• Gujarati News
  • International
  • Bolivia's Health Minister Infected, Mexico's President Says Deaths Should Not Be Compared To European Countries, With 1.15 Million Cases Worldwide So Far

કોરોના વર્લ્ડ LIVE:વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

વોશિન્ગટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈઝરાયલના તેલ અવીવમાં એક બારમાં બારટેન્ડર તથા કસ્ટમર ફેસ માસ્ક પહેરેલા દેખાય છે. અહીં ફરી બાર બંધ કરવા આદેશ આપાયો છે - Divya Bhaskar
ઈઝરાયલના તેલ અવીવમાં એક બારમાં બારટેન્ડર તથા કસ્ટમર ફેસ માસ્ક પહેરેલા દેખાય છે. અહીં ફરી બાર બંધ કરવા આદેશ આપાયો છે
  • વિશ્વભરમાં અત્યારસુધી 5.36 લાખ લોકોના મોત થયા છે, 65.34 લાખ લોકો સ્વસ્થ થયા છે
  • સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં 29.82 લાખ લોકો સંક્રમિત અને 1 લાખ 32 હજાર 569ના મોત

વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યાર સુધી 1 કરોડ 16 લાખ 52 હજાર 385 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 65 લાખ 89 હજાર 218 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 5 લાખ 38 હજાર 513 લોકોના મોત થયા છે. ઈઝરાયલમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી ક્લબ, જીમ અને બાર બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારના નવા આદેશ પ્રમાણે ધાર્મિક સ્થળ પર ફક્ત 19 લોકો જ ભેગા થઈ શકશે. આ ઉપરાંત બંધ રેસ્ટોરન્ટમાં 20 અને ખુલ્લા રેસ્ટોરન્ટમાં 30 લોકોથી વધારે લોકો ભેગા થઈ શકશે નહીં. બીજી બાજુ કોરોના મહામારીની અસર બ્રિટનની અનેક યુનિવર્સિટી પર જોવા મળે છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝ (IFS)ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સરકાર તરફથી રાહત પેકેજ નહીં મળે તો 13 યુનિવર્સિટી બંધ થઈ જશે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરે યુરોપિય દેશો સાથે મોતના આંકડાની સરખામણી કરવાનો ઇનકાર કર્યો છે. સૌથી વધુ મોતની સંખ્યામાં મેક્સિકો પાંચમા સ્થાને છે. બોલીવિયાના સ્વાસ્થ્ય મંત્રી ઇડી રોકા કોરોના સંક્રમિત છે. છેલ્લા ચાર દિવસમાં તેઓ ત્રીજા કેબિનેટ મંત્રી છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

કેટલા સંક્રમિતકેટલા મોતકેટલા સ્વસ્થ થયા
અમેરિકા29,82,9281,32,569    12,89,564
બ્રાઝીલ16,04,58564,9009,78,615    
ભારત6,97,83619,7004,24,891   
રશિયા6,81,25110,1614,50,750    
પેરૂ3,02,71810,5891,93,957
સ્પેન2,97,62528,385  પ્રાપ્ત નથી
ચિલી2,95,5326,3082,61,032
બ્રિટન2,85,41644,220પ્રાપ્ત નથી
મેક્સિક2,56,84830,6391,55,604
ઇટલી2,41,61134,8611,92,108

સ્ત્રોત- https://www.worldometers.info/coronavirus/ 

દ. આફ્રિક હિન્દુ પોલિટિકલ પાર્ટીના ફાઉન્ડરનું મોત
દક્ષિણ આફ્રિકાની એકમાત્ર હિન્દુ પોલિટિકલ પાર્ટીના ફાઉન્ડર અને લીડર જયરાજ બાચૂનું કોરોના સંક્રમણના લીધે નિધન થયું હતું. 75 વર્ષના બાચૂ ડરબનમાં રહેતા હતા. તેમણે હિન્દુ પોલિટિકલ પાર્ટી અને હિન્દુ યુનિટિ મુવમેન્ટની સ્થાપના કરી હતી. બાચૂ પાંચ દાયકાથી દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં સક્રિય હતા. 

હજ યાત્રા દરમિયાન બેઠક કરવા પર પ્રતિબંધ
સઉદી સરકારે હજ યાત્રા અંગે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. તેમાં કહ્યું છે કે યાત્રા દરમિયાન પ્રવાસીઓને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. એક જ સ્થળે ભેગા થવા પર અથવા બેઠક કરવા પર પ્રતિબંધ છે. આ વર્ષે પવિત્ર કાબાને કોઇ અડકી નહીં શકે. જૂનમાં સઉદી સરકારે કહ્યું હતું કે આ વર્ષે વિદેશી પ્રવાસીઓને હજની મંજૂરી નહીં મળે. માત્ર સ્થાનિક નાગરિકો જ યાત્રા કરી શકશે. 

મેક્સિકો: યુરોપિય દેશો સાથે સરખામણી નહીં
મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરે યુરોપિય દેશો સાથે મોતના આંકડાની સરખામણી કરવાનો ઇનકાર કર્યો છે. મેક્સિકો મોતની સંખ્યા મામલે પાંચમા સ્થાને છે. તેમણે કહ્યું- સ્પેન અને ફ્રાન્સની વસતિ મેક્સિકો કરતા ઓછી છે અને આપણા દેશમાં મરનાર દરેક વ્યક્તિ સ્પેનમાં મરનાર ત્રણ લોકો બરાબર છે. તેથી તેની સરખામણી ન કરી શકાય. મેક્સિકોમાં અત્યારસુધી 30639 લોકોના મોત થયા છે જ્યારે 2.56 લાખ સંક્રમિત થયા છે. 

હવાથી પણ સંક્રમણ ફેલાય છે- એક્સપર્ટ
32 દેશોના 139 એક્સપર્ટ્સનું કહેવું છે કે વાયરસ હવા દ્વારા પણ સંક્રમણ ફેલાવી શકે છે. નિષ્ણાંતોની ટીમે WHO અને સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનને પત્ર લખીને કહ્યું છે કે તેના વિશે લોકોને જણાવવામા આવે. એજન્સીઓ આ વિષય પર વાત કરવાથી ડરે છે. આ જાણકારીને છૂપાવીને રાખવી ન જોઇએ. 

પાકિસ્તાન- ઈમરાન ખાનના સ્વાસ્થ્ય સલાહકાર સંક્રમિત
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી પછી હવે ઇમરાન ખાનના વિશેષ સ્વાસ્થ્ય સલાહકાર જફર મિર્ઝાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જફર મિર્જાએ ટ્વિટર પર તેની જાણકારી આપી હતી. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી અને યુસુફ રઝા ગિલાની સંક્રમિત થયા હતા. 

બ્રાઝીલ - 602 મોત
બ્રાઝીલમાં રવિવારે 26 હજાર 51 કેસ સામે આવ્યા હતા અને 602 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યારસુધી 16 લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં સંક્રમણ વધી રહ્યું છે. સોમવારથી અહીં બાર, રેસ્તરાં, બ્યૂટી સલૂન અને ક્લિનિક શરૂ થઇ જશે. સ્ટ્રીટ શોપ અને મોલ છ કલાક માટે ખુલશે.

બ્રાઝીલમાં ચર્ચ ખોલી નાખવામા આવ્યા છે.
બ્રાઝીલમાં ચર્ચ ખોલી નાખવામા આવ્યા છે.

બોલીવિયા: સ્વાસ્થ્યમંત્રી સંક્રમિત
બોલીવિયાના સ્વાસ્થ્ય મંત્રી ઇડી રોકા કોરોનાથી સંક્રમિત છે. છેલ્લા ચાર દિવસમાં તેઓ ત્રીજા કેબિનેટ મંત્રી છે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને તેઓ આઇસોલેશનમાં છે. 1.1 કરોડની વસતિ વાળા દેશમાં 38 હજાર લોકો સંક્રમિત છે. 

બોલીવિયાના સ્વાસ્થ્ય મંત્રી ઇડી રોકા
બોલીવિયાના સ્વાસ્થ્ય મંત્રી ઇડી રોકા
અન્ય સમાચારો પણ છે...