ઇઝરાયલના યરુશલમમાં બ્લાસ્ટ, એકનું મોત:અડધા કલાકમાં 2 બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયા, 19થી વધુ લોકો ઘાયલ

યરુશલમ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક બેગમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો

ઇઝરાયલના યરુશલમમાં બે બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં એક ટીનેજરનું મૃત્યુ થયું છે. 19થી વધુ લોકો ઘાયલ થયાની માહીતી છે. હાલમાં બ્લાસ્ટ​​​​​​​ ​​​​​​નું કારણ સામે નથી આવ્યું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. મામલાની તપાસ થઇ રહી છે

એક પોલીસ અધિકારીએ કહ્યું- પહેલો બ્લાસ્ટ​​​​​​​ગિવટ શોલ બસ સ્ટોપમાં સવારે 7 વાગ્યાની આસપાસ થયો. અહીં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું. 11 લોકો ઘાયલ થયા. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અનુસાર ઘટના સ્થળે એક બેગમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. બીજો ધમાકો 30 મિનિટ પછી રિમોટ જંક્શનની પાસે આશરો 7.30 વાગે થયો. બંને બ્લાસ્ટ​​​​​​​ 5 કિલોમીટરના અંતરમાં થયા હતા.

ગીવટ શૌલ બસ સ્ટોપ પર વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ગીવટ શૌલ બસ સ્ટોપ પર વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે ઉભેલી બસને નુકસાન થયું હતું. તેના કાચ તૂટી ગયા હતા.
બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે ઉભેલી બસને નુકસાન થયું હતું. તેના કાચ તૂટી ગયા હતા.
બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. લોકો આમ-તેમ દોડતા જોવા મળ્યા હતા.
બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. લોકો આમ-તેમ દોડતા જોવા મળ્યા હતા.
બ્લાસ્ટની જાણ થતાં જ ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
બ્લાસ્ટની જાણ થતાં જ ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
બ્લાસ્ટ બાદ બસ સ્ટોપ પાસે ઘણો વિનાશ થયો હતો. લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
બ્લાસ્ટ બાદ બસ સ્ટોપ પાસે ઘણો વિનાશ થયો હતો. લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે. તપાસ ચાલી રહી છે. આ પછી જ બ્લાસ્ટનું સાચું કારણ બહાર આવશે.
પોલીસે આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે. તપાસ ચાલી રહી છે. આ પછી જ બ્લાસ્ટનું સાચું કારણ બહાર આવશે.

આતંકી હુમલાની આશંકા
પોલીસનું કહેવું છે કે આ એક આતંકી હુમલો હોઇ શકે છે. એક અધિકારીએ કહ્યું કે આ હુમલો ફિલિસ્તાની હુમલો છે. જોકે હજુ સુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. ઇઝરાયલ પોલીસ કમિશનર કોબી શબતાઇના કહેવા મુજબ બે લોકોએ હુમલો કર્યો છે.

2016માં હમાસ આતંકી સમૂહ પર યરુશલમમાં એક બસ પર બોમ્બમારો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ હુમલામાં 21 લોકો ઘાયલ થયા હતા. 2011માં યરુશલમ ઇન્ટનેશનલ કન્વેન્શન સેન્ટરની બહાર બસ સ્ટોપ પર એક બેગમાં રાખેલો બોમ્બ ફૂટ્યો હતો. આ હુમલામાં 2 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઘણા ઘાયલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...