ભાસ્કર વિશેષ:ટ્વિટર પર બૉટ્સ એટલે કે નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા અને રાજકીય કુપ્રચાર માટે થાય છે

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5% એકાઉન્ટ જ નકલી હોવાનો ટ્વિટરનો દાવો

ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવાની ડીલ રોકી દીધી છે. તેમણે કહ્યું છે કે, પહેલા ટ્વિટર પર બૉટ્સ એટલે કે નકલી એકાઉન્ટ્સની તપાસ કરાવો. ટ્વિટરે આ પ્રકારના બૉટ્સ એકાઉન્ટના કુલ યુઝર્સનો આંકડો 5%થી પણ ઓછા હોવાનો દાવો કર્યો છે, પરંતુ મસ્કને લાગે છે કે તેની સંખ્યા 20%થી લઈને 90% સુધી હોઈ શકે છે. એટલે તેમણે ટ્વિટરને તેમના દાવાના પુરાવા રજૂ કર્યા પછી જ સોદો આગળ વધારવાની વાત કરી છે. બીજી તરફ, કહેવાય છે કે મસ્ક 44 અબજ ડૉલરની આ ડીલ રદ કરી શકે છે અને ટ્વિટરનું ક્લૉન બનાવી શકે છે. જાણો બૉટ્સ એકાઉન્ટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે...

બૉટ્સ નાણાકીય કૌભાંડની લિન્ક પણ ફેલાવી શકે છે, તેમની સાફસૂફી કરાય તો ટ્વિટરના કુલ યુઝર્સ ઘટી જાય
બૉટ્સ ઓટોમેટેડ એકાઉન્ટ હોય છે, જે માણસની જેમ કામ કરે છે. જેમ કે, ટ્વિટ કરવી, ફોલો કરવું, લાઈક કરવું અને રિ-ટ્વિટ કરવું. તેમના કારણે ભ્રામક, હાનિકારક, આક્રમક કન્ટેન્ટને પ્રોત્સાહિત કરી શકાય છે. કોઈ પ્રોડક્ટ કે સર્વિસ માટે વેબસાઈટ પર ટ્રાફિક લાવવા પણ તેનો ઉપયોગ થાય છે. ખોટી માહિતી ફેલાવવા કે રાજકીય પ્રચારને પ્રોત્સાહિત કરવા પણ તેનો ઉપયોગ કરી શકાય. બૉટ્સ નાણાકીય કૌભાંડોની લિંક પણ ફેલાવી શકે છે. મસ્કે ટ્વિટર સાથે ડીલ કરતા પહેલા જ બૉટની સાફસૂફીને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી કારણ કે, તે ક્રિપ્ટો સાથે સંકળાયેલા કૌભાંડોને પણ પ્રોત્સાહિત કરે છે.

બૉટને ટ્વિટરનું સમર્થન છેઃ ટ્વિટર તેના પ્લેટફોર્મ પર બૉટ્સને મંજૂરી આપે છે. તેને સારા બૉટ માટે @tinycarebot લેબલ પણ લૉન્ચ કર્યું છે. જોકે, ટ્વિટર સ્પેમ બૉટ્સને મંજૂરી નથી આપતું. કંપની પાસે તેમને કાબુમાં રાખવાનું મિકેનિઝમ છે.​​​​​​​આવા શંકાસ્પદ બૉટ્સ લૉક કરી દેવાય છે. તેમણે વાપસી માટે ફોન નંબર આપવો પડે છે અથવા રિકેપ્ચા ઉકેલવું પડે છે.

મસ્ક શું કરશે?ઃ મસ્ક સ્પેમ બૉટ્સ હટાવીને તેમજ માણસોને ઓથેન્ટિક કરીને ટ્વિટર વધુ વિશ્વસનિય બનાવવા ઈચ્છે છે. આ માટે તેઓ એકથી વધુ ઓથેન્ટિક પ્રોસેસ અપનાવી શકે છે.

તો શું થશે?ઃ સ્પેમ બૉટ્સ અને છેતરપિંડી કરતી ગતિવિધિથી નિરાશ યુઝર્સ ટ્વિટરથી દૂર થઈ જાય છે. એટલે બૉટ્સની સાફસૂફી કરાશે, તો ટ્વિટરના કુલ યુઝર્સ ઘટી જશે.

અન્ય સમાચારો પણ છે...