપી વેક્સિનેશન અને આકરા પ્રતિબંધોની મદદથી દરરોજના નવા કેસ લગભગ 2 હજાર જેટલા જ રહી ગયા છે. યુરોપના મોટા ભાગના દેશોએ ક્રિસમસ પર મોટા ભાગના પ્રતિબંધ હટાવ્યા હતા એટલા માટે મહામારીની નવી લહેર ત્રાટકી હતી. ફ્રાન્સ, ઈટાલી, જર્મની, પોલેન્ડ, સ્પેન અને બ્રિટન સહિતના દેશોએ લોકોનો વિરોધ છતાં લૉકડાઉન લગાવ્યું એટલા માટે અનિયંત્રિત સ્થિતિ હવે કાબૂમાં આવતી દેખાઈ રહી છે.

નિષ્ણાતોએ કહ્યું - બ્રાઝિલમાં 1 જુલાઈ સુધીમાં મૃત્યુ 5 લાખને વટાવી શકે છે
બ્રાઝિલમાં મહામારી રિસ્પોન્સ ટીમના કો-ઓર્ડિનેટર ડૉ. નિકોલેલિસે કહ્યું કે બ્રાઝિલમાં માનવીય ઇતિહાસની આ સૌથી મોટી ત્રાસદાયક સ્થિતિ છે. તાજેતરના અનુમાન અનુસાર 1 જુલાઈ સુધી અહીં 5 લાખથી વધુ મૃત્યુ થઈ શકે છે પણ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન કહે છે કે સંક્રમણનો દર આ જ રીતે 10 ટકાના દરે યથાવત્ રહેશે તો મૃત્યુ 6 લાખને વટાવી જશે.

બ્રિટન : PM જોનસન આગામી સપ્તાહથી અનલૉકનો નવો તબક્કો શરૂ કરશે
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આગામી અઠવાડિયાથી અનલૉકના બીજા તબક્કાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. સરકારી ડેટા અનુસાર દેશે લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરવા તમામ 4 ટેસ્ટ પૂરા કરી લીધા છે. દરરોજના નવા દર્દીઓની સંખ્યા ઓછી થઈને 2 હજારે પહોંચી ગઈ છે. સાથે જ 40 ટકા વસતીને વેક્સિન આપી દેવાઈ છે.

દુનિયા : 1 એપ્રિલથી નવા દર્દી ઘટી રહ્યા હતા, રોજના નવા દર્દી ફરી 6 લાખને પાર
દુનિયાભરમાં નવા દર્દી 1 એપ્રિલ પછીથી ઘટી રહ્યા હતા પણ બુધવારે ફરી તેમાં વધારો નોંધાયો. 6 એપ્રિલે દુનિયાભરમાં 6 લાખથી વધુ નવા દર્દી મળ્યા. જોકે તેમાં એકલા 1 લાખથી વધુનું યોગદાન ભારતનું છે. દુનિયામાં અત્યાર સુધી 13.30 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 28.86 લાખ દર્દીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો