તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાનિસ્તાનમાં આતંકી હુમલો:તાલિબાન સાથે શાંતિ મંત્રણા વચ્ચે કાબુલમાં બોંબ વિસ્ફોટ, ત્રણ લોકોનાં મોત

કાબુલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનના પબ્લિક પ્રોટેક્શન ફોર્સના જર્નાલિસ્ટમાંથી પ્રવક્તા બનેલા ઝિયા વાદનની બોંબ વિસ્ફોટથી તેમને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી છે. આ વિસ્ફોટમાં તેમની સાથેના બે સાથીઓના પણ મોત થયા હોવાનું અફઘાનના ઈન્ટિરિયર મંત્રાલયે જણાવ્યું હતું.

કાબુલના પૂર્વ હિસ્સામાં બનેલી આ ઘટનાથી અફઘાનિસ્તાન ફરી ધ્રુજી ઉઠ્યું છે. ઝિયા વાદન અગાઉ કેટલાક મીડિયા નેટવર્ક્સમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમના વાહનને IEDથી નિશાન બનાવાયું હતું. આ વિસ્ફોટમાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

અફઘાનિસ્તાનના પબ્લિક પ્રોટેક્શન ફોર્સના પ્રવક્તાને લઈ જતી આ કારને બોંબથી ઉડાવી દેવાઈ. સુરક્ષાકર્મીઓ વિસ્ફોટનો ભોગ બનેલી કારને હટાવી રહ્યા છે.
અફઘાનિસ્તાનના પબ્લિક પ્રોટેક્શન ફોર્સના પ્રવક્તાને લઈ જતી આ કારને બોંબથી ઉડાવી દેવાઈ. સુરક્ષાકર્મીઓ વિસ્ફોટનો ભોગ બનેલી કારને હટાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કતાર ખાતે અફઘાન સરકારના નેગોશિયેટર્સ તાલિબાન સાથે શાંતિ મંત્રણા માટે પહોંચ્યા છે ત્યારે જ આ બોંબ વિસ્ફોટ થયો છે.

આ આતંકી હુમલા અંગે કોઈ આતંકી જૂથે હાલ જવાબદારી સ્વીકારી નથી પરંતુ ભૂતકાળના અનેક હુમલાઓમાં ખતરનાક આતંકી સંગઠન ઈસ્લામિક સંગઠને જવાબદારી સ્વીકારી હતી. આ ઉપરાંત તાલિબાનના આતંકીઓ પણ અવારનવાર આતંકી હુમલા કરતા રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser