કાબુલ ધ્રૂજ્યું:કાબુલના ક્રિકેટ સ્ટેડિયમમાં વિસ્ફોટ, 4 ઘાયલ

કાબુલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે સાંજે બ્લાસ્ટ થયો. તે સમયે એક લોકલ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. શાપેઝા ક્રિકેટ લીગની 8મી સિઝન 18 જુલાઈના રોજ શરૂ થઈ હતી.

જેના પગલે આજે લીગની 21મી મેચ અમો શાર્ક્સ અને સ્પિન ઘર ટાઈગર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં સ્પિન ઘર ટાઈગર્સે જીત માટે 135 રનનો ટાર્ગેટ 7 વિકેટ બાકી રાખીને વિજય મેળવ્યો હતો.

આ બ્લાસ્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમા જોવા મળી રહ્યું છે મેદાનમાં મેચ જોવા આવેલા લોકો બ્લાસ્ટ થતા જીવ બચાવવા ભાગતા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...