તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશા:USમાં કોરોનાના દર્દીઓનાં બંને ફેફ્સાંના પ્રત્યારોપણના કેસ વધ્યા, કેટલાક ફેફ્સાં ડોનેટ થવાની રાહ જુએ છે

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી સાજા થવા છતાં ખરાબ ફેફ્સાંએ મુશ્કેલી વધારી પણ વિકલ્પ મળ્યો

અમેરિકાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓમાં બંને ફેફ્સાંના પ્રત્યારોપણના કેસ વધ્યા છે. દેશના ટોચના મેડિકલ સેન્ટર્સમાં સામેલ ક્લીવલેન્ડ ક્લિનિકે આ માહિતી આપી છે. સેન્ટરે કહ્યું છે કે ઘણાં દર્દીઓ માટે ગંભીર સર્જરી જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. શિકાગોની નોર્થ-વેસ્ટર્ન મેમોરિયલ હોસ્પિટલના ડૉક્ટર્સે પણ આ મામલે રિસર્ચ કર્યું છે. તેમનું કહેવું છે કે વેન્ટિલેટર કે કૃત્રિમ ફેફ્સાં હારી જાય ત્યારે ફેફ્સાંનું પ્રત્યારોપણ જ એકમાત્ર વિકલ્પ બચે છે. અમેરિકન મેડિકલ એસોસિયેશનની જર્નલમાં લંગ્સ સ્પેશિયાલિસ્ટ સર્જન અંકિત ભરતે માહિતી આપી છે કે અમેરિકામાં કોરોનાના દર્દીનું પહેલું ડબલ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટેશન જૂન, 2020માં થયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 18 દર્દીનું ડબલ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટેશન થઇ ચૂક્યું છે.

હાલ 5 દર્દી ફેફ્સાંના ડોનરની રાહ જોઇ રહ્યા છે. ડબલ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા ઇચ્છતા કોરોના પેશન્ટ્સની સંખ્યા અચાનક વધતી જણાઇ રહી છે. ઘણાં દર્દી કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે પણ તેમણે ફેફ્સાં ખરાબ થઇ જવાને કારણે શ્વાસ લેવામાં તથા અન્ય તકલીફોનો સામનો કરવો પડે છે. ભરત અને તેમના સાથીઓએ એક સ્ટડીમાં 3 દર્દીની સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. આ દર્દીઓ 28, 43 અને 62 વર્ષના છે. તેમની સર્જરીમાં 10 કલાક લાગ્યા. ભરતે કહ્યું કે આ ઓપરેશનમાં બીજાં ઓપરેશનો કરતાં બમણા બ્લડની જરૂર પડે છે. ઓપરેશન પછી 15 દિવસ સુધી દર્દીની સારી રીતે સારસંભાળ લેવી જરૂરી છે.

કોરોનાને કારણે 5 મહિનામાં બંને ફેફ્સાં ખરાબ
મેરીલેન્ડના જોન મિકલસ (62) ગત વર્ષે ક્રિસમસ દરમિયાન સંક્રમિત થયા હતા. તેના 5 મહિના બાદ તેમનાં ફેફ્સાં ખરાબ થઇ ગયાં. ત્યારે ડૉક્ટર્સે કહ્યું કે મિકલસને બચાવવા કંઇ થઇ શકે તેમ નથી. પછી તેમની પત્નીએ અન્ય ડૉક્ટર્સની સલાહ લીધી. કેટલાકે ડબલ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટેશનની સલાહ આપ્યા બાદ મિકલસને બાલ્ટીમોરની મેરિલેન્ડ મેડિકલ સેન્ટ્રલ યુનિ.માં મોકલાયા. ત્યાં તેમનાં બંને ફેફ્સાંનું પ્રત્યારોપણ કરાયું. હાલ તેમને સારું છે અને તેઓ ઘરે પાછા ફરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...