તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિચર્ડ બ્રૈન્સનની સ્પેસ ટ્રીપ:60 મિનિટની અંતરિક્ષ યાત્રાથી પરત ફર્યાં રિચર્ડ બ્રૈન્સન, લેન્ડિંગ કરતાં કહ્યું- આ જીવનનો યાદગાર અનુભવ, 17 વર્ષની કઠોર મહેનતથી આ શક્ય બન્યું

ન્યુ મેક્સિકો23 દિવસ પહેલા
  • ભારતની પુત્રી સિરિશા પણ આ મિશનમાં સ્પેસની યાત્રા પર ગઈ
  • 2022થી દર અઠવાડિયે લોકોને અવકાશમાં પ્રવાસે લઈ જવા માટે તૈયારી ચાલી રહી છે

બ્રિટિશ અબજપતિ અને વર્જિગ ગ્રુપના ફાઉન્ડર રિચર્ડ બ્રૈનસન ઐતિહાસિક સ્પેસ યાત્રા માટે રવાના થયા છે. તેઓ વર્જીન ગેલેક્ટિક રોકેટ પ્લેનથી 60 મિનિટની અંતરિક્ષ યાત્રા કરી પરત ફર્યાં. લેન્ડિંગ સાથે તેમણે પોતાના આ અનુભવોને યાદગાર ગણાવ્યા હતા. બ્રૈન્સને કહ્યું કે આ જીવનનો યાદગાર અનુભવ છે. વર્જિન ગેલેક્ટિક પર 17 વર્ષથી કામ કરી રહેલી અમારી શ્રેષ્ઠ ટીમને અભિનંદન.આટલા લાંબા સમય સુધી કઠોર મહેનતથી જ અહીં પહોંચી શકાયું છે.

વર્જિન ગેલેક્ટિકના પેસેન્જર રોકેટ પ્લેન VSS યૂનિટમાં સવાર થઈ બ્રૈનસન અંતરિક્ષના કિનારા સુધી ગયા અને ત્યાં ગુરુત્વાકર્ષણ વગરની સ્થિતિનો અનુભવ કર્યો. પ્લેને રાત્રે લગભગ 8:10 વાગ્યે (ભારતીય સમય) સ્પેસ યાત્રા માટે ઊડાન ભરી હતી. વર્જિન ગ્રુપે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આની જાણકારી આપી હતી. અગાઉ 6.30 વાગે ઉડ્ડાન ભરવાની હતી, પણ ખરાબ હવામાનને લીધે લોન્ચિંગના સમયમાં દોઢ કલાકનો વિલંબ થયો હતો.

સ્પેસ યાત્રા દરમિયાન રિચર્ડ બ્રેન્સનની તસવીર
સ્પેસ યાત્રા દરમિયાન રિચર્ડ બ્રેન્સનની તસવીર

એલોન મસ્ક પણ સ્પેસ યાત્રા જોવા આવ્યા
આ અગાઉ ઉડાન પહેલા બ્રેન્સને કહ્યું હતું કે મારુ મિશન સ્ટેટમેન્ટ છે, મારા પરપૌત્રો અને બધા માટે સ્પેસ ટ્રાવેલનું સપનું સાકાર કરવું છે. તેમની યાત્રાને જોવા માટે એલોન મસ્ક પણ પહોંચ્યા છે. મસ્ક ટેસલાનો CEO છે અને તેમની કંપની સ્પેસ એક્સ પણ સ્પેસ ટૂરિઝમની સૌથી મોટી કંપની બનવાના પ્રયાસ કરી રહી છે.

સ્પેસ ફ્લાઈટ પહેલા વર્જિન ગેલેક્ટિકના ક્રૂ સાથે રિચર્ડ બેન્સને મુલાકાત કરી હતી.
સ્પેસ ફ્લાઈટ પહેલા વર્જિન ગેલેક્ટિકના ક્રૂ સાથે રિચર્ડ બેન્સને મુલાકાત કરી હતી.

જો આ ઉડાન સફળરહેતા કંપની વર્જિન અંતરિક્ષ માટે કોમર્શિયલ ટૂર શરૂ કરવાનો સૌથી મોટો પડકાર પાર કરી લેશે. ટ્રિપ પહેલાં બ્રૈન્સને કહ્યું કે આગામી વર્ષથી કોમર્શિયલ ટૂર શરૂ કરતાં પહેલાં તેઓ પોતે આ વાતનો અનુભવ લેવા માગે છે.

બ્રૈનસન અને તેની ટીમ લોન્ચિંગ માટે ન્યુ મેક્સિકોના સ્પેસપોર્ટ સ્ટેશન પર પહોંચી ગઈ છે. તેમના આ સફરને જોવા માટે એલન મસ્ક પણ પહોંચ્યા છે. મસ્ક ટેલ્સાના CEO છે અને તેમની કંપની સ્પેસ એક્સ સ્પેસ ટુરિઝમની મોટી ખેલાડી બનવાના પ્રયત્ન કરી રહી છે.

ભારતની સિરશા સહિત કુલ 6 લોકો અંતરિક્ષમાં ગયા
બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રૈન્સન એક મિશન નિષ્ણાત તરીકે સ્પેસશીપ -2 યુનિટીમાં જોડાયા. ભારતની પુત્રી સિરિશા સહિત 5 લોકો તેમની સાથે ઉડાન કરી. સિરીષા આ મિશન બાદમાં, અવકાશમાં જનારી કલ્પના ચાવલા પછી ભારતમાં જન્મેલી બીજી મહિલા બનશે. 34 વર્ષની સિરિશા એરોનોટિકલ એન્જિનિયર છે.

તેમની યાત્રા જોવા માટે એલન મસ્ક પણ હાજર રહ્યા હતા. મસ્ક ટેસ્લાના CEO છે અને તેમની કંપની સ્પેસએક્સ સ્પેસ ટૂરિઝમમાં મોટો ખેલાડી બનવાનો પ્રયાસ કરી રહી છે. મસ્કએ આ ઐતિહાસિક સફર પર બ્રૈન્સનને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તે ન્યૂ મેક્સિકોમાં તેની ઉડાન નિહાળવા માટે લોન્ચ સાઇટ પર ઉપસ્થિત રહેશે.

સિરિશાને કારણે ભારતમાં પ્રવાસ બાબતે ઘનિજ ઉત્સુકતા છે. મુંબઇના એક કલાકારે સિરિશાનું પેઇન્ટિંગ બનાવીને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.
સિરિશાને કારણે ભારતમાં પ્રવાસ બાબતે ઘનિજ ઉત્સુકતા છે. મુંબઇના એક કલાકારે સિરિશાનું પેઇન્ટિંગ બનાવીને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.

આ મહિને સ્પેસ ટૂરિઝમમાં 2 વધુ મોટી ઘટનાઓ હશે
આ મહિનામાં સ્પેસ ટૂરિઝમની દુનિયામાં વધુ બે મોટી ઘટનાઓ થવાની છે. બ્રૈન્સન પછી, 20 જુલાઈએ અમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 'એજ ઓફ સ્પેસ' એટલે કે અવકાશની ધાર પર મુસાફરી માટે ઉડાન ભરશે. જ્યારે મહિનાના અંતે, બોઇંગ તેના સ્કાયલાઈનરની એક ટેસ્ટ ફ્લાઇટ ઉડાન ભરવાનું છે.

અત્યાર સુધી, ક્રૂ વિનાના મિશન સફળ રહ્યા છે
બ્રૈન્સનની વર્જિન સ્પેસ શિપ (VSS) યુનિટી સ્પેસ પ્લેનની સફળ ફ્લાઇટ પૃથ્વીની કક્ષાની અંદર સબઓર્બિટલ ટૂરિઝમ માટેના નવા રસ્તાઓ ખોલશે. બેઝોસ અને બોઇંગ ફ્લાઇટ્સ પણ જો સફળ થાય, તો એજ ઓફ સ્પેસ એટલે કે પ્રાઈવેટ કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલનું બજાર પણ તેજીથી વધશે. અત્યાર સુધી ક્રૂ વિનાના મિશન સફળ રહ્યા છે. બ્રૈન્સનની વર્જિન ગેલેક્ટીક, બેઝોસની બ્લુ ઓરિજિનની સાથે એલન મસ્કની સ્પેસએક્સ અને બોઇંગ પણ અંતરિક્ષ પર્યટનના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.

એરપ્લેનમાં અવકાશમાં જશે અને પછી રોકેટ તેનાથી અલગ થઈ જશે

ક્યારે: 11 જુલાઈ, રવિવાર

સમય: સાંજે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ)

ક્યાથી: સ્પેસપોર્ટ અમેરિકા, ન્યુ મેક્સિકો

ફ્લાઇટનો સમયગાળો: 2.5 કલાક

તે કેટલું ઉંચું જશે: 90-100 કિ.મી.

અહીં જીવંત જુઓ: VirginGalactic.com, Twitter, YouTube અને Facebook

વર્જિન ગેલેક્ટિકનું પેસેન્જર રોકેટ પ્લેન VSS યુનિટી. આ સાથે, રિચર્ડ બ્રૈન્સન તેની ઐતિહાસિક ઉડાન પર રવાના થશે.
વર્જિન ગેલેક્ટિકનું પેસેન્જર રોકેટ પ્લેન VSS યુનિટી. આ સાથે, રિચર્ડ બ્રૈન્સન તેની ઐતિહાસિક ઉડાન પર રવાના થશે.

રોકેટ 0-100 કિ.મી.ની ઉંચાઇ સુધી જશે
VSS યુનિટીની આ 22મી ફ્લાઇટ છે. પરંતુ તે કોઈ રોકેટનો ભાગ નથી, પરંતુ કંપનીના વિમાન વીએમએસ ઇવ (VMS Eve) પર સવાર થઈને સ્પેસપોર્ટ અમેરિકાથી ઉડાન ભરશે. લગભગ 15 કિલોમીટર સુધી ગયા પછી, યુનિટી સ્પેસક્રાફ્ટ અલગ થઈ જશે અને તેનું રોકેટ એન્જિન મેક-3 (એટલે કે 3704.4 કિમી/કલાક)ની ઝડપ પકડશે.

આ પછી VSS યુનિટી તેના રોકેટથી લગભગ 90-100 કિ.મી.ની ઉંચાઈ પર જશે. તે સમયે, બ્રૈન્સન સહિતના અન્ય મુસાફરોને લગભગ 4 મિનિટ સુધી વેટલેસનેસને અનુભવશે. અહીંથી પૃથ્વી ગોળ દેખાશે. એટલે કે, તેનો કર્વેચર દેખાશે. તે પછી તે પૃથ્વી પર પાછા ફરશે અને સ્પેસપોર્ટના રનવે પર ઉતરશે.

2022થી કોમર્શિયલ ટુર શરૂ થશે
રિચાર્ડ બ્રૈન્સનની પોતાની કંપની વર્જિન ગેલેક્ટિક છે. તે અત્યાર સુધી ત્રણ વખત એજ ઓફ સ્પેસનો પ્રવાસ કરી ચુકી છે. પરંતુ આજ સુધી તે ફક્ત ટેસ્ટ ફ્લાઇટ્સ જ હતી. 25 જૂને કંપનીને સત્તાવાર રીતે લાઇસન્સ મળ્યું છે, હવે કંપની સામાન્ય લોકોને તાલીમ આપ્યા પછી અવકાશમાં લઈ જઈ શકે છે. બ્રૈન્સનની ઉડાનને તેની ટ્રાયલ કહી શકાય છે. બ્રૈન્સન અને બેઝોસની કંપનીઓને ક્રૂ સાથેના મિશન માટેની પરવાનગી મળી ગઈ છે.

2022થી દર અઠવાડિયે લોકોને અવકાશમાં લઈ જવા માટેની બ્રૈન્સનની કંપનીની તૈયારીઓ છે.
2022થી દર અઠવાડિયે લોકોને અવકાશમાં લઈ જવા માટેની બ્રૈન્સનની કંપનીની તૈયારીઓ છે.

આ કારણોસર, 11 જુલાઈએ, બ્રૈન્સન અને બેઝોસ 20 જુલાઇએ તેમની કંપનીઓના પ્રથમ મેન્ડ-મિશનમાં સાથે મળીને ઇતિહાસ રચવા જઇ રહ્યા છે. બ્રૈન્સનની કંપનીની તૈયારીઓ 2022થી દર અઠવાડિયે લોકોને અવકાશમાં લઈ જવા માટેની છે. આ માટે, તે 2.50 લાખ ડોલર એટલે લગભગ 1.90 કરોડની વસૂલાત કરવાની તૈયારીમાં છે. આ આધારે રાયટર્સના એક અહેવાલ મુજબ, 2030 સુધીમાં સ્પેસ ટૂરિઝમ માર્કેટ 3 બિલિયન ડોલર એટલે કે આશરે 26 હજાર કરોડ રૂપિયા થવા જઇ રહ્યું છે.

રિચર્ડ બ્રૈન્સન તેના 71માં જન્મદિવસના એક અઠવાડિયા પહેલા સ્પેસ પ્રવાસ પર જઇ રહ્યાં છે. તેઓ આ માટે ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા છે.
રિચર્ડ બ્રૈન્સન તેના 71માં જન્મદિવસના એક અઠવાડિયા પહેલા સ્પેસ પ્રવાસ પર જઇ રહ્યાં છે. તેઓ આ માટે ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા છે.

25 જૂને લાઇસન્સ મળ્યું
બ્રૈનસન પોતે ફ્લાઇટમાં જય રહ્યા છે જેથી તે જાણી શકાય કે કેટલો સમય લાગશે, પર્યટકનો વેટલેસનેસ કરવાનો અનુભવ કેવો રહેશે અને તેવે વધુ સારું કેવી રીતે બનાવી શકાય છે. આ કારણને લીધે તેને મિશન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચાલક દળના સભ્ય કહેવામાં આવી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે બ્રૈન્સનનો કોઈ પ્લાન હતો જ નહીં. બેઝોસની અંતરિક્ષ યાત્રાની બધે ચર્ચા થઈ હતી. પરંતુ જ્યારે વર્જિન ગેલેક્ટિકને 25 જૂને લાઇસન્સ મળી ગયું, ત્યારે કંપનીએ 11 જુલાઈએ પોતાના મિશનની જાહેરાત કરી. તે સ્પષ્ટ છે કે બ્રૈન્સન આ સ્પેસ ટુરિઝમની દોડમાં બેઝોસને હરાવવા માંગે છે.