અફઘાનિસ્તાન:છોકરાઓની સેકન્ડરી સ્કૂલો ખૂલી, 36 લાખ બાળકીઓને નો એન્ટ્રી

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્યા શિક્ષણને લઈને તાલિબાન બેનકાબ
  • તાલિબાને મહિલાઓને લગતું અલાયદુ મંત્રાલય પણ બંધ કર્યું
  • અફઘાન ઉખાણું: યુવતીઓને શરિયા પ્રમાણે શિક્ષણની આશંકા ​​​​​​​

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વલણ ફરી બેનકાબ થઈ ગયું છે. બાળકીઓને મહિલા શિક્ષકો સાથે અભ્યાસના નિવેદન છતાં શનિવારે 36 લાખ બાળકીઓને સેકન્ડરી સ્કૂલોમાં એન્ટ્રી ના મળી. જોકે, આ દરમિયાન છોકરાઓની સ્કૂલો શરૂ થઈ ગઈ. શિક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં બાળકીઓના શિક્ષણ અંગે કોઈ સ્પષ્ટતા ના કરી.

જોકે, આપહેલા તાલિબાને દાવો કર્યો હતો કે, આ વખતે અમે 20 વર્ષ પહેલા શાસન કર્યું હતું, તેનાથી જુદી રીતે દેશ ચલાવીશું. એ વખતે તાલિબાને સત્તા મેળવ્યા પછી સ્કૂલ સંચાલકોએ બાળકીઓના બધા રેકોર્ડ બાળી નાંખ્યા હતા. હાલ અફઘાનિસ્તાનમાં શિક્ષણ વિશે યુનિસેફના રેકોર્ડ જ ઉપલબ્ધ છે. બીજી તરફ, તાલિબાને પૂર્વવર્ત અફઘાન સરકારના રાજમાં બનાવેલું મહિલાઓને લગતું મંત્રાલય પણ ખતમ કરી દીધું છે.

શું જિંદગીમાં લગ્ન જ મહત્ત્વના છે?
સ્કૂલ નહીં જતી એક યુવતીનું કહેવું છે કે, હું વકીલ બનવા ઈચ્છતી હતી. જોકે, હવે હું ઘરમાં છું અને એ દિવસની રાહ જોઈ રહી છું કે ઘરે આવીને કોઈ મારી સાથે લગ્ન કરી લેશે. શું જિંદગીમાં ફક્ત લગ્ન મહત્ત્વના છે?

લોકોમાં ચિંતા કેમ?
મોટા ભાગના લોકોને ચિંતા છે કે, યુવતીઓને શરિયા પ્રમાણે ફક્ત ધાર્મિક શિક્ષણ જ અપાશે. તાલિબાનો પહેલા સેકન્ડરી સ્કૂલોમાં યુવતીઓના શિક્ષણના પક્ષમાં ન હતા. તાલિબાન રાજ પહેલા ફક્ત 16% સ્કૂલ જ યુવતીઓની હતી. ત્યાં ફક્ત એક તૃતિયાંશ મહિલા શિક્ષકો જ છે.

ગામોની શું સ્થિતિ છે?
સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના મતે, અહીંના શહેરી વિસ્તારોમાં 70% અને ગ્રામીણ વિસ્તારોમાં 40% યુવતીઓ જ સ્કૂલે જાય છે. યુવક-યુવતીઓ જુદા જુદા બેસવાના તાલિબાન ફરમાનના કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો યુવતીઓને સ્કૂલ મોકલતા ખચકાતા હતા.

આંતરરાષ્ટ્રીય ફંડિંગ?
એશિયા ફાઉન્ડેશનના સરવે પ્રમાણે, અફઘાનિસ્તાનમાં કન્યા શિક્ષણ માટે દર વર્ષે અબજો ડૉલરનું બજેટ મળે છે. સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ એજ્યુકેશનના વિશેષ પ્રતિનિધિ ગોર્ડન બ્રાઉનના મતે, જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં યુવતીઓને ભયમુક્ત શિક્ષણની ગેરંટી નહીં મળે, ત્યાં સુધી ફંડ જારી નહીં કરાય.

પંજશીર ભુતિયા ખીણમાં પરિવર્તિત થઈ ગઈ, ગામોમાં હવે ફક્ત વૃદ્ધો અને પશુપાલકો જ રહી ગયા
તાલિબાની કબજા પછી પંજશીર ઘાટી ભુતિયા ઘાટીમાં પરિવર્તિત થઈ ગયું છે. દુકાનો-બજારો બંધ છે. ઈન્ટરનેટ અને વીજ જોડાણ પણ કપાઈ ગયા છે. ગામોમાં લોકો ભયભીત છે. મોટા ભાગના લોકો કાબુલ તરફ ગયા છે. અહીં ફક્ત વૃદ્ધો અને પશુપાલકો રહી ગયા છે. તાલિબાન પંજશીર જીતી નથી શક્યા. કમાન્ડર અહમદ મસૂદનું નેતૃત્વ ધરાવતું નોર્ધન રેઝિસ્ટન્સ ફ્રંટ હજુ હાર્યું નથી. તેઓ હજુ પણ અમેરિકાને મદદના સંદેશ મોકલે છે. ગામના લોકોનું કહેવું છે કે, પંજશીરમાં એક કલાકમાં બાજી પલટાઈ શકે છે.

અશિક્ષિત અફઘાનિસ્તાન

  • 37 લાખ કુલ છોકરા-છોકરીને સ્કૂલ શિક્ષણ નહીં
  • 37 ટકા યુવતીઓ સાક્ષર
  • 66 ટકા યુવકો સાક્ષર
  • 18 વર્ષ ઉંમર પહેલા એક તૃતિયાંશ છોકરીઓના લગ્ન
  • 9 %ના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલા

સ્રોત: યુનિસેફ
અન્ય સમાચારો પણ છે...