બ્રિટિશ PMએ વિશ્વાસ મત જીત્યો:બોરિસ જોનસન વડાપ્રધાનપદે યથાવત્ રહેશે, 359માંથી 211 સાંસદે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો

લંડન20 દિવસ પહેલા
  • જો પ્રસ્તાવ પાસ થઈ ગયો હોત તો જોનસને વડાપ્રધાનપદ ગુમાવવું પડ્યું હોત

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે વિશ્વાસ મત જીત્યો હતો. અવિશ્વાસની દરખાસ્તનો તેમનો ચુકાદો કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો લાવ્યા હતા. જોનસનને તેના 59% ધારાસભ્યનું સમર્થન મેળવ્યું છે. કુલ 359 સાંસદમાંથી તેમને 211 સાંસદના મત મળ્યા હતા.

જોનસન સામે અવિશ્વાસ પ્રસ્તાવ શા માટે આવ્યો?
જોનસને આ વર્ષનો મોટા ભાગનો સમય કોવિડ લોકડાઉન અને વિપક્ષના હુમલા દરમિયાન પોતાની સરકારનો બચાવ કરવામાં પસાર થયો હતો. પાર્ટીગેટ કાંડને લઈને તેમની સરકાર લાંબા સમયથી દબાણમાં હતી. કોરોનાના કડક પ્રતિબંધો વચ્ચે પણ તેમણે અને તેમના સ્ટાફે વડાપ્રધાનના નિવાસસ્થાન, 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એવી અનેક પાર્ટીઓનું આયોજન કર્યું હતું, જેમાં તેઓ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા હતા. આ માટે પોલીસે તેને દંડ પણ ફટકાર્યો હતો.

આ ઉપરાંત તેમની પાર્ટીના ઘણા સાંસદો સરકારની એ વાત બાબતે નારાજ હતા, તેઓ સરકારની વિવાદાસ્પદ નીતિઓનો બચાવ કરતા હતા અને સરકાર પાછળથી નીતિઓમાં ફેરફાર કરતી હતી. આ કારણોસર પાર્ટીના સાંસદ જોનસનને અસરકારક નેતા તરીકે જોઈ શકતા નહોતા.

જોનસનના ઉત્તરાધિકારી વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી
અવિશ્વાસ પ્રસ્તાવ પછી તેમના ઉત્તરાધિકારીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. મીડિયામાં ચર્ચા હતી કે જો બોરિસની ખુરશી જશે તો તેમના નજીકના ચાર નેતામાંથી એક PM બની શકે છે.

લિઝ ટ્રુજ
લિઝ ટ્રુજનું પૂરું નામ એલિઝાબેથ મેરી ટ્રુજ છે. લિઝ ટ્રુજ હાલમાં ફોરેન કોમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ સેક્રેટરી છે. આ સિવાય ટ્રુજ સાઉથ વેસ્ટ નોર્થફોકના સાંસદ છે. હાલમાં ટ્રુજ પાર્ટીના લોકોમાં ખૂબ લોકપ્રિય છે.

46 વર્ષનાં ટ્રસે જોનસન સરકારમાં બે વર્ષ માટે આંતરરાષ્ટ્રીય વેપાર સચિવ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેમની ગયા વર્ષે જ યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટોના મુખ્ય અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
46 વર્ષનાં ટ્રસે જોનસન સરકારમાં બે વર્ષ માટે આંતરરાષ્ટ્રીય વેપાર સચિવ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેમની ગયા વર્ષે જ યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટોના મુખ્ય અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જેરેમી હન્ટ
55 વર્ષીય વિદેશ-સચિવ જેરેમી 2019ની ચૂંટણીમાં બીજા સૌથી લોકપ્રિય નેતા હતા. સરકારમાં કામ કરતી વખતે તેમની જાહેર છબિ નિષ્કલંક રહી છે. પાર્ટીના લોકોને વિશ્વાસ છે કે જેરેમી કોઈ વિવાદ અને ગંભીરતા વગર સરકાર ચલાવશે.

હન્ટે બે વર્ષ પૂર્વ આરોગ્ય સચિવ તરીકે સેવા આપી હતી. 2022ની શરૂઆતમાં હન્ટે કહ્યું હતું- મારા વડાપ્રધાન બનવાની ઈચ્છા હજી ખતમ થઈ નથી.
હન્ટે બે વર્ષ પૂર્વ આરોગ્ય સચિવ તરીકે સેવા આપી હતી. 2022ની શરૂઆતમાં હન્ટે કહ્યું હતું- મારા વડાપ્રધાન બનવાની ઈચ્છા હજી ખતમ થઈ નથી.

ઋષિ સુનક
યુકે સરકારમાં હાજર નાણામંત્રી પણ વડાપ્રધાનપદની રેસમાં એક મોટું નામ છે. આટલું જ નહીં, ઋષિ સુનક જોનસનના ફેવરિટ હતા. કોરોના મહામારી દરમિયાન ઋષિએ અર્થવ્યવસ્થાને બચાવવા માટે 410 અબજ પાઉન્ડના વિશેષ પેકેજની જાહેરાત કરી હતી. તેમના આ પગલાનાં ખૂબ વખાણ થયાં હતાં. આનાથી બેરોજગારીને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં મદદ મળી.

ઋષિએ અર્થવ્યવસ્થાને બચાવવા માટે 410 અબજ પાઉન્ડના વિશેષ પેકેજની જાહેરાત કરી હતી.
ઋષિએ અર્થવ્યવસ્થાને બચાવવા માટે 410 અબજ પાઉન્ડના વિશેષ પેકેજની જાહેરાત કરી હતી.

નદીમ જાહવી
આ તમામ દાવેદારોમાં નદીમ જાહવી સૌથી અલગ છે. ખરેખરમાં નદીમ નાનપણમાં ઈરાકમાંથી શરણાર્થી તરીકે બ્રિટન આવ્યા હતા. હાલમાં જાહવી શિક્ષણમંત્રી છે, પરંતુ કોરોના સમયગાળા દરમિયાન તેઓ વેક્સિનમંત્રી તરીકે ઓળખાતા હતા.

જાહવીને કારણે ઈંગ્લેન્ડમાં વેક્સિન અભિયાન ઝડપથી પૂર્ણ થઈ શક્યું હતું. જાહવીએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું. જો હું બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈશ તો એ મારું સદભાગ્ય હશે.
જાહવીને કારણે ઈંગ્લેન્ડમાં વેક્સિન અભિયાન ઝડપથી પૂર્ણ થઈ શક્યું હતું. જાહવીએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું. જો હું બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈશ તો એ મારું સદભાગ્ય હશે.

પેની મોર્ડેન્ટ
પૂર્વ રક્ષામંત્રી પણ આગામી વડાપ્રધાન બનવાની રેસમાં છે. અગાઉની ચૂંટણીઓમાં હન્ટને સમર્થન આપવા બદલ પેનીને જોનસને સરકારમાંથી બરતરફ કર્યા હતા. પેની યુરોપિયન યુનિયન છોડવાના સમર્થન કરનારલો કોમાં સૌથી આગળ હતા.

જ્યારે યુરોપિયન યુનિયન છોડવાનો મુદ્દો સમગ્ર યુકેમાં ગરમાયો હતો, ત્યારે પેનીએ એક ટીવી શોમાં ભાગ લીધો હતો. આ કારણે તેઓ ચર્ચામાં રહ્યાં હતાં. પેની હાલમાં જુનિયર ટ્રેડ મિનિસ્ટર છે.
જ્યારે યુરોપિયન યુનિયન છોડવાનો મુદ્દો સમગ્ર યુકેમાં ગરમાયો હતો, ત્યારે પેનીએ એક ટીવી શોમાં ભાગ લીધો હતો. આ કારણે તેઓ ચર્ચામાં રહ્યાં હતાં. પેની હાલમાં જુનિયર ટ્રેડ મિનિસ્ટર છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમ આત્મઘાતી
જોનસનને ગેરમાર્ગે દોરવા બદલ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો છે. જો પ્રસ્તાવ પાસ થઈ ગયો હોત તો તેમણે વડાપ્રધાનપદની સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના વડાનું પદ ગુમાવવું પડ્યું હોત.

પીએમને હટાવવા અંગે કન્ઝર્વેટિવ સાંસદો શું માને છે?
કન્ઝર્વેટિવ પાર્ટીના જટિલ, પોતાને નુકસાન કરતા નિયમોને કારણે એવી મુશ્કેલીઓ ઊભી થાય છે. પાર્ટીના જ બેકબેન્ચર સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે છે. આવું ત્યારે થાય છે જ્યારે 15% સાંસદો પાર્ટીની 1922 સભ્યની પ્રતિનિધિત્વ સમિતિ પાસેથી તેની માગ કરે છે. પાર્ટી પાસે 359 સાંસદ છે, તો 54 સાંસદે પત્ર લખ્યો છે.

મતદાન કેવી રીતે થયું?
તમામ સાંસદો અવિશ્વાસના મત પર મતદાન કરે છે. પરિણામ બહુમતી દ્વારા નક્કી કરવામાં આવે છે. જોનસનને હટાવવા માટે ઓછામાં ઓછા 180 સાંસદના સમર્થનની જરૂર હતી.

અન્ય સમાચારો પણ છે...