છેલ્લા બે દિવસમાં તાલિબાને ઝડપથી અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે. તાલિબાનોએ ગુરુવારે રાત્રે કંદહારમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. તેને તાલિબાન માટે મોટી જીત માનવમાં આવી રહી છે, કારણ કે કંદહાર કબજે કર્યા પછી તાલિબાન માટે અસરકારક રીતે સત્તા કબજે કરવી સરળ બની ગઈ છે. કંદહાર અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે, સાથે જ આર્થિક રીતે પણ એનું મહત્ત્વ સૌથી વધારે છે.
તાલિબાન માટે કંદહારનું મહત્ત્વ 2 પોઈન્ટમાં સમજો
1. આર્થિક દૃષ્ટિએ મહત્ત્વ
2. વ્યૂહાત્મક મહત્ત્વ
1996થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન રહ્યું. આ દરમિયાન દુનિયાના માત્ર 3 દેશોએ તેની સરકારને માન્યતા આપવાનું જોખમ ઉઠાવ્યું હતું. આ ત્રણેય દેશો સુન્ની બહુમતી ધરાવતા ઇસ્લામિક પ્રજાસત્તાક દેશ હતા. આ દેશો હતા સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને પાકિસ્તાન.
કંદહાર વિમાન અપહરણમાં હતી તાલિબાનની ભૂમિકા
1999માં જ્યારે ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન IC-814 અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે તેનું છેલ્લું ઠેકાણું અફઘાનિસ્તાનનું કંદહાર એરપોર્ટ હતું. એ સમયે પાકિસ્તાનના ઈશારે તાલિબાનોએ એક રીતે ભારત સરકારને બ્લેકમેઇલ કર્યું હતું. ભારતના જેલમાં બંધ ત્રણ આતંકવાદીને મુક્ત કર્યા બાદ આપણા પ્રવાસીઓ દેશમાં પરત ફરી શક્યા હતા.
શું તાલિબાન ભારત અને દુનિયા માટે કોઈ જોખમ છે?
ઘણા નિષ્ણાતો કહે છે કે તાલિબાન અફઘાનિસ્તાનની લોકશાહી સંસ્થાઓ, નાગરિક અધિકારો અને પ્રાદેશિક સુરક્ષા માટે ખતરો છે. આ સંગઠને વિશ્વના સૌથી શક્તિશાળી સિક્યોરિટી એલાયન્સ નાટોનો સામનો કર્યો છે. આવી સ્થિતિમાં તેમનું મનોબળ ઘણું વધુ છે.
તાલિબાન પર નજર રાખતી UNની ટીમે તેના 2021ના રિપોર્ટમાં કહ્યું છે કે તાલિબાન આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે મજબૂત સંબંધ ધરાવે છે. રિપોર્ટ અનુસાર અલ-કાયદા પર તાલિબાનની પકડ મજબૂત થઈ રહી છે. અલ-કાયદાને સંસાધનો પૂરાં પાડવાથી લઈને તાલીમની સુધીની વ્યવસ્થા તાલિબાન કરી રહ્યું છે. અલ-કાયદાના આશરે 200થી 500 આતંકવાદીઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં છે. તેના ઘણા નેતાઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદની આસપાસ છુપાયેલા છે. અમેરિકન ઓથોરિટી પણ માને છે કે અલ-કાયદાનો ચીફ અલ-ઝવાહરી પણ અહીં જ ક્યાંક છુપાયેલો છે. જો કે 2020માં તેની માર્યા ગયાની પણ અફવાફ જણાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.