તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Bilawal Bhutto Said That It Was Imran Who Forced The Opposition To Take The Name Of The Army; The PM Said Nawaz Wants To Destroy The Country

રાજકીય બાબતમાં સેનાની દરમિયાનગીરીનો વિરોધ:બિલાવર ભુટ્ટોએ કહ્યું-ઈમરાને જ વિપક્ષને લશ્કરનું નામ લેવા મજબૂર કર્યો; PMએ કહ્યું- નવાજ દેશને ખતમ કરવા ઈચ્છે છે

કરાચી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાંવાલામાં શુક્રવારે વિપક્ષની રેલી યોજાઈ હતી, જેમાં નવાજ શરીફે આર્મી ચીફ પર આરોપ લગાવ્યો હતો
  • હવે ઈમરાન ખાન નવાજનો વીડિયો દેખાડી વળતો પ્રહાર કરી રહ્યા છે, વિપક્ષે આંદોલન ઉગ્ર કર્યું

પાકિસ્તાનના રાજકારણમાં લશ્કરને પ્રથમ વખત વિવાદમાં લાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે વિપક્ષી ગઠબંધનની રેલીમાં અનેક લશ્કરી જનરલો તથા આર્મી ચીફ પર આરોપ લગાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ ઘટનાની ટીકા કરી છે. આ અંગે વિપક્ષના નેતા બિલાવર ભુટ્ટોએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે ઈમરાનને વિપક્ષ પર આરોપ લગાવવાનો કોઈ હક નથી. તેઓ સિલેક્ટેડ PM છે અને તેમને લીધે લશ્કર પર આરોપ લાગી રહ્યા છે. ઈમરાને જ વિપક્ષને લશ્કરનું નામ લેવા માટે મજબૂર કર્યો છે.

અમે કોઈ નામ લેવા ઈચ્છતા ન હતા
ઈમરાને શનિવારે કહ્યું કે વિપક્ષ લશ્કર અને તેના જનરલોનું નામ લઈને નિમ્નકક્ષાનું રાજકારણ કરી રહ્યા છે. તેમના આ આરોપનો જવાબ થોડા કલાકો બાદ પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવર ભુટ્ટો જરદારીએ આપ્યો. બિલાવરે કહ્યું કે વિપક્ષી ગઠબંધન ક્યારેય લશ્કર કે તેના જનરલોના નામનો રાજકારણમાં ઉપયોગ કરવા ઈચ્છતુ નથી. પણ ઈમરાન ક્યારેય ઈલેક્ટેડ PM ન હતા. તેઓ એક સિલેક્ટેડ PM છે. એટલા માટે લશ્કરનું નામ રાજકારણમાં ઘસડીને લાવવામાં આવી રહ્યું છે. આમ થવું જોઈએ નહીં. અમે મજબૂર છીએ.

પોલિંગ સ્ટેશનમાં આર્મી શાં માટે
'ધ ડોન' અખબાર સાથે વાતચીત કરતા બિલાવરે કહ્યું કે અમે પણ દુખી છીએ કે રાજકીય બાબતોમાં લશ્કર અથવા આર્મી વડાનું નામ વચ્ચે લાવવું જોઈએ નહીં. જોકે આ મજબૂરીમાં ભરવામાં આવેલુ પગલુ છે. જે દેશમાં લોકશાહી છે ત્યાં પોલિંગ સ્ટેશનની અંદર લશ્કરનું શું કામ છે? ઈમરાન દરેક ભાષણમાં કહે છે કે લશ્કર તેમની સાથે છે. તેનો શુ અર્થ છે? લશ્કરનું કામ દેશનું રક્ષણ કરવાનું છે કે ઈમરાનના ઈજન્ડાને પૂરો કરવાનું છે. લશ્કર સરકારની કઠપુતળી બનવું જોઈએ નહીં. જો આમ થશે તો આ દેશમાં તાનાશાહી આવી જશે.
હવે કરાંચીમાં રેલી
ગુજરાંવાલામાં મેગા રેલી બાદ હવે વિપક્ષ કરાંચીમાં પણ મેગા રેલી યોજવા જઈ રહ્યો છે. આ માટે તમામ તૈયારી બન્ને બાજુએથી થઈ ચુકી છે. સરકાર અને લશ્કર તેને નિષ્ફળ બનાવવા માંગે છે. વિપક્ષના હારો કાર્યકર્તા કરાચીના માર્ગો અને પાર્કોમાં પહોંચી ચુક્યા છે. ગુજરાંવાલાની રેલીમાં ભૂતપુર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફે આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઈમરાનને લશ્કર જ સત્તામાં લાવ્યું છે. આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા પર બે વર્ષ અગાઉ તેમની સરકાર પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આ દેશમાં બે સરકાર ચાલે છે. એક ઈમરાનની અને બીજી બાજવાની.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો