રસાકસી:બ્રાઝિલ : બોલ્સોનારો ટ્રમ્પના માર્ગે, પરાજયના ડરથી ધમકીઓ આપી

ન્યુયોર્ક19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી ઓક્ટોબરે ચૂંટણી, હરીફ લૂલાને ભારે લીડ

બ્રાઝિલમાં બીજી ઓક્ટોબરથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. લગભગ તમામ સરવેમાં વર્તમાન રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો હરીફ લુઈઝ લૂલા સામે પરાજય નક્કી મનાઈ રહ્યો છે. જોકે બોલ્સોનારોનાં અનેક નિવેદનોએ બ્રાઝિલિયન લોકોની ચિંતા વધારી દીધી છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે તે પરિણામો ત્યારે જ સ્વીકારશે જ્યારે તે સાચાં અને પારદર્શક હશે.

તેમણે બ્રાઝિલની બંધારણીય સંસ્થાઓ સહિત ચૂંટણી પંચ પર ગેરરીતિનો પણ આરોપ મૂકતા કહ્યું કે સંપૂર્ણ તંત્ર મને ચૂંટણીમાં પરાજિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.બોલ્સોનારો પાસે તેમના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા નથી પણ તેમના સમર્થકો એ વાત પર ભરોસો કરી અત્યારથી ઉગ્ર થઈ ગયા છે. અનેક નિષ્ણાતો બોલ્સોનારોને ટ્રમ્પ સાથે સાંકળીને જોઇ રહ્યા છે. તેઓ માને છે કે ટ્રમ્પના ચૂંટણી હાર્યા બાદ જે રીતે તેમના સમર્થકોએ કેપિટલ પર કબજો કરી લીધો હતો તે રીતે કાં તેનાથી બદતર સ્થિતિ બ્રાઝિલમાં સર્જાઈ શકે છે.

લૂલા જીતશે તો બ્રાઝિલમાં ચર્ચ બંધ થઈ જશે : બોલ્સોનારો
બોલ્સોનારોનું પ્રચાર અભિયાન પણ ટ્રમ્પ જેવું જ છે. તે પણ તેમની રેલીઓમાં કહી રહ્યા છે કે જો તેમના હરીફ કમ્યુનિસ્ટ નેતા લૂલા જીતશે તો ચર્ચ બંધ કરી દેશે, દેશ નાર્કો રાજ્યમાં બદલાઈ જશે, એલજીબીટીક્યૂના અધિકારો છીનવાઈ જશે. બોલ્સોનારોએ તેમના દીકરા એડુવાર્ડોને સરકારમાં નિમણૂક આપી છે. તેમનો દીકરો રાષ્ટ્રપતિનો સલાહકાર પણ છે. એડુવાર્ડોએ પણ કેપિટલ પર હુમલો કરનારા રમખાણકારોની જાહેરમાં પ્રશંસા કરી હતી. બોલ્સોનારો ટ્રમ્પના પરાજય અને બાઈડેનના વિજયને સ્વીકારનારા વિશ્વના છેલ્લા નેતાઓમાં સામેલ હતા.

લૂલાએ ભ્રષ્ટાચારને લીધે રાષ્ટ્રપતિ પદ ગુમાવ્યું હતું
બોલ્સોનારોના હરીફ લૂલા 2003થી 2010 વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા. કોમોડિટી બૂમથી ઉત્સાહિત થઈને તેમણે વધતી આવક અને કલ્યાણકારી રાજ્યના મોટા વિસ્તારની અધ્યક્ષતા પણ કરી. લૂલા ખુદ લાંચ લેવાના દોષિત ઠર્યા હતા. લૂલા બાદ તેમની પાર્ટીના ડિલ્મા રુસેફે સત્તા સંભાળી. ડિલ્મા પર ભ્રષ્ટાચાર મામલે મહાભિયોગ ચલાવાયો હતો.

બીજી બાજુ ટ્રમ્પને ચૂંટણી લડતા રોકવા ઘેરાબંદી શરૂ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઘરેથી અતિ ગોપનીય દસ્તાવેજો મળ્યા બાદ ટ્રમ્પ ઘેરાતા દેખાઈ રહ્યા છે. સિવિલ રાઈટના કાર્યકરો અને અન્ય સંગઠનોએ ટ્રમ્પના ચૂંટણી લડવા સામે કોર્ટમાં અરજી કરી છે. અમુક ડેમોક્રેટિક સેનેટરો કહે છે કે ટ્રમ્પને રોકવા માટે બંધારણમાં સુધારો કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...