બ્લૂમબર્ગમાંથી:વિદ્યાર્થી નેતા રહેલા 35 વર્ષીય ડાબેરી બોરિસ ચિલીના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા

બ્લૂમબર્ગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રેબિયલ બોરિસ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગ્રેબિયલ બોરિસ - ફાઇલ તસવીર

ચિલીમાં ડાબેરી નેતા ગ્રેબિયલ બોરિસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 56 ટકા મત મેળવી દક્ષિણપંથી નેતા જોસ એન્ટોનિયોને પરાજય આપી ઐતિહાસિક વિજય મેળવ્યો છે.

2012માં મતદાન ફરજિયાત થયા બાદથી કોઈ પણ નેતાને મળેલું આ સૌથી વધુ લોકસમર્થન છે. 35 વર્ષની વયે ચિલીના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવનાર તે સૌથી યુવા નેતા છે. ગ્રેબિયલ બોરિસ અસમાનતા અને ગરીબીનો સામનો કરવા અનેક મહિનાથી વિશેષ અભિયાન ચલાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે અસમાનતા અને ગરીબી દાયકા પહેલાં જનરલ ઓગસ્ટો પિનોશેના સરમુખત્યાર વલણને કારણે પેદા થઈ હતી.

બોરિસે દેશના ધનિકો પર વધારાનો ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થી નેતા રહેલા બોરિસે 2019માં ચિલીના મૂડીવાદી મોડલ વિરુદ્ધ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તે 2014માં શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ માટે ચિલીમાં ચલાવાયેલા મોટા આંદોલનમાં પણ સામેલ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...