ઇરાક અને સીરિયા પર તુર્કીયેની એર સ્ટ્રાઇક:આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ વરસાવ્યા, ઈસ્તાંબુલમાં થયેલા હુમલાનો બદલો લીધો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

તુર્કિયે(જૂનું નામ તુર્કી)એ શનિવારે નોર્થ સીરિયા અને નોર્થ ઈરાકમાં પ્રતિબંધિત કુર્દિશ આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો છે. આ ઠેકાણાઓ પરથી જ આતંકીઓએ ઈસ્તાંબુલ પર આતંકી હુમલાની યોજના બનાવી હતી. હુમલાની માહિતી તુર્કીના સંરક્ષણ મંત્રાલયે આપી છે.

તુર્કિયેના ઈસ્તાંબુલમાં 13 નવેમ્બરે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 6 લોકોની મોત થઈ હતી. 81 લોકો ઘાયલ થયા હતા. સરકારે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી(PKK) અને સીરિયાઈ કુર્દિશ YPG મિલિશિયા સંગઠનનને જવાબદાર ઠેરવ્યા હતા. ઈસ્તાંબુલમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કુર્દિશ આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે.

હુમલા બાદ તુર્કી સેનાના વાહનો ઉત્તર સીરિયા અને ઉત્તર ઈરાકમાં જોવા મળ્યા હતા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
હુમલા બાદ તુર્કી સેનાના વાહનો ઉત્તર સીરિયા અને ઉત્તર ઈરાકમાં જોવા મળ્યા હતા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

2 ગામ પર થયો હવાઈ હુમલો
તુર્કિયેએ અલ-બેલોનિયા અને દાહિર-અલ-અરબ ગામ પર હુમલો કર્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, સરકારે ટ્વીટ કર્યું છે, જેમાં જોઈ શકાય છે કે આતંકવાદીઓના ઠેકાણા પર બે વિસ્ફોટ થાય છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે સચોટ હુમલાથી આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા.

ઈસ્તાંબુલમાં 13 નવેમ્બરે બોમ્બ વિસ્ફોટ થયો
ઈસ્તાંબુલમાં 13 નવેમ્બરે બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઘટનામાં પોલીસે 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. અલ જઝીરાએ સૂત્રોના હવાલાથી પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે હુમલામાં 3 લોકો સામેલ હતા. જેમાંથી એક મહિલા અને બે પુરૂષ હતા.

વિસ્ફોટ સાંજે લગભગ 4 વાગ્યાને 15 મિનિટે થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એક મહિલા લગભગ 40 મિનિટ સુધી બેસી રહી. ત્યાર પછી તે ત્યાં એક બેગ મૂકીને જતી રહી. થોડી મિનિટ પછી ત્યાં વિસ્ફોટ થયો. કહેવામાં આવી રહ્યું છે કે, તે બેગમાં બોમ્બ હતો.

અમેરિકાની સહાનુભૂતિ પણ ફગાવી
ઈસ્તાંબુલ હુમલા પછી અમેરિકા અને તુર્કિયેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. તુર્કિયે સરકારે કહ્યું હતું કે, આ હુમલાની પાછળ કુર્દિશ આતંકવાદી સંગઠનનો હાથ હતો. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ઘણી વખત ખુલ્લેઆમ કહી ચૂક્યા છે કે યુએસ સરકાર સીરિયામાં હાજર કુર્દિશ આતંકવાદીઓને હથિયારો પૂરા પાડે છે અને આ આતંકવાદીઓ સીરિયામાંથી તુર્કિયેમાં હુમલા શરૂ કરે છે.

આ જ કારણ છે કે ઈસ્તાંબુલ હુમલા પછી જ્યારે રાજધાની અંકારામાં અમેરિકન દૂતાવાસે હુમલા પર શોક વ્યક્ત કર્યો ત્યારે તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલુએ કહ્યું- અમને તેમની શોકની જરૂર નથી. અમેરિકા કુર્દિશ સંગઠનોને મદદ કરતું રહ્યું છે.

જુઓ​​​​​​​ ઈસ્તાંબુલમાં બ્લાસ્ટ પછીની આ તસવીરો...

આ તસવીર બ્લાસ્ટ પછી તરત જ લેવામાં આવી છે, જ્યારે એક છોકરી બ્લાસ્ટ લેનમાંથી બહાર આવે છે. આ દરમિયાન તે સતત રડી રહી હતી.
આ તસવીર બ્લાસ્ટ પછી તરત જ લેવામાં આવી છે, જ્યારે એક છોકરી બ્લાસ્ટ લેનમાંથી બહાર આવે છે. આ દરમિયાન તે સતત રડી રહી હતી.
રવિવાર રજાનો દિવસ હોવાથી ઇસ્તિકલાલમાં વધુ ભીડ જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે આ જગ્યા મોટી ભીડને કારણે બ્લાસ્ટ કરવા માટે પસંદ કરવામાં આવી હતી.
રવિવાર રજાનો દિવસ હોવાથી ઇસ્તિકલાલમાં વધુ ભીડ જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે આ જગ્યા મોટી ભીડને કારણે બ્લાસ્ટ કરવા માટે પસંદ કરવામાં આવી હતી.
ઇસ્તિકલાલ એવન્યુ હંમેશા સ્થાનિકો અને વિદેશથી આવેલા મુલાકાતીઓથી ભરચક રહે છે. હુમલાની જાણ થતાં જ ખરીદી કરવા આવેલા લોકો બહાર દોડવા લાગ્યા હતા.
ઇસ્તિકલાલ એવન્યુ હંમેશા સ્થાનિકો અને વિદેશથી આવેલા મુલાકાતીઓથી ભરચક રહે છે. હુમલાની જાણ થતાં જ ખરીદી કરવા આવેલા લોકો બહાર દોડવા લાગ્યા હતા.
આ તસવીર ભીડભાડવાળા ઈસ્તિકલાલ એવન્યુમાં બ્લાસ્ટ પછી લેવામાં આવી છે. જ્યાં બ્લાસ્ટ બાદ લોકો દોડી રહ્યા છે
આ તસવીર ભીડભાડવાળા ઈસ્તિકલાલ એવન્યુમાં બ્લાસ્ટ પછી લેવામાં આવી છે. જ્યાં બ્લાસ્ટ બાદ લોકો દોડી રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...