છૂટછાટ:પર્યટન ઉદ્યોગ બચાવવા બોર્ડર ખોલવાની તૈયારી, અધિકારીએ કહ્યું, ‘બધું બરાબર રહેશે તો 1લીથી સરહદો ખૂલશે’

યુરોપ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુરોપના દેશોમાં ઓફિસ, રેસ્ટોરન્ટ અને કેટલાક ઉદ્યોગો ખૂલી ચૂક્યા છે. હવે ત્યાંની સરકારો પર્યટન ઉદ્યોગને બચાવવાની યોજના ઘડી રહી છે. તે માટે આ દેશો સરહદ ખોલવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને શેંગેન ક્ષેત્રના દેશો. આ ક્ષેત્રમાં 26 દેશ છે. આ ક્ષેત્રમાં સામેલ દેશોના લોકોને અહીં ડોમેસ્ટિક ફ્લાઇટની જેમ મુસાફરીની મંજૂરી અપાઇ છે. આ લક્ઝમબર્ગના શેંગેન શહેરમાં 1985માં થયેલી સમજૂતીનો હિસ્સો છે. સરહદ ખોલવા યુરોપના અધિકારીઓ નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે બધું બરાબર રહ્યું તો બલ્ગેરિયા, સર્બિયા અને ગ્રીસની સરહદો 1 જૂનથી ખૂલી જશે. ગ્રીસે યુરોપના દેશો સહિત 29 દેશની યાદી તૈયાર કરી છે. આ દેશો માટે ગ્રીસ 15 જૂનથી ખૂલી શકે છે. ચેક રિપબ્લિક, હંગેરી, સ્લોવેકિયા પણ આવી જ તૈયારી કરી રહ્યા છે. ફ્રાન્સ, જર્મની અને પશ્ચિમ યુરોપના દેશો આ મુદ્દે પરસ્પર વાત કરી રહ્યા છે. તેઓ પણ 15 જૂનથી સરહદ ખોલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...