અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પની ડિવોર્સી પત્ની ઇવાના ટ્રમ્પનો મેનહટનમાં બનેલો 8,725 વર્ગફૂટનો આલીસાન બંગલો વેચાઇ રહ્યો છે. બ્રોકિંગ ફર્મે બંગલાની કિંમત આશરે 215 કરોડ રૂપિયા રાખી હતી. વેચાણથી મળેલી રકમ ઇવાના અને ડોનાલ્ડ ટ્રમ્પના 3 બાળકો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, એરિક ટ્રમ્પ અને ઇવાના ટ્રમ્પની વચ્ચે વહેંચવામાં આવશે. 64મી સ્ટ્રીટ પર બનેલા 5 બેડરૂમ, 5 બાથરૂમવાળા આ બંગલાનું ઇન્ટિરિયર 1980ના દસકનું છે. ઇવાનાએ આ બંગલો 1992માં માત્ર 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ જ વર્ષે તેના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છૂટાછેડા થયા હતા.
જુલાઇમાં ઇવાનાનું મૃત્યુ થયું હતું
જુલાઇ 2022માં ઇવાના ટ્રમ્પ પોતાના આ બંગલામાં મૃત મળી આવી હતી. ઇવાનાનું મૃત્યુ એક દુર્ઘટના હતી. મૈનહટનના એપાર્ટમેન્ટની સીડીઓથી પડવાને કારણે 73 વર્ષની ઇવાનાને ગંભીર ઇજાઓ થઇ હતી, જે તેના મૃત્યુનું કારણ બન્યું.
પ્રોફેસનથી મોડલ હતી ઇવાના, અભ્યાસ દરમિયાન ટ્રમ્પને મળી હતી
ચેકોસ્લોવાકિયાના ગોટવાલ્ડોવ શહેરમાં જન્મેલી ઇવાના અભ્યાસ માટે અમેરિકા આવી હતી. અહીં તેણે મોડલિંગ શરૂ કર્યું હતું. તે દરમિયાન તેમની બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઇ. 1977માં બંનેએ લગ્ન કરી લીધાં. 1980ના દસકમાં ઇવાના અને ટ્રમ્પની જોડીની ગણના અમેરિકામાં સૌથી હાઇ પ્રોફાઇલ જોડીઓમાં થતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.