• Gujarati News
  • International
  • White Student Urinates On Black Student's Book, Laptop And Other Stuff, Says this Is My Right, Video Goes Viral

દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીમાં વંશીય ઘટના:ગોરા વિદ્યાર્થીએ અશ્વેત વિદ્યાર્થીનાં પુસ્તક, લેપટોપ અને અન્ય સામગ્રી પર પેશાબ કર્યો, કહ્યું-આ મારો અધિકાર છે; વીડિયો વાઇરલ

એક મહિનો પહેલા

સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીના વિદ્યાર્થીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગોરો વિદ્યાર્થી અશ્વેત વિદ્યાર્થીની બુક અને લેપટોપ પર પેશાબ કરતો જોવા મળે છે. આ ઘટના બાદ યુનિવર્સિટી વિવાદોમાં આવી ગઈ છે. જો કે આ ઘટના બાદ ગોરા વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

સ્ટેલેનબોશ યુનિવર્સિટીની ઘટનાની
માહિતી પ્રમાણે આ ક્લિપ સ્ટેલેનબોશ યુનિવર્સિટીની છે. વીડિયોમાં જોવા મળે છે કે ગોરા વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો અશ્વેત વિદ્યાર્થીના રૂમમાં ઘૂસીને સીધો પેશાબ કરવા લાગે છે. જે બાદ અશ્વેત વિદ્યાર્થી તેને કહે છે કે તુ મારા રૂમમાં પેશાબ કેમ કરે છે? આ અંગે ગોરો વિદ્યાર્થી તેને ચૂપ રહેવા કહે છે.

મિત્રએ વીડિયો બનાવવાનો આઈડિયા આપ્યો
સાઉથ આફ્રિકાના ન્યૂઝ પેપર સોવેટન લાઈવના જણાવ્યા પ્રમાણે 25 વર્ષીય શ્વેત વિદ્યાર્થી થેન્સ ડુ ટોઈટે 20 વર્ષીય અશ્વેત બેબ્લો ન્વાયનાના સામાન પર પેશાબ કરતા કહ્યું કે આ તેનો અધિકાર છે. તે સમયે અન્ય એક મિત્ર કહ્યું કે જો તુ તેને રોકીશ તો એવું લાગશે કે તેની સાથે આપણે લડ્યા છીએ અને આપણા માટે મુશ્કેલી ઉભી કરશે. આ સમયે તેણે એક વીડિયો બનાવવાનો આઈડિયા આપ્યો.

શ્વેત વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિમ ડી વિલિયર્સે પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમે આવા વર્તનને બિલકુલ સ્વીકારતા નથી. તેમજ ગોરા વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવે છે.

આ સમયે દક્ષિણ આફ્રિકાના વિદ્યાર્થી સંઘે એક નિવેદન બહાર પાડીને આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે જો આવી ઘટના બનતી રહેશે તો ગુના વધુ વધશે. આ સાથે યુનિયને શ્વેત વિદ્યાર્થીની ધરપકડ કરવાની પણ માંગ કરી હતી.