બિલ ગેટ્સના રહસ્યો ખૂલી રહ્યા છે:બિલ ગેટ્સ લગ્ન પછી પણ ફ્લર્ટિંગ કરતા, મહિલા કર્મીને ડેટિંગ માટે ઇમેલ મોકલતા

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઇક્રોસોફ્ટના સંસ્થાપક ડિવોર્સ બાદ રહસ્ય ખૂલી રહ્યાં છે
  • ફરિયાદ થતાં ગેટ્સે ફરી ઇમેલ નહીં મોકલવાનું આશ્વાસન આપ્યું હતું

માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને વિશ્વના ટોચના ધનિકોમાં સામેલ બિલ ગેટ્સના અંગત જીવન અંગે સનસનીખેજ ખુલાસો થયો છે. ગેટ્સ મેલિન્ડા સાથે લગ્ન પછી પણ ફ્લર્ટિંગ કરતા હતા. 2008માં તેમણે એક મહિલા સહકર્મીને ડેટ પર આવવા માટે ઇમેલ મોકલ્યો હતો.

આ ઇમેલની જાણ થતાં કંપનીના ટોચના અધિકારીઓએ ગેટ્સને ચેતવણી આપી હતી. માઇક્રોસોફ્ટના પ્રવક્તાએ જણાવ્યું કે ગેટ્સે મહિલા કર્મીને અંતરંગ ઇમેલ મોકલ્યા હતા, તેને ઓફિસની બહાર મળવા કહ્યું હતું. કંપનીના અધિકારીઓ ગેટ્સને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેમનું વર્તન અયોગ્ય છે. કોઇ પણ મહિલા કર્મીને આવા ઇમેલ મોકલવા યોગ્ય નથી.

27 વર્ષનાં લગ્નજીવન બાદ મેલિન્ડા સાથે ડિવોર્સ લીધા હતા
બિલ ગેટ્સ અને મેલિન્ડાના 1994માં લગ્ન થયાં હતાં. ઓગસ્ટ, 2021માં બિલ અને મેલિન્ડાના વિધિવત ડિવોર્સ થયા. 27 વર્ષના લગ્નજીવન બાદ બંનેએ ચાલુ વર્ષે 3 મેએ ડિવોર્સ માટે અરજી કરી હતી. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને બે દાયકા દરમિયાન વૈશ્વિક સ્વાસ્થ્ય અને કલ્યાણકારી કાર્યો પાછળ સાડાત્રણ લાખ કરોડ રૂ.થી વધુ ખર્ચ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...