અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને નવી દિલ્હીમાં થયેલી G20 બેઠકમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત કરી. 10 મિનિટ થયેલી વાતચીતનો મુદ્દો એક જ હતો- યુદ્ધને ખતમ કરવાનું છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ બંને નેતાઓની પહેલી મુલાકાત છે. તેના પહેલાં બંને નેતા જાન્યુઆરી 2022માં સ્વિટ્ઝરલેન્ટના જેનેવામાં મળ્યાં હતાં.
મીટિંગ પછી બ્લિંકને કહ્યું- મેં સર્ગેઈ લાવરોવને કહ્યું કે તેઓ યુદ્ધને ખતમ કરે. અમેરિકાએ આ જ વાત UNમાં પણ કહી હતી. બેસીને વાતચીત કરો ઉકેલ શોધો. G20 દેશના નેતાઓ પણ ઇચ્છે છે કે બંને દેશોની વચ્ચે શાંતિ બની રહે. અમે ડિપ્લોમેસી દ્વારા યુદ્ધને ખતમ કરવાના પક્ષમાં છીએ. તેના માટે અમે યુક્રેનનું સમર્થન કરી રહ્યા છીએ પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન તેમાં કોઈ ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા નથી.
US અન્ય દેશો ઉપર દબાવ કરી રહ્યું છે, જેથી તેઓ રશિયા વિરૂદ્ધ થઈ જાય
G20 બેઠક પછી એક પ્રેસ કોન્ફરન્સમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું- યુક્રેન સાથે ચાલી રહેલાં યુદ્ધના કારણે રશિયા નહીં પરંતુ વેસ્ટર્ન વર્લ્ડ અલગ પડી ગયું છે. થોડાં દેશો ઉપર અમેરિકા પ્રેશર કરી રહ્યું છે કે તેઓ રશિયા વિરૂદ્ધ UNમાં વોટિંગ કરે. આ દેશ દબાણમાં રહેશે નહીં, કેમ કે તે પશ્ચિમ દેશોની રમત સમજે છે. અમે UN ચાર્ટરના જણાવ્યા પ્રમાણે જ કામ કર્યું છે. UN સિક્યોરિટી કાઉન્સિલમાં જલ્દીમાં જલ્દી સુધાર થવો જોઈએ.
બંને નાતાઓએ ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી અંગે ચર્ચા કરી
ગયા અઠવાડિયે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ન્યૂ સ્ટ્રૈટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી(START)થી પોતાને અલગ કરી દીધા છે. આ ટ્રીટી અમેરિકા અને રશિયાની વચ્ચે 2010માં શરૂ થઈ હતી. જેના હેઠળ બંને દેશો ઉપર ન્યૂક્લિયર વેપનના ઉપયોગને લઇને થોડી શરતો અને પ્રતિબંધો છે. રશિયાએ આ ટ્રીટીથી અલગ થઈને આ શરતો અને પ્રતિબંધોને માનવાની ના પાડી દીધી છે.
મીટિંગ દરમિયાન એન્ટની બ્લિંકને સર્ગેઈ લાવરોવને આ નિર્ણયને બદલવાની વાત કહી. તેમણે કહ્યું- આ એક ગેરજવાબદારીભર્યો નિર્ણય છે. રશિયાએ તેને બદલવો જોઈએ. આ અંગે એકમત થવું બંને દેશોના હિતમાં છે. આપણે મોટાં ન્યૂક્લિયર પાર્વર્સ છીએ, એટલે દુનિયામાં પણ આપણી પાસે એકમત થવાની આશા કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.