• Gujarati News
  • International
  • Born In Bhopal, Pakistani Nuclear Scientist Dr. Abdul Qadir Khan Dies At 85; Bomb Techniques Were Sold In Many Countries

ઈસ્લામિક ન્યૂક્લિયર બોમ્બના જનકનું નિધન:ભોપાલમાં જન્મેલા પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કાદીર ખાનનું 85 વર્ષની ઉંમરમાં મોત; અનેક દેશોમાં બોમ્બની ટેકનિક વેચી હતી

ઈસ્લામાબાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડૉ. અબ્દુલ કાદીર ખાને મુસ્લિમ દેશનો પહેલો એટોમિક બોમ્બ બનાવ્યો હતો - Divya Bhaskar
ડૉ. અબ્દુલ કાદીર ખાને મુસ્લિમ દેશનો પહેલો એટોમિક બોમ્બ બનાવ્યો હતો

પાકિસ્તાનના સૌથી મોટા ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ ડૉ. અબ્દુલ કાદીર ખાનનું રવિવારે સવારે 85 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓએ મુસ્લિમ દેશનો પહેલો એટોમિક બોમ્બ બનાવ્યો હતો, તેથી તેઓએ ઈસ્લામિક ન્યૂક્લિયર બોમ્બના જનક કહેવામાં આવે છે. તેમના પર અનેક દેશોએ પરમાણુ ટેકનિક વેચવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેને શનિવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જે બાદ તેઓને રવિવારે સવારે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. રવિવારે સવારે તેમનું નિધન થઈ ગયું હતું.

ન્યૂક્લિયર ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનમાં હીરો બની ગયા હતા
ભારતે મે 1998માં રાજસ્થાનના પોખરણમાં પાંચ ન્યૂક્લિયર બોમ્બના પરીક્ષણ કર્યા હતા. જેના જવાબમાં ડૉ. કાદીરની આગેવાનીમાં પાકિસ્તાને પણ ન્યૂક્લિયર પરીક્ષણ કર્યું. જે બાદ તેઓ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ઈસ્લામિક દુનિયામાં હીરો બની ગયા હતા. આ પરીક્ષણ પછી પાકિસ્તાન પરમાણુ હથિયાર રાખવાવાળા મુસ્લિમ દેશોમાં એકમાત્ર અને દુનિયામાં સાતમો દેશ બની ગયો હતો.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જન્મ થયો હતો અબ્દુલ કાદી
અબ્દુલ કાદીર ખાનનો જન્મ 1 એપ્રિલ 1936નાં રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો. ડૉ. કાદીર ખાન પાકિસ્તાનના પહેલાં નાગરિક હતા જેઓને ત્રણ પ્રેસિડેન્શિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓને બે વખત નિશાન-એ-ઈમ્તિયાઝ અને એક વખત હિલાલ-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અનેક દેશોને પરમાણુ ટેક્નોલોજી વેચવાનો આરોપ લાગ્યો હતો
1998માં US ન્યૂઝ વીક મેગેઝીનનો એક રિપોર્ટ પબ્લિશ કરીને ડૉ. ખાન પર આરોપ લગાડવામાં આવ્યો હતો કે તેઓએ ઈરાકને ન્યૂક્લિયર સીક્રેટ વેચ્યા છે. થોડાં વર્ષો બાદ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશે ગુપ્ત રીતે તપાસ કરાવી, જેમાં સામે આવ્યું કે ડૉ. ખાને ઈરાન, નોર્થ કોરિયા, લીબિયા અને ઈરાકને પણ ન્યૂક્લિયર ટેક્નોલોજી વેચી છે.

જે બાદ જ્યારે ડૉ. ખાને પોતાના પર લાગેલા આરોપોને કબૂલ્યા ત્યારે તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે 2002માં તેઓને ન્યૂક્લિયર પ્રોગ્રામમાંથી હટાવી દીધા. આ કબૂલનામામાં ઈન્ટરનેશનલ મીડિયામાં હડકંપ મચી ગયો હતો. US ટાઈમ મેગેઝીને તેમને મર્ચન્ટ ઓફ મેનેસ એટલે કે તબાહીનો સૌદાગર ગણાવ્યો હતો.

2004માં તેને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા. તેમની ધરપકડ અને મુશર્રફ સરકારના અમેરિકી સરકાર તરફનો ઝુકાવ જોતા અનેક રાજકીય પાર્ટીઓ અને પાકિસ્તાની નાગરિક તેમના સમર્થનમાં ઉતરી આવ્યા અને તેઓને રાષ્ટ્રીય હીરો બનાવી દીધા હતા. જે બાદ તત્કાલિન વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ તેમના વિરૂદ્ધ તમામ આરોપો હટાવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...